એકતરફી પ્રેમમાં જયારે એક દિલ મિલન ઇચ્છતું હોય પણ બીજાના મનમાં ચાલી રહ્યું છે કાઇક અલગ જ…

રાહુલ 12 માં સુધીજ ભણ્યો કોલેજમાં તો ગયોજ નથી પણ એનું ફ્રેન્ડ સર્કલ બધું એને મળે એની સાથેના બધા છોકરા છોકરીયો ભણે અને કોલેજ માં ધીંગા મસ્તી કરે અને રાહુલ ઘરમાં બેઠો બેઠો કોઈ પાર્ટ ટાઈમ કોર્ષ કરે. હવે વાત એવી છે કે રાહુલ ના પિતા સામાન્ય નોકરી માંથી રિટાયર્ડ થયા અને રાહુલ નું પણ ભણવા માં મન નહિ એટલે એને જોબ ચાલુ કરી અને દોસ્તો જોડે ટાઈમ મળે તેમ જતો એના ચાર મિત્રો હતા તેમાં એક ખુબ સરસ અને સુંદર મિત્ર માર્ગી હતી માર્ગી પણ 12 પછી કોલેજમાં ગઇ અને MBA નું ભણી પણ એ દોસ્તો ને મળવા તો આવતી તેમાં ખાસ રાહુલ ને મળતી અને એની સાથે ખુબ વાતો કરતી એને સમજાવતી અને એની સાથે ફરવા પણ જતી.

અને રાહુલ પણ એના ઘરે જતો એમના ઘરમાં કોઈ બીમાર હોય એટલે રાહુલ સેવા કરવા તૈયાર અને તરતજ રજા મૂકી એની ઘરે જતો ક્યારેક બધા દોસ્તો પીકનીક જતા ત્યારે પણ રાહુલ માર્ગી નું વધારે ધ્યાન રાખતો અને એ બધા નોટીસ પણ કરતા અને રાહુલ ભોળો સીધો છોકરો પણ ભણવામાં ઓછો એટલે મન થી થોડો નર્વસ તો પેહેલેથીજ રેહતો પણ બધા એને સાચવે …..પણ એમની જરુર હોય ત્યારે!!!!!!

આ વાતની રાહુલ ને ખબરજ ના પડી અને ભલો ભોળો માર્ગીની લાગણી સહાનુભુતિ ને પોતાની પ્રત્યેનો પ્રેમ સમજી બેઠો અને એ વધારે ને વધારે માર્ગીના વિચાર કરવા લાગ્યો એ રાત દિવસ એનાજ સપના જોતો અને માર્ગીની બધી ઈચ્છા પુરી કરતો ઘણી વાર તો માર્ગી અને એના મિત્રો રાહુલ નો ઉપયોગ પટાવાળા જેવો કરતા અને એને ધક્કા ખાવાનું કામ આપતા અને એક દિવસ અચાનક રાહુલ માર્ગી માટે કંઇક લેવા જાય છે અને એના મિત્રો બધા માર્ગી પાસે આવે છે અને કહે તું રાહુલ ને પ્રેમ કરે છે???? ત્યાંજ માર્ગી કહે રાહુલ ને!!!

ના ભાઈ ના તમારી કોઈ ગલતફેમી થાય છે હું ક્યાં MBA થયેલી અને એ ક્યાં ડફોળ 12 નાપાસ….મારી ને એની સરખામણી કેવી રીતે થાય આતો ટાઈમ પાસ એના જેવા સાથે પ્રેમ તો શું પણ વધારે રિલેશન પણ ના રખાય અને ત્યાંજ રાહુલા બધું દૂર થી ઉભા ઉભા સાંભળે છે અને પછી કંઇજ ના સાંભળ્યું હોય એવો ડોળ કરે છે અને ત્યાંથી જતો રહે છે પણ એને એ વાત નું એટલું બધું ખોટું લાગે છે કારણ પેહલેથીજ લાગણીવાળો અને બધા નું કામ કરનાર અને દોસ્તોને પોતાનો જીવ ગણે પણ આજનું જે થયું એ જોઈ તેને આંચકો લાગે છે એને થયું હું ઓછું ભણ્યો અને મારી કોઈ સારી નોકરી પણ નહિ અને આવા વિચારો કરતો ઘરે જાય છે અને એની માં એને ખાવાનું પૂછે છે પણ જમવાનુ નાં પાડે છે અને પોતાના રૂમ માં જતો રહે છે

સાંજે 5 વાગ્યા તો પણ એ પોતાના રૂમ માંથી બહાર આવતો નથી અને માં ને ચિતા થાય છે એને તાવ તો નહી આવ્યો હોય ને…અને એ બારણું ખખડાવે છે પણ અંદરથી કોઈ આવાજ આવતો નથી અને માં ગભરાઈ બુમાં બમ કરે છે અને દરવાજો એના પપ્પાને તોડવાનું કહે છે અને બધા ભેગા થઇ દરવાજો તોડે છે પણ અંદર નું દ્રસ્ય જોઈ ગભરાઈ જાય છે એની માં પોક મૂકી રડે છે મારા દીકરા તે કેમ આવું કર્યું અને એ બેભાન થયેલા ને ડોક્ટર પાસે લઇ જાય છે અને ડોક્ટર કહે છે એણે ઊંઘની વધારે પડતી ગોળી ઓ ખાઈ ગયો છે પણ નસીબ સારું છે કે એ વધારે પડતો બેભાન નથી એ ભાન માં આવી જશે ચિંતા ની કોઈ વાત નથી..

અને એ ભાનમાં આવે છે અને એને ડોક્ટર આવું કરવાનું કારણ પૂછે છે …..ત્યારે એ લાગણી સભર જવાબ આપે છે કે હું એક છોકરી ને પ્રેમ કરું છું અને એની માટે બધું કરવા તૈયાર છું પણ આજે એની વાત સાંભળી મને થયું એતો મારો ઉપયોગજ કરે છે અને મને મારી જાત ઉપર નફરત થઇ અને મેં આ પગલું ભર્યું એને પણ ખબર પડે કે કોઈક તો છે એને જીવ આપી પ્રેમ કરનાર ….અરે ..દીકરા એક છોકરી માટે જીવ ના અપાય તારા માં બાપ નો તો વિચાર કર તું એમનું એક નું એક સંતાન છે એમને બીજો કોઈ સહારો નથી અને એ સારો થઇ ઘરે આવે છે પણ એના મગજ માંથી પેલી ટાઈમ પાસ એ વાત જતી નથી અને એ દિવસે દિવસે.. સુકાતો જાય છે અને સુન મૂન બેસી રહે છે.

અને એની મોમ એને સાયકોલોજી ડૉક્ટર પાસે લઇ જાય છે અને એની ટ્રીટમેન્ટ કરાવે છે અને એના મગજ માંથી બધી વાતો ભુલાવાનો પ્રયત્ન કરે છે એને ગાંડો સમજી ઇલિકટ્રીક શોર્ટ પણ આપવામાં આવે છે અને એને બધુજ યાદ કરાવે છે અને એ બોલે છે પણ એને વધારે લાગણી સભર છે એટલે અને વધારે પડતો શાંત હોવાથી એને આ વાત ની અસર વધારે થાય છે પણ હવે ધીરે ધીરે બધી વાતો ભૂલવા માંડે છે અને ઘરે જઈ જાણે કંઇજ ના બન્યું હોય તેમ નોર્મલ રહે છે અને નોકરી પણ શોધી કાઢે છે અને જોબ કરવા જતો રહે છે જ્યાં એનું મન કામમાં લાગે એટલે બીજી વાતો યાદ ના આવે.

હવે એને સંપૂર્ણ સાજો થવામાં કોઈ દવાની જરૂર નથી ફક્ત એનું મનોબળ વધારવા ની જરૂર છે અને એનું મનોબળ એની માં છે એ એની સતત દેખરેખ રાખે છે અને એને કોઈપણ વાતનું દુઃખ ના થાય એનું ધ્યાન રાખે છે કારણ એનો દીકરો એકજ છે એને બીજુંકોઈ સંતાન નથી અને એના ઘડપણ નો સહારો છે આ અને દીકરો પણ ડાહ્યો છે એટલે હવે એ પોતાના કરતા પોતાના માતા પિતાની વધારે કાળજી રાખે છે..

આજે બધું બરાબર છે પણ એને છોકરી ઓ પરથી ભરોશો હટી ગયો છે અને લગ્ન કરવાનીજ ના પાડે છે પણ એની મમ્મી એને છોકરી ઓની વાતો કરે છે કે બધી છોકરી ઓ આવી ના હોય . .એતો કોઈક જ એવી હોય…અને બેટા આપણે આપણા લેવલ નુજ શોધવાનુ એટલે કોઈ તકલીફ ના પડે….અને એને માનસિક તૈયાર કરવામાં આવે છે અને એ એની મમ્મી જે છોકરી બતાવે છે એ જોવે પણ છે પણ…પાછું એને મનથીજ એવું લાગે કે …હું .બવ ભણેલો નથી મારો પગાર ઓછો અને હું શાંતછું ….

મને લાગે છે હું કોઈ છોકરી ને ખુશ નહિ રાખી શકું અને આવા વિચાર આવતાજ પાછો લગ્નનો વિચાર માંડી વાળે છે અને આજે ..પોતાના માતાપિતા સાથે રહે છે ખુશ છે દેખાવમાં પણ એકદમ સરસ છે .. પણ વધારે પડતો ભાવુક હોવાથી નાની નાની બાબત માં દુઃખી થાય છે

આ વાર્તા નો આશ્રય એટલુંજ કહેવાનો છે કે આજની પેઢી ના દરેક યુવક યુવતી એ ભાવુક બની કોઈ નિર્ણય કરવો નહિ . . તમારા એક ખોટા નિર્ણય માં તમારી જિંદગી તો બગડે છે પણ સાથે તમારા માબાપ ની પણ બગડે છે માટે જે કઈ કરો વિચારીને કરો તમારો સાચો ખોટો જે પણ નિર્ણય હોય તમારા માં બાપને જણાવો એ તમારી વાતને સમજશેજ કારણ તમે એનું વાહલુ સંતાન છો.

તમારા માં બાપ ની ઘણી બધી ઈચ્છા અને લાગણીયો તમારી સાથે જોડેલી છે. .. જો માં બાપ એવું સમજે કે મારા બાળકની ખુશી એજ મારી ખુશી તો સંતાનોએ પણ સમજવાની જરૂર છે કે મારા માતા પિતા ની લાગણી દુભાય એવું કોઈ કામ કરવું નહિ..કારણ પોતાના સંતાનોને ખુશ જોઈ દરેક માબાપ ખુશ થતા હોય છે કારણ એમના જીવનની સાચી મૂડી એમના સંતાન છે…..

લેખક : નયના નરેશ પટેલ.

આપના વિચારો અચૂક જણાવજો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ