પનીર ભીંડી મસાલા : એકનું એક ભીંડાનું શક ખાઈને કંટાળી ગયા છો? હવે જયારે પણ બનાવો આ રીતે બનાવજો…

કેમછો મિત્રો? આજે હું ભીંડાનુ ભરેલું શાક બનાવવા ની છું પણ એ રેગ્યુલર ભરેલા ભીંડા કરતા જુદું છે. આમાં મે પનીર નો ઉપયોગ કરીયો છે. બાળકોને ભીંડા અને પનીર બને બહુજ ભાવતા હોયછે .એમાં પણ જો બને ને ભેગું કરી શાક બનાવીએ તો એમને મજા પડી જાય. એ ઉપરાંત આ શાક ને એક ટી.સ્પૂન તેલમાં જ બનાવ્યુ છે. એટલે એ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો ચાલો ભીંડાનુ હેલ્ધી શાક બનાવીએ.સ્ટેપ બાય સ્ટેપ.

પનીર ભીંડી મસાલા

સામગ્રી :-

૨૫૦ ગ્રામ ભીંડા

૧ કપ છીણેલું પનીર

૧/૪ કપ સીંગદાણા

૧ ટે.સ્પૂન લાલમરચું

૧૧/૨ ટે.સ્પૂન ધાણાજીરું

૧/૪ ટી.સ્પૂન હળદર

૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો

૧/૨ ટી.સ્પૂન આમચૂર પાવડર

મીઠું

૧ ટી.સ્પૂન કસૂરી મેથી

૧ ટી.સ્પૂન તલ અને જીરું

હીંગ

રીત :-

સૌથી પહેલાં ભીંડા ને ધોઈ ને લૂછી લેવા. હવે ભીંડા માં વચ્ચે ચીરો કરી લેવો . આ રીતે બધા ભીંડા તૈયાર કરવા. હવે મિકસર જારમાં સીંગદાણા ,મરચું, ધાણાજીરું, હળદર, મીઠું, આમચૂર પાવડર, કસૂરી મેથી, ગરમ મસાલો બધું ક્રશ કરી લેવું. ક્રશ કરેલા મસાલા ને એક બાઉલમાં કાઢી તેમાં પનીરનુ છીણ નાખી મિક્સ કરવું.

આ મસાલાને ભીંડા માં ભરી દેવું, ઢોકળીયા માં પાણી ભરી ગરમ કરવા મૂકવું. ભરેલા ભીંડા ને કાણાવાળી ડીશમાં ગોઠવી દેવા.આ ડીશને સ્ટીમ કરવા મૂકવું. ભીંડા સ્ટીમ થતા ૧૦ થી ૧૫ મીનીટ લાગે છે.વચ્ચે વચ્ચે વચ્ચે ચેક કરી લેવું. ભીંડા સ્ટીમ થઈ જાય એટલે તેને બાહર કાઢી લેવું.

હવે એક કડાઈમાં એક ટી.સ્પૂન તેલ લઈ તેમાં જીરું અને તલ નાખવા એ તતડે એટલે હીંગ અને ભીંડા જે સ્ટીમ કરીયા છે તે નાખી મિકસ કરવુ .જે મસાલો વધ્યો હોય તે પણ નાખી મિકસ કરવું.

તો તૈયાર છે પનીર ભીંડી મસાલા જે ટેસ્ટી અને હેલ્ધી છે. કેમકે એમાં બહુજ ઓછું તેલ વાપરીયુ છે. આ શાક ને રોટી ,પરાઠા સાથે સવૅ કરો.તો આજે જ બનાવો આ પનીર ભીંડી મસાલા અને મને જણાવો કે આ શાક કેવું લાગ્યું. આવીજ હેલ્ધી , યુનીક અને નવી નવી રેસીપી હું તમારી માટે લાવતી રહીશ .બાય .

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

તમને અમારી આ વાનગી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમને પ્રેરણાબળ પૂરું પાડે છે.