બોલીવૂડની આ અભિનેત્રીઓ છે માર્શલ આર્ટની એક્સપર્ટ ! એકે તો શાળામાં જ ટ્રેનિંગ લીધી હતી !

આજે બોલીવૂડના નાનાથી લઈને મોટા સ્ટાર્સ બધા જ ફીટનેસમાં અવ્વલ છે. તેમની ફિલ્મો આવતી હોય કે ન આવતી હોય તેઓ પોતાની ફીટનેસ માટે કોઈ પણ બહાનું નથી કાઢતાં. અને તેમાં જો બોલીવૂડ અભિનેત્રીઓની વાત કરવા જઈએ તો તેઓ તો બે પગલાં આગળ જ છે. આજે અમે તમને એવી બોલીવૂડ અભિનેત્રીઓ વિષે જણાવીશું જે માત્ર એક્સરસાઇઝ જ નહીં પણ કરાટે પણ સારી રીતે કરી જાણે છે.

આજે બોલીવૂડ અભિનેત્રીઓ પોતાની જાતને સર્વોત્તમ શરીરમાં ઢાળવા માટે ફીટ રેહવાના કંઈ કેટલાએ પેંતરા અજમાવે છે. માર્શલ આર્ટ પણ માણસના શરીરને રક્ષણ તો આપે જ છે પણ સાથે સાથે એક ફીટનેસ પણ આપે છે. તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિષે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયે ખુબ જ નાની ઉંમરે સફળતાનો સ્વાદ ચાખી લીધો હતો. તેણી પોતાનું ભણતર છોડીને ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને તેણી તેમાં ખુબ સફળ પણ રહી છે. આજે ઐશ્વર્યાની ભલે ઓછી ફિલ્મો રૂપેરી પડદા પર આવતી હોય તેમ છતાં તેણી તેટલી જ હોટ ફેવરીટ છે. તમને જણાવી દઈએ કે તેણીએ શાળા સમયમાં જાપાનીઝ માર્શલ આર્ટ શિતો-રિયૂની ટ્રેનીંગ લીધી હતી અને તેણી તેમાં એક્સપર્ટ છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ રોમેંટિક તેમજ કોમેડી ફિલ્મોમાં તો કામ કર્યું જ છે પણ ઘણી બધી એક્સન ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને અગણિત ફાઇટીંગ સિન્સ પણ આપ્યા છે. તેણીએ અમેરિકન ટીવી સીરીઝ ક્વોન્ટીકોની બે સિઝનમાં કામ કર્યું છે જેમાં તેણીએ અમેરિકન જાસૂસનું મુખ્ય પાત્ર ભજવ્યું છે. તેણીએ પણ ફિલ્મોમાં સારા પર્ફોમન્સ માટે માર્શલ આર્ટની ટ્રેનીંગ લીધી છે. જે ઘણીવાર તેના ફાઈટીંગ સીન્સમાં જોવા મળે છે.

દીપિકા પાદુકોણ

દીપિકાની ગણતરી દેશની સૌથી સફળ તેમજ સૌથી મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. આજે તેણીની કોઈ ફિલ્મ ન આવતી હોય તો પણ તે કોઈને કોઈ કારણસર અને ખાસ કરીને તો પોતાના લૂકના કારણે ચર્ચામાં તો હોય જ છે. તેણી પોતે પણ અવારનવાર પોતે જીમમાં એક્સરસાઇઝ કરતી હોય તેવા ફોટોઝ તેમજ વિડિયો સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરતી રહે છે.

તેણી એક ઉત્તમ અભિનેત્રી તો છે જ પણ સાથે સાથે એક સારી માર્શલ આર્ટિસ્ટ પણ છે. તેણીએ તેણીની અક્ષય કુમાર સાથેની ફિલ્મ ચાદની ચોક ટુ ચાઈના માટે માર્શલ આર્ટની સ્પેશિયલ ટ્રેનીંગ લીધી હતી અને તેને લગતાં ઘણા બધા સિન્સ પણ તેણી સાથે કરાવવામા આવ્યા હતા. તેણી જાપાનીઝ માર્શલ આર્ટ જિયૂ-જુત્સુમાં એક્સપર્ટ છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી યોગામાં તો એક્સપર્ટ છે જ અને તેણી અવારનવાર સોશિયલ મિડિયા દ્વારા યોગાના વિવિધ પોઝ પણ પોતાના ફેન્સ સાથે શેયર કરતી હોય છે. પણ કદાચ તમને એ ખબર નહીં હોય કે તેણી માર્શલ આર્ટમાં પણ તેટલી જ માહેર છે. તેણી માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ ધરાવે છે.

દિશા પટણી

દીશા મોટે ભાગે પોતાના સોશિયલ મિડિયા પર પોતાની ફિટનેસને લગતાં જ વિડિયો શેયર કરતી હોય છે. તેણીને જિમ્નેસ્ટિક ખુબ ગમતુ હોય તેવું લાગે છે. બીજી બાજુ તેનો બૉય ફ્રેન્ડ ફીટનેસ ફ્રીક ટાયગર શ્રોફ હોય તો પછી તેને ઇન્સ્પિરેશનની પણ શું જરૂર હોય. દીશા પટણી પણ એક માર્શલ આર્ટ એક્સપર્ટ છે.

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા સામાન્ય રીતે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સુંદરતાના કારણે વધારે ચર્ચામાં રહે છે. પણ દર્શકોને એ નથી ખબર કે તેણી તાઈકાંડો તેમજ મિક્સ માર્શલ આર્ટમાં પણ એક્સપર્ટ છે. માત્ર આટલું જ નહીં પણ તેણી બાસ્કેટ બોલની એક નેશનલ લેવલ પ્લેયર પણ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ