ચાલુ વિમાને ડોકટરે કરી બાળકની સારવાર, બચાવ્યો ૧૦ મહિનાના બાળકનો જીવ…

શુક્રવારે હૈદરાબાદથી આવી રહેલ  પ્લેન જ્યારે ઈંદોરમાં લેન્ડિંગ થવાની તૈયારીમાં હતું.  ત્યારે વિમાનની અંદર એક 10 મહિનાના બાળક આરવની જાણ બચાવવાની કામગીરી ચાલતી હતી. જેના શ્વાસ તેની માતાનું દૂધ પીતા સમયે એ દૂધ શ્વાસ નળીમાં ચાલ્યું જવાથી અટકી ગયા હતા.  ઇન્ડિગો ફ્લાઇટ લગભગ સવાર 8 વાગ્યે ઇન્દોર આવે છે. લેન્ડિંગના સમયે હૈદરાબાદની મોનલ સારડાની બૂમો પાડવાનો અવાજ સાંભળી સૌ કોઈ ચૌકી ગયું હતું. 

આવી રીતે બચાવવામાં આવ્યો  માતા અને બાળકનો જીવ : 
આ જોઈને વિમાનમાં જ  હાજર ઈન્દોરના ડોક્ટર  તરુણ ગાંધીએ બાળકને તરત જ કાર્ડિયક મસાજ આપ્યું, તેને ઊલટું કર્યું ને તેની પીઠ થપથપાવી. અને બાળકના મોઢામાં ડોક્ટરે શ્વાસ ભર્યા. થોડા જ સમયમાં બાળક રડવા લાગે છે. જીવ બચાવવાની આ આ પદ્ધતિ સી.પી.આર. (કાર્ડિયો પલ્મોનરી રિસિસીશન) કહે છે. 

એર હોસ્ટેસ અને સ્ટાફની મદદથી બાળકને ઓક્સિજન માસ્ક લગાવવામાં આવ્યું. . લેન્ડિંગ પછી બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. જો કે તેને થોડા જ સમયમાં  ડિસ્ચાર્જ  પણ કરવામાં આવ્યો હતો. મોનલ તેના પિયર એક લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે જઈ રહી હતી.