આલિયા ભટ્ટ : છ વર્ષની હતી ત્યારથી શરુ કરી હતી ફિલ્મી સફર, વાંચો રસપ્રદ માહિતી…

આલિયા ભટ્ટ અને રણવીર કપૂર વચ્ચે ઘણાં સમયથી છૂપી રીતે પ્રણયફાગ ચાલી રહ્યો છે એવી વાયકા લોકજીભે ચર્ચાઈ રહી છે ત્યારે કપૂર પરિવાર સાથે આલિયાના વધતા જતા સંબંધો અને અવારનવાર જાહેરમાં જોવા મળતા આ બન્ને કલાકારોને લીધે આ અફવામાં ઘી રેડાતું હોય એવું લાગ્યા વિના કેમ રહે?

અલબત્ત, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે એમના સુંવાળા સંબંધોની કોઈ જાહેરાત હજુએ નથી કરી, પરંતુ તાજેતરમાં આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે, હું રણબીરના પ્રેમમાં છું અને હું ખુશ છું. સમયના બદલાવ સાથે હું પણ પરિપકવ બની છું. મારે મારા સંબંધને નકારવાની જરૂર નથી.

જેમ આલિયા રણબીરના પ્રેમ સંબંધની ચર્ચા થતી હતી તે જ પ્રમાણે થોડા સમય પહેલાં બ્રેક-અપની પણ વાતો થતી હતી. આ સાંભળીને પહેલાં આલિયા રડી પડી હતી, પણ પછી તેને હસવું આવ્યું હતું. તેણે કહ્યું, મને મારી વાતો સ્પષ્ટ કરવાની જરૂર નથી. કારણ કે સાચી વાત હું જાણતી હોવાથી મને લોકોને તે વિશે જણાવવું યોગ્ય લાગ્યું નહોતું.

તો હવે તે હવે લગ્ન ક્યારે કરશે? એમ પૂછતાં તેણે કહ્યું કે, લગ્નની અફવાથી હું કંટાળી ગઈ છું. બધા મારા લગ્નની ચર્ચા શા માટે કરે છે તે મને નથી સમજાતું, પરંતુ પછી મને થાય છે કે જો હું હમણાં લગ્ન નથી કરવાની તો મારે અકળાઈ જવાની પણ જરૂર નથી. લગ્ન વિશે વિચારવા જેટલી મારી ઉંમર નથી. હાલમાં તો હું મારા કામને પરણી છું. તેણે આમ કહીને તેણે પોતાના આત્મવિશ્વાસનો પરિચય કરાવ્યો હતો.

બૉલીવુડ ઝડપથી લોકપ્રિય થઈ રહેલી આ અભિનેત્રી અલીયા ભટ્ટ હવે ૨૫ વર્ષની થવા જઈ રહી છે. તેણીએ છ વર્ષની કારકિર્દીમાં પોતાની જાતને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક તરીકે સ્થાપિત કરી દીધી છે. આલિયા ભટ્ટએ તેમના થોડા સમયની કારકીર્દિમાં ઘણી વિવિધ ભૂમિકાઓ ભજવી છે કે તેના ખૂબ જ ચાહકો થઈ ગયા છે અને તેમણે બોલીવુડમાં સુપરસ્ટાર તરીકે તેમની ઓળખ બનાવી છે.

કરણ જોહરના શો ‘કૉફી વીથ કરણ’ માં અલીએ જાહેર કર્યું હતું કે તે બાળપણથી અભિનેત્રી બનવા માંગતી હતી. તેમણે પ્રિટી ઝિંન્ટાની ફિલ્મ ‘સંઘર્ષ’ દ્વારા છ વર્ષની ઉંમરે તેમની કારકિર્દીની શરૂઆત કરી. મુંબઈમાં જામાબાઇ નર્સરી સ્કૂલમાં અભ્યાસ કરીને અલીયા મોટા થયા છે. તે પછી, ૨૦૧૨માં, તેમણે ધર્મા પ્રોડક્શન્સ ‘ધ સ્ટુડન્ટ ઓફ ધ યર’ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ હિટ હતી અને આલિયાની કારકિર્દીએ ગતિ પકડી હતી.

સામાન્ય રીતે કોઈપણ અભિનેત્રી પ્રારંભિક કારકિર્દીમાં નાની અને મોહક ભૂમિકા ભજવે છે. પરંતુ આલિયા તેની બીજી ફિલ્મ ‘હાઇવે (2014)’ માં ડી-ગ્લેમરસ અવતારમાં દેખાઈ છે. ફિલ્મમાં તેમના પાત્રની પ્રશંસા કરવામાં આવી હતી. તેણીની નાની કારકિર્દીમાં, આલિયાએ અભિનયની કલા દર્શાવી છે. તેણીને તેણીના ગાયન કૌશલ્યોથી ઘણો ટેકો મળ્યો. ‘હાઇવે’ ફિલ્મમાં તેમણે “સોહા સાહ” ગીતમાં અવાજ આપ્યો હતો. એ. આર. રહેમાન તેમની સાથે ખૂબ જ પ્રભાવિત થયા હતા.

અર્જુન કપૂર સાથેની તેમની ત્રીજી ફિલ્મ ‘2 સ્ટેટ્સ’ કે જે ચેતન ભગતની નવલકથાના આધારે બનાવાયેલ હતી તે મૂવી પણ સુપર હીટ પુરવાર થઈ હતી. ૨૦૧૬માં, આલિયા દિગ્દર્શક શકુન બત્રાની ફિલ્મ કપૂર એન્ડ સન્સમાં દેખાયા હતા. ફિલ્મમાં, તેની જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને ફવાદ ખાન સાથે ફિલ્માવાઈ હતી. તેમના પાત્ર ‘કપૂર અને સન્સ’ માં ગમ્યા હતા. આ પછી, ટીકાકારોએ ડી-ગ્લેમ અવતારમાં ‘ઉડતા પંજાબ’માં આલિયાના અભિનય પ્રદર્શનની પ્રશંસા થઈ છે.

શાહરૂખ ખાન સાથે, ફિલ્મ ‘ડિયર જિંદગી’ માં તેમની જોડી ખૂબ જ પસંદ કરાવાઈ હતી. આમાં તેણે સિનેમેટોગ્રાફરનું પાત્ર ભજવ્યું. વર્ષ ૨૦૭૧માં, આલિયાની ‘વરુણ ધવન’ સાથે ‘બદરીનાથ કી દુલ્હનિયા’ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપર હિટ હતી.

હાલના સમયમાં આલિયાની વિકી કૌશલ સાથે ‘રજિ’ અને ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર અને અભિનેતા રણવીર સિંહની સાથેની ‘ગલી બોય’ ની સફળતા માણી રહ્યાં છે. તાજેતરમાં તે રણબીર કપૂર સાથે, આ ફિલ્મ ‘બહામાસ્ત્ર’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે.