હોઠ પરથી જાણો સ્ત્રીના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે…

હોઠ મહિલાઓના ચહેરાનો મહત્વનો અવયવ છે. હોઠ ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. હોઠ વાત કરવાનું માધ્યમ પણ છે, સ્ત્રીના શરીરનું આકર્ષણ વધારતાં હોઠ બુદ્ધિ, વિચારસરણીનો પરીચય પણ આપે છે. હોઠના આકાર, રંગના આધારે તેના વ્યક્તિત્વ વિશે પણ જાણી શકાય છે. આ વર્ણન કરવામાં આવ્યું છે સામુદ્રિક શાસ્ત્રમાં. સામુદ્રિક શાસ્ત્રમાં શું જણાવાયું છે હોઠ માટે તેના વિશે ચાલો તમને પણ જણાવીએ.


– જે સ્ત્રીના હોઠ પાતળા હોય તે સ્ત્રી સ્વભાવે ખૂબ ભાવુક હોય છે. ભાવુક સ્વભાવ હોવા છતાં જો તે કોઈના પર ગુસ્સે થઈ જાય તો તેને ઝડપથી માફ કરતી નથી.


– મોટા અને જાડા હોઠવાળી સ્ત્રી સુંદર હોય છે અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. તેમની સાથે મિત્રતા દરેક વ્યક્તિ કરવા ઈચ્છે છે. તે બુદ્ધિશાળી હોય છે અને સ્વભાવ પણ મળતાવળો હોય છે.

– જે સ્ત્રીના હોઠ કુદરતી રીતે લાલ હોય તે કુશાગ્ર બુદ્ધિવાળી હોય છે. જો કે તેના સ્વભાવમાં થોડું અભિમાન પણ હોય છે.


– ગુલાબી હોઠ ધરાવતી સ્ત્રી શાંત અને પ્રેમાળ હોય છે. તે સૌથી સારી જીવનસાથી સાબિત થાય છે.

– જે સ્ત્રીના હોઠ પાતળા અને રૂક્ષ હોય તે શાંત સ્વભાવની હોય છે. પરંતુ તે લોકો સાથે મિત્રતા કરવાનું ટાળે છે. તે પોતાના પરીવાર સાથે જ રહેવાનું પસંદ કરે છે.


– જે સ્ત્રીનો ઉપરનો હોઠ નીચેના હોઠ કરતાં મોટો હોય તે ખૂબ ધનવાન હોય છે. તે અન્ય પાસેથી પણ પોતાનું કામ કરાવી લેવા માટે સક્ષમ હોય છે.
– જેના હોઠ મોટા હોય પરંતુ રૂક્ષ હોય તે ખૂબ મહત્વાકાંક્ષી હોય છે અને તેના સ્વભાવમાં સ્વાર્થનું પ્રમાણ વધારે હોય છે.


– કુદરતી રીતે કોમળ અને ગુલાબી હોઠ ધરાવતી સ્ત્રી કામુક હોય છે. તે જીવનના તમામ સુખ પણ સારી રીતે ભોગવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ