ટીવીની આ એ ક્ટ્રેસ મહારાણી જેવું જીવન જીવે છે- દૂધથી નહાય છે અને ચાંદીનાં ચપ્પલ પહેરે છે…

બોલીવુડમાં સૈફ અલી ખાન એકમાત્ર એવા કલાકાર છે.જે નવાબ પરિવારમાંથી આવે છે તેથી સ્વભાવિક છે કે તેના શોખ પણ નવાબી જેવા જ હોય.બોલીવુડમાં આમ તો એવા ઘણા કલાકારો છે જે રાજવી પરિવારો સાથે જોડાયેલા છે.જોકે બોલીવુડમાં જ નહિં પણ ટીવી જગતમાં પણ કેટલાક કલાકારો એ વા છે જે શાહી કુટુંબમાંથી આવે છે.
તેમાની જ એક છે પ્રખ્યાત એક્ટ્રેસ દિગાંગના સૂર્યવંશી .સામાન્ય રીતે દરેક માતા-પિતા પોતાના સંતાનોને ખૂબ પ્રેમ કરતા હોય છે.પણ દિગાંગનાનાં માતા-પિતાની તો વાત જ કાંઈક અલગ છે.એ કમાત્ર દિકરી હોવાનાં કારણે દિગાંગનાને રાણીની માફક રાખવામાં આવે છે તમે તેના ‘કિંગ સાઈઝ’ જીવનનો અંદાજ પણ ન લગાવી શકો.


બોલીવુડમાં પણ કરી ચૂકી છે કામ:દિગાંગનાનો જન્મ ૧૫ ઓ ક્ટોબર ૧૯૯૭નાં રોજ થયો હતો.તેના ફેમેલીનાં બધા જ સદસ્યોની તે ખૂબ લાડકી છે અને તેની દરેક માંગ પૂરી કરવામાં આવે છે.દિગાંગનાનું ફેમેલી તેને એ ક રાણીની માફક રાખે છે.ટીવી ઈન્ડસ્ટ્રીમાં તે ખૂબ સફળ રહી છે તો બોલીવુડમાં પણ તેના અભિનયને ઘણા લોકોએ વખાણ્યો છે. દિગાંગના બોલીવુડમાં ‘જલેબી’ અને ‘ફ્રાય ડે’ જેવી મૂવીઝમાં કામ કરી ચૂકી છે.ટીવી સીરિયલ્સમાં તેને ખૂબ જ ફેમસ થયેલી ‘વીરા’માં તેને વીરાનો કિરદાર અદા કર્યો હતો.
રાણીની જેમ રાખે છે પરિવાર:દિગાંગનાનું કુટુંબ તેને રાણીની જેમ રાખે છે.તે જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેણે સોનાની ઘડિયાલની હઠ પકડી હતી અને પરિવારે તેની આ હઠ પૂરી પણ કરી હતી.પહેલાનાં સમયમાં રાણી અને રાજકુમારીઓ દૂધથી નહાતા હતા.હાલનાં સમયમાં તો આવું કોઈ વિચારી પણ ન શકે. પણ આપને જાણીને અચરજ થશે કે આ અદાકારા દરવર્ષેે પોતાનાં જન્મદિવસ પર દૂધથી સ્નાન કરે છે અને જન્મદિવસ પર રાજકુમારીની જેમ જ તૈયાર પણ થાય છે.


પગમાં પહેરે છે ચાંદીનાં ચપ્પલ: એટલું જ નહિં દિગાંગના પોતાના દરેક જન્મદિવસ પર ચાંદીનાં ચપ્પલ પહેરે છે.આ ચપ્પલ દિગાંગનાનાં માતા-પિતાએ બંગાળનાં એ ક સોની પાસે બનાવડાવ્યા છે.દિગાંગનાનો એક રૂમ તો માત્ર તેની વસ્તુઓ થી જ ભરેલો છે જે રૂમમાં તેના અનેક સેન્ડલ,બેગ,ઈમીટેશન જ્વેલરીનું કલેક્શન રાખવામાં આવ્યુ છે.
તેનાં બધા સોના ચાંદીનાં દાગીનાં બેંકનાં લોકરમાં રાખવામાં આવ્યા છે. દિગાંગનાનો જન્મદિવસ તેના માટે ખૂબ જ ખાસ હોય છે.કારણ કે એ દિવસે પરિવાર તેને રાજકુમારી જેવી અનૂભુતી કરાવે છે. જોકે, દરરોજ દિગાંગનાને રાણીની જેમ જ રાખવામાં આવે છે પણ જન્મદિવસ તો કંઈક ખાસ જ હોય છે.ટીવી સીરિયલ’એ ક વીર કી અરદાસ વીરા’ થી મળી હતી ઓળખ:


સુપરહિટ સીરિયલ ‘એક વીર કી અરદાસ વીરા’માં કામ કરીને દિગાંગનાને એક અલગ ઓળખ મળી હતી. વર્ષ ૨૦૧૩માં શરૂ થયેલી આ સીરિયલ વર્ષ ૨૦૧૫ સુધી ચાલી હતી.પણ આ બે વર્ષમાં દિગાંગનાને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી અને ઘર-ઘરમાં માણસો તેને ‘વીરા’નાં નામે જ ઓળખવા લાગ્યા હતા.ત્યાર બાદ દિગાંગના ‘બીગબોસ-૯’ માં પણ કન્ટેસ્ટન તરીકે જોવા મળી હતી.તેને પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૨માં ‘ક્યા હાદસા ક્યા હકીકત’માં એ ક બાળકલાકાર તરીકે કરી હતી.