ફક્ત ગુજરાતમાં જ નહીં અમેરિકામાં પણ છે વડોદરા, જાણો દેશ-વિદેશના એકસરખા નામ વિશે

એક દેશમાં અનેક શહેરો હોય છે વળી શું અલગ અલગ દેશોમાં અનેક નાના દેશો પણ હોય છે. નાના હોય કે મોટા દેશ દરેકનું પોતાનું એક સ્વતંત્ર નામ હોય છે. વિશ્વમાં એટલી બધી જગ્યાઓ છે એટલા માટે એવું બનવું પણ શક્ય છે કે અનેક જગ્યાના નામ એકસરખા હોય. પરંતુ જો તમે એક ભારતીય છો તો તમને એ જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે ભારતમાં આવેલા પટના, વડોદરા, કલકત્તા, બાલી જેવા શહેરોના નામ વિદેશોના શહેરો અને ગામના પણ છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને તેના વિશે રોચક માહિતી આપી રહ્યા છીએ.

પટના – બિહાર / સ્કોટલેન્ડ

image source

પટના ભારતમાં જ નહીં પણ સ્કોટલેન્ડમાં પણ આવેલું છે. પટના જેવા દેશી નામ પણ સ્કોટલેન્ડ જેવા દેશની કોઈ જગ્યાના હોય તે આશ્ચર્યજનક જ લાગે. સ્કોટલેન્ડના આયરશાયર સ્થિત એક નાના શહેરનું નામ પટના છે. વિલિયમ ફુલર્ટન નામના એક વ્યક્તિએ ખાણમાં કામ કારનારા લોકોને રહેવા માટે ઘર જેવું સ્થાન બનાવવા માટે આ નાનકડું શહેર પટના વસાવ્યું હતું. અસલમાં વિલિયમનો જન્મ ભારતના પટના શહેરમાં થયો હતો એટલા માટે આ શહેરનું નામ પણ પટના રાખવામાં આવ્યું હતું.

કલકત્તા – બંગાળ / અમેરિકા

image source

અમેરિકામાં આવેલ કલકત્તા (US) 1810 માં “વેસ્ટ યુનિયન” ના રૂપે સામે આવ્યું હતું. વિલિયમ ફોકસ જેણે અહીં પહેલી વખત ઈંટ દ્વારા મકાન બનાવ્યું હતું અને તેના નામ પરથી ફોકસટાઉન નામ પડ્યું. અનેક વખત નામ બદલાવ્યા બાદ અંતે ભારતના કલકત્તા શહેર પરથી આ શહેરનું નામ કલકત્તા રાખવામાં આવ્યું. અમેરિકામાં જ 1838 માં કલકત્તા નામથી પોસ્ટ ઓફિસ પણ ખુલી હતી જે 1913 સુધી કાર્યરત હતી.

વડોદરા – ગુજરાત / અમેરિકા

image source

ભારતમાં વડોદરા શહેર ગુજરાત રાજ્યમાં સ્થિત છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક વડોદરા અમેરિકામાં પણ છે. અમેરિકાના મિશિગન રાજ્યમાં એક નાનકડું ગામડું છે વડોદરા. માઈકલ હાઉસર નામના એક વ્યક્તિએ 1890 માં વડોદરા નામથી એક પોસ્ટ ઓફિસ ખોલી હતી. તે આ પોસ્ટ ઓફિસનું નામ પોમોના રાખવા ઈચ્છતો હતો પરંતુ એ નામ પહેલાથી જ કોઈએ રાખી લીધું હતું. તેણે લોકો પાસે નવા નામ અંગે અભિપ્રાય માંગ્યા તો સીએચ પિંડરએ વડોદરા નામ સૂચવ્યું કારણ કે તેમનું જન્મ સ્થળ ગુજરાતનું વડોદરા હતું.

બાલી – રાજસ્થાન / ઇન્ડોનેશિયા

image source

બાલી વિશે તો લગભગ સૌ કોઈ જાણે છે. મોટાભાગના પર્યટકો એવું ઇચ્છતા હોય છે કે તેઓ એક વખત તો બાલી ફરવા જરૂર જાય. બાલી ટાપુ ઇન્ડોનેશિયામાં આવેલું પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. ઇન્ડોનેશિયા દેશ આમ પણ ભારતીય લોકોનો ફરવા જવાનો સૌથી પહેલો વિકલ્પ હોય છે. કહેવાય છે કે 2000 વર્ષ પહેલાં દક્ષિણપૂર્વી એશિયાથી આવેલા ઓસ્ટ્રોનેશિયન લોકો બાલી આવીને વસ્યા હતા. રાજસ્થાનના પાલી જિલ્લામાં પણ એક બાલી આવેલું છે જે એક તાલુકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ