સુરત – કચરામાંથી મળ્યા ૧૦ લાખ રૂપિયા, પરત કર્યા તો મળ્યું મોટું ઈનામ

સુરતમાં ફરી એ કવાર ઈમાનદારી સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેની અંદર એક નોકરીયાત વર્ગનાં યુવાનને રસ્તા પર પડેલા ડસ્ટબીન પાસેથી મળેલા દસ લાખ રૂપિયા મૂળ માલિકને પરત કર્યા હતા.જેના ફળ સ્વરૂપ મુળ માલિકે આ યુવાનને ૨ લાખ રૂપિયા ઈનામ સ્વરૂપે ભેટ આપ્યા હતા.સુરત શહેરનાં ઉમરા વિસ્તારમાં રહેતા દિલીપ પોદ્દાર પાર્લેપોઈન્ટ ખાતે આવેલા કાપડનાં શોરૂમમાં નોકરી કરે છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્રણ દિવસ પૂર્વ દિલીપ ઘરેથી જમીને પોતાના શોરૂમ તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન તેને ડસ્ટબીનની બાજુમાં એક થેલી નજરે પડી હતી. શરૂઆતમાં તેને એમ હતું કે, થેલીમાં મોબાઈલ ફોન હશે. પણ તપાાસ કરતા આંખો પહોળી થઈ ગઈ. તપાસ કરતા થેલીની અંદર મોબાઈલ ફોન નહિં પણ રોકડા રૂપિયા ૧૦ લાખનું બંડલ હતુ.
પૈસા જોતા તે તરત તેના શોરૂમ પર પહોંચ્યા અને મેનેજરને આખી વાત અંગે જાણ કરી હતી. જોકે મેનેજરે કહ્યુ કે જેના રૂપિયા હશે તે લઈ જશે એમ કહી તેને આ રૂપિયાનું બંડલ ઘર પર મુકી આવવા જણાવ્યુ હતુ. દિલીપે આ બાબત અંગે તેના પાડોશીઅોને પણ જાણ કરી હતી કે તેને દસ લાખ રૂપિયા મળ્યા છે. લોકોએ તેને પોલીસ સ્ટેશને જઈ રૂપિયા આપી આવવા કહ્યુ હતુ. જો કે તેની હિમ્મત થઇ નહોતી.રસ્તા પરથી રોકડા રૂપિયા દસ લાખ મળ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા આ બાબત પોલીસ સુધી પહોચી હતી. જેથી પોલીસનો કાફલો દિલીપને ત્યાં પહોંચ્યો હતો. જ્યાં દિલીપે પોતાની પાસે પૈસા હોવાનું જણાવતા પોલીસ તેને લઈને ઉમરા પોલીસ સ્ટેશને આવી પહોંચી હતી. ત્યારપછી પોલીસે પાર્લેપોઈન્ટ વિસ્તારનાં તમામ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવી તપાસ દરમિયાન પોલીસે ઘણીબધી ગાડીઅો સ્કેનીંગ કરી હતી અને પછી મુળ માલિક મળી આવ્યો હતો.પોલીસ ગાડી નંબરનાં આધારે જ્વેલર્સનાં શોરૂમ પર પહોચી હતી. જ્યાં જ્વેલર્સ માલિક હદય પચ્ચીગરે આ વાત કબુલ કરી હતી કે, તેને ત્યાં ગામડેથી આવતા કસ્ટમરનાં રૂપિયા ગાડીમાંથી પડી ગયા.જોકે તેઅો આ બાબત પોલીસમાં જાણ કરવાની ના પાડી દીધી હતી. જે મહિલા ગ્રાહક દુકાને આવી રહી હતી તેમના દિકરાએ પીચકારી લેવા જીદ કરી હતી. જેથી કારમાંથી ઉતરતા સમયે આ રૂપિયાનાં બંડલ પડી ગયા હતા. જે પ્રકારે દિલીપભાઈએ ઈમાનદારી બતાવી હતી તેને લઈને મુળ માલિકે પણ ઈમાનદારી સ્વરૂપે બે લાખ રૂપિયાનું ઈનામ આપ્યું હતુ.