બોલીવૂડમાં ઘરે ઘરે ગણપતિ બાપ્પાની પધરામણી ! અંબાણીના એન્ટિલિયાને કોઈ નવોઢાની જેમ સજાવવામાં આવ્યું ! એન્ટિલા હાઉસની રોનક જોઈ તમારી આંખો ચાર થઈ જશે !

બોલીવૂડે તો બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું ! હવે તમે પણ શેયર કરો કે તમે ગણેશમહોત્સવની ઉજવણી કેવી રીતે કરો છો !

ગણેશ ચતુર્થીનો મહોત્સવ શરૂ થતાં દેશના ખૂણે-ખૂણે ગલી કૂંચામાં, ઘરે-ઘરે એમ ઠેરઠેર તમને ગણપતિ સ્થાપન જોવા મળશે. જેમાં બોલીવૂડ પણ શામેલ છે. બોલીવૂડમાં ખુબ જ ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવે છે અને મોટા મોટા સ્ટાર્સથી માંડીને દેશના સૌથી ધનાડ્ય બિઝનેસમેન એવા મુકેશ અંબાણીને ત્યાં પણ જાણે ઘરનો જ કોઈ મોટો પ્રસંગ હોય તે રીતે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.

આ વખતે બોલીવૂડના મોટા કુટુંબ એવા કપૂર ફેમિલિએ પોતાની વર્ષોની પરંપરા તોડીને ગણપતિ સ્થાપન નથી કર્યું પણ બીજી બાજુએ એવા ઘણા સિતારાઓ છે જેમણે આ પરંપરા ચાલુ રાખી છે. તો ચાલો જાણીએ કે કયા કયા સિતારાઓના ઘરે થઈ શ્રી વિઘ્ન હર્તાની પધામણી.

સલમાન ખાન

સલમાન ખાનના ઘરે ગણપતિજીનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમની માતા સલમા ખાન દ્વારા ગણપતિજીની આરતી ઉતારીને તેમની ઘરમાં પધરામણી કરવામાં આવી છે. સાથે સલમાનની નાની બહેન અર્પિતા ખાન પણ જોવા મળી હતી. જો કે સલમાનની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.

એકતા કપૂર- તુષાર કપૂર

વિતેલા જમાનાના સુપર સ્ટાર જિતેન્દ્રના ઘરે પણ ગણપતિજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં જીતેન્દ્ર અને તૂષાર કપૂરે ધોતી અને ખેસ પહેરીને શ્રદ્ધાપૂર્ણ રીતે પુજા પણ કરી હતી. આ પુજામાં તેમની સાથે તેમની બહેન, ડેઈલી સોપ ક્વિન, એકતા કપૂર અને તુષાર કપૂરનો દીકરો પણ હાજર રહ્યા હતા. બધા જ ટ્રેડીશનલ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણી – નીતા અંબાણી

વિઘ્નહર્તા શ્રી ગણેશના સ્વાગત તેમજ મહોત્સવની ઉજવણી માટે સમગ્ર એન્ટિલિયાને જાણે કોઈ નવી નવેલી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. દર વર્ષે અંબાણી કુટુંબના આ ભવ્ય મહેલ સમા ઘરમાં ગણપતિજીના આ મહોત્સવને ભારે ઉત્સાહ તેમજ ભવ્યતાથી ઉજવવામાં આવે છે.

ગણેશજીની પુજા વખતે નીતા અંબાણી લાલ ટ્રેડીશનલ વસ્ત્રોમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ તેમના દ્વારા ગણેશ મહોત્સવમાં આમંત્રણ આપતા ઇનવીટેશન કાર્ડની તસ્વીર સોશિયલ મિડિયા પર ઘણી વાયરલ થઈ હતી. જો તમે આજકાલ મુંબઈ હોવ તો તમે એન્ટિલિયાની અંદર તો નહીં પ્રવેશી શકો પણ તમે તેની બહારની ઝાકઝમાળને તો ચોક્કસ નિહાળી શકશો.

શિલ્પા શેટ્ટી

રવિવારે એટલે કે ગણેશ ચતુર્થીના આગલા દિવસે શિલ્પા શેટ્ટી જાતે જ મુંબઈના ચિંચપોકલી વિસ્તારમાં ગણપતિજીની મૂર્તિ લેવા પહોંચી ગઈ હતી. ત્યાર બાદ તેણીએ પોતાના ફેમિલિ તેમજ નજીકના મિત્રો સાથેની એક તસ્વીર પણ સોશિયલ મિડિયા પર શેયર કરી હતી જેમાં તેની નજીકની મિત્ર ફિલ્મ ડીરેક્ટર ફારાહ ખાન અને તેના ત્રણ સંતાનો પણ જોવા મળ્યા હતા.

તો વળી 2જી સપ્ટેમ્બરે ચતુર્થીની પુજામાં તેણી તેમજ તેના પતિ અને દીકરાએ સંપૂર્ણ પિળા વસ્ત્રો ધારણ કરીને ગણપતિજીની ભવ્ય રીતે પુજા કરી હતી. તેણી છેલ્લા દસ વર્ષથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે. અને એક જવાબદાર નાગરીક તીરેક દર વખતની જેમ આ વખતે પણ તેણીએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે છેલ્લા કેટલાક સમયથી કેન્સરની ગંભીર બિમારીમાં હતી જેની સારવાર બાદ તેણી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે. તેણીએ પણ પોતાના ઘરે શ્રી દુંદાળા ગણપતિને બેસાડ્યા છે જેનો સુંદર ફોટો તેણીએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કર્યો હતો.

વિવેક ઓબેરૉય

વિવેક ઓબેરોય પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગણપતિને પોતાના ઘરે બેસાડે છે તેણે તેની આ પરંપરા આ વર્ષે પણ ચાલુ રાખી અને સમગ્ર ફિમિલિ સાથે ગણપતિની પુજા કરી હતી. જેમાં તેની દીકરીએ સુંદર મજાના ભારતીય ટ્રેડીશન વસ્ત્રો પહેરી ફેન્સના મન જીતી લીધા હતા.

સની લિયોની

સની લિયોનીએ પણ પોતાના કુટુંબ સાથે પોતાના ઘરમાં ગણપતિનું સ્વાગત કર્યુ હતું. તેણીએ દત્તક લીધેલી દીકરીએ હાથમાં સુંદર મજાની ગણપતિની નાનકડી મુર્તિ પકડી હતી. આખુ કુટુંબ ખુશખુશાલ દેખાઈ રહ્યું હતું.

નીલ નિતિન મુકેશ

બોલીવૂડના મહાન ગાયક મુકેશના દીકરાના દિકરા, નીલ નિતિન મુકેશના ઘરે પણ ગણપતિજીની ભવ્ય રીતે પધરામણી કરવામા આવી હતી. આખુંએ કુટુંબ આ ધાર્મિક પ્રસંગે સાથે હતું. જેમાં તેની નાનકડી દીકરી સુંદર મજાની ઘાટા ગુલાબી રંગના ચણિયા-ચોળીમાં કોઈ ભારતીય ટ્રેડીશન સ્ત્રો પહેરેલી બાર્બીડોલ લાગી રહી હતી.

આ ઉપરાંત સોનુ સૂદ, ટીવી અભિનેત્રી નિયા શર્મા એ પણ પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરી છે. નિયા શર્માએ તો રસ્તા પર નાચીને ગણપતિજીનું સ્વાગત કર્યુ હતું.

તો વળી ગોવીંદાએ પણ પોતાની પત્ની અને દીકરો-દીકરી સાથે ગણપતિજીની પુજા કરી હતી. જ્યારે સુનીલ શેટ્ટી પહેલા જ દિવસે ગણપતિજીના દર્શન કરવા પહોંચી ગયો હતો. બોલીવૂડ કેવી રીતે ગણપતિનો ઉત્સવ ઉજવે છે તે તો તમે જાણી લીધું પણ તમારા ફોટો શેયર કરીને તમે પણ જણાવો કે તમે કેવી ઉજવણી કરો છો !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ