કાળા મરી – દેખાવે ભલે નાનો દાણો હોય પણ તેના ગુણ અદ્ભુત છે, વાંચો કેટલી તકલીફમાં રાહત આપશે…

ભલભલા બાહુબલીનેય તેનો ઉપયોગ આખા દિવસમાં ઓછામાં ઓછો એકવાર તો કરવો જ પડે છે… જેને આયુર્વેદમાં ત્રિદોષ નાશક કહેવાય છે તેવા કાળાં મરી સદીઓથી વપરાય છે અને તેનો અનેકવાર વિવિધ ઔષધિઓમાં તેનો ઉલ્લેખ કરાય છે. તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ ભારતીય રસોડામાં એક મહત્વનાં તેજાનાં તરીકે થતો આવ્યો છે. અને આ એ જ મરી મસાલા છે જેને લીધે ભારતની ધરતી પર વિદેશી શાસકો આકર્ષાઈને આવી પહોંચ્યા હતા. આપણા પૂર્વજોએ સદીઓથી મરી-મસાલા અને તેજાનાંનો યોગ્ય માત્રામાં અને દિવસમાં યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય તેવા ઉપચારો બતાવ્યા છે. આપણા શરીરના બંધારણમાં વાત્, પિત્ત અને કફ આવેલ છે. તે ત્રણયને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય છે. સ્વાદે તીખા પરંતુ એ શરીરને ઠંડક આપે છે.મરી દાણાનો અનોખો પ્રયોગ : સવાર, બપોર અને સાંજ એમ તેના ત્રણ ભાગ પાડીને અને જીવનના ત્રણ મુખ્ય તબક્કા મુજબ્સ બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રમાણે ભાગ પાડીને તેનું નિયમિત સેવન કરાય છે. જેને લીધે કેટલાય નાના-મોટા રોગોથી લઈને અસાધ્ય રોગો સુધી બચાવ કરી શકાય છે. તેમાં ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે બાળકોને સવારે ઉઠતાની સાથે નરણા કોઠે, જુવાન લોકોને કે ૫૦થી ઓછી વયના હોય, તેમને બપોરે એટલે કે મધ્યાહન સમયે અંદાજે ૨થી ૪ની વચ્ચે અને વડીલ વયના એટલે કે ૫૦થી ઉપરની વયના લોકોએ સાંજે સૂર્ય આથમ્યા સાથે ૨થી ૫ નંગ મરી દાણાં પાણી સાથે ગળી જવા જોઇએ. તેને ગળી જવું વધુ અનુકૂળ રહે છે કારણ કે તે સ્વાદમાં તીખાં હોઈ ચૂર્ણનું સેવન અઘરૂ પડે છે. દવાની જેમ ગળી જઈને શરીરના આ ત્રણેય વિકારો વાત્, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખી નિરોગી રહી શકાય છે. નિયમિત આ પ્રયોગ કરવાથી બોડી મેટાબોલિઝમ સેટ રહે છે. કબજિયાતમાં રાહત રહે છે. વજનમાં પણ ફરક પડે છે. સ્કીન એલર્જી અને વાઈરલ તાવ જેવી ઓછા રોગપ્રતિકારને લીધે થઈ શકતા રોગોથી રક્ષણ કરે છે.સાવચેતી : તમને વાત, પિત્ત અને કફમાંથી કયા પ્રકારની તકલીફ વધારે છે તે પ્રમાણે તમારે મરી ગળવાની સંખ્યાનો ઉપયોગ કરવો જોઈએ. વધુમાં તમે આ રીતનો પ્રયોગ કર્યો છે એની તમારા ડોક્ટર સાથે ચર્ચા જરૂર કરી લઈને તેમની અનુમતિ અને મત લઈ લેવા જોઈએ. ડોક્ટરના સૂચન અનુસાર તેમની દેખરેખ સાથે જ શરૂ કરવું અને શરીરમાં જે પણ સુધાર થાય તેને નોંધતા રહેવું.