કેમછો મિત્રો? આજે હું મિક્સ વેજીટેબલ નું શાક બનાવી છે એ મિક્સ વેજ. સબ્જી ઢાબા અને રેસ્ટોરન્ટ એમ બને સ્ટાઇલ ને મિક્સ કરી ને બનાવી છે.આ રીતે મિક્સ શાક બનાવશો તો મોટાતો ખાશે જ પણ બાળકો પણ મજાથી ખાસે.તો ચાલો બનાવીયે….
મિકસ વેજ.સબ્જી
સામગ્રી :-
૨ મોટા ટામેટાં
૧ ડુંગળી
૩ ટે.સ્પૂન તેલ
૧ ગાજર
૨ બટાકા
૨ થી ૩ નંગ ફલાવરના ફૂલ મોટા કટકા કાપેલા
૧ કેપ્સિકમ
૪ થી ૫ નંગ ફણસી કાપેલી
૧/૪ કપ વટાણા
૫૦ ગ્રામ પનીર
૧ ટી.સ્પૂન જીરું
૧ ઈંચ આંદુનો ટૂકડો
૩ થી ૪ લસણની કળી
કોથમીર
૧ ટી.સ્પૂન લાલમરચુ
૧ ટી.સ્પૂન ધાણાજીરું
૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
૧/૨ ટી.સ્પૂન ખાંડ
૧ ટી.સ્પૂન કસૂરી મેથી
૨ ટે.સ્પૂન મલાઈ
૧ નંગ શેકેલો પાપડ
રીત :-
સૌ પ્રથમ ટામેટાં અને ડુંગળી ના કટકા કરી એક કડાઈમાં લો તેમાં પાણી નાખી તેને ઉકાળો જ્યાં સુધી ટામેટાંઅને ડુંગળી બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી બાફવુ. પછી તેને ઠંડું કરી પીસી લેવું. બધા શાકને પાર બોઈલ કરી લેવા. હવે એજ કડાઈમાં તેલ લઈ તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ તેમાં બારીક સમારેલા આંદુ અને લસણ નાખી શાક , પનીર નાખી બે મીનીટ સાતળો પછી બધા મસાલા નાખી ફરી એક મીનીટ સાતળો, હવે તેમાં કોથમીર, ટામેટાં, ડુંગળી ની ગ્રેવી નાખી મિકસ કરી તેને પાંચ મિનિટ સુધી થવા દો. ગ્રેવી ધટ થઇ એકરસ થાય એટલે તેમાં ખાંડ ,કસૂરી મેથી , મલાઈ નાખી મિકસ કરો.
છેલ્લે તેમાં શેકેલો પાપડ તોડીને નાખી હલકા હાથે મિકસ કરી ગરમ ગરમ સબ્જી ને નાન ,પરાઠા, રોટી સાથે સવૅ કરવું.
નોંધ :-
* શાકને પાર બોઈલ ન કરી તેલમાં સાતળી ને ચડવા દેશો તો પણ ચાલે.
* ટામેટાં , ડુંગળી બાફવાથી તેને બહુ સાતળવા પડતા નથી .
મારી આ રેસિપી કેવી લાગી એ તમારા અનુભવ coment કરી જણાવજો. મારી રેસિપી ને like & share કરવાનું ભૂલતા નહીં.
રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)