બ્લેક પાવભાજી : મુંબઈ ના વિલેપારલેની ફેમસ ભાજી, શીખી લો અને જયારે પણ પાવભાજીની ફરમાઇશ આવે આ ટ્રાય જરૂર કરજો…

કેમછો મિત્રો? આજે હું મુંબઈ ના વિરેપારલા ની ફેમસ પાવભાજીની રેસીપી લાવી છું .આ રેગ્યુલર પાવભાજી કરતા different છે. આ પાવભાજી ની એ ખાસિયત છે કે આ બ્લેક પાવભાજી છે. આમાં ખડામસાલા અને સૂકા કોપરાનો ઉપયોગ કરીયો છે. આ બ્લેક પાવભાજી અલગ, નવીન અને ટેસ્ટી છે જે રેગ્યુલર ભાજી કરતા જુદી છે આમાં કોપરાને બૅન કરી પીસીને યુઝ કરીયો છે જેનાથી જ એમાં બ્લેક કલર આવે છે.તો ચાલો બનાવીયે તદન યુનીક પાવભાજી..

બ્લેક પાવભાજી

સામગ્રી :-

એક બાઉલ બાફેલા શાક ( ફલાવર, વટાણા ,બટાકા )

૨ ડુંગળી બારીક ચોપ કરેલી

૨ ટામેટા બારીક ચોપ કરેલા

૧ કેપ્સિકમ બારીક ચોપ કરેલું

૮ થી ૧૦ લસણ

૧ ટે.સ્પૂન કાશ્મિરી લાલમરચું

૧ ટી.સ્પૂન ધાણાજીરું

૧ ટી.સ્પૂન આમચૂર પાવડર

૧ ટી.સ્પૂન મરી પાવડર

કોથમીર

મીઠું

ખડામસાલા માટે

૨ થી ૩ તમાલ પત્ર

થોડા ડગળ ફૂલ

૧ ટે.સ્પૂન આખા ધાણા

૧ ટે.સ્પૂન મરી

૧ ટી.સ્પૂન જીરું

૧ ટી.સ્પૂન શાહજીરુ

૧૦ થી ૧૨ લંવીગ

સૂકું કોપરુ ૧/૨ ટૂકડો

તેલ અને બટર

રીત :-

સૌથી પહેલાં બધા બધા ખડામસાલા ને નોન્સ્ટિક કડાઈમાં શેકી લો. શેકાય જાય એટલે એક પ્લેટ માં ઠંડું કરી બારીક પીસીલો.
કોપરાની કાચલીને ગેસ ઉપર શેકેલો. ( ફોટા માં દેખાડીયુ છે ). શેકાઈ જાય એટલે એને પણ ઠંડું કરી પીસી લો .
લસણ અને લાલમરચાને પીસીને પેસ્ટ તૈયાર કરો.

એક કડાઈમાં તેલ અને બટર લઈ ગરમ કરી પહેલાં ડુંગળી સાતળો .ડુંગળી થોડી ગુલાબી થાય એટલે એમાં કેપ્સીકમ નાખી સાતળો .હવે તેમાં ટામેટાં નાખી એક રસ થાય ત્યાં સુધી સાતળો .

એમાં મીઠું અને ધાણાજીરું નાખી મિકસ કરી થોડું સ્મેસ કરો.ત્યારબાદ તેમાં એક એક ટે.સ્પૂન લસણની પેસ્ટ , કોપરાનો પાવડર, ખડમસાલાનો પાવડર નાખી તેલ છૂટુ પડે ત્યાં સુધી સાતળવું.

સતળાય એટલે તેમાં બાફીને સ્મેસ કરેલા શાક નાખી મિક્સ કરવું. જોઈએ તો પાણી ઉમેરવું. શાક ની કન્સીટન્સી તમારે જોઈએ એવી રાખવી.
થોડું શાક ખદખદે એટલે મરીપાવડર, આમચૂર પાવડર નાખી છેલ્લે કોથમીર નાખી મિકસ કરી લેવું.
તો તૈયાર છે બ્લેક પાવભાજી. આ ગરમ ગરમ ભાજીને શેકેલા પાવ, પાપડ અને ડુંગળી, ટામેટા ના સલાડ સાથે સવૅ કરો.

નોંધ :-

* આમચૂર પાવડર જોઈએ તો જ નાખવો. ખટાસ ચાખી લેવી.
* કોપરાનો પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે વધ ધટ કરી શકો છો.

આ મુંબઇ ની બ્લેક પાવભાજી ઘરે બનાવો અને કેવી લાગી એ મને જણાવજો. મારી આ રેસીપી ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી યુનીક, ટેસ્ટી રેસીપી સાથે ફરી મળશું.

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

તમને આ વાનગીની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં અચૂક જણાવજો, તમારા પ્રેરણાદાયી શબ્દો અમને અવનવું પીરસવાની પ્રેરણા આપશે.