પાપડી પિઝા – પાપડી ચાટનું આ નવીન ફ્યુઝન તમને અને બાળકોને જરૂર પસંદ આવશે…

પાપડી ચાટ તો બધા એ ખાધી જ હોય તો આ વખતે ક્રિસમસ પાર્ટી માં કાંઈક નવું બનાવું હોય તો એકવાર જરૂર થી ટ્રાય કરજો આ એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય એવા પાપડી પિઝા.

બાળકો તો જોઈ ને જ ખુશ થઈ જાય એવા પાપડી પીઝા ની રીત બહુ જ સરળ છે અને મોટાભાગ ની સામગ્રી ઘર માં મળી જાય એવી છે.

સામગ્રી:- ટોપીંગ્સ માટે

1/2 ગ્રીન કેપ્સિકમ
1/2 યેલો કેપ્સિકમ
1/2 લાલ કેપ્સિકમ
1 મોટી ડુંગળી
2 નાના ટામેટા


100 ગ્રામ પનીર
મીઠું સ્વાદાનુસાર
1/2 ચમચી મરચું
1/2 મિક્સ હર્બસ
1/2 ચમચી ઓલિવ ઓઈલ અથવા કોઈ પણ ખાવાનું તેલ

આ બધી સામગ્રી બરાબર મિક્સ કરો અને સાઈડ પર રાખો.

સોસ માટેની સામગ્રી:-

1/2 કપ ટોમેટો કેચઅપ
1/4 ચમચી લાલ મરચું
1/4 ચમચી મિક્સ હર્બસ

બધું મિક્સ કરી લો.

હવે 100 ગ્રામ ચીઝ નાની છીણી થી છીણી લો.

એક પેકેટ પાપડી ચાટ ની પુરી લો.

એક ડીશ માં પાપડી પુરી ગોઠવી દો. તેના પર બનાવેલો સોસ લગાવી ને તેના પર થોડું મિક્સ ટોપિંગસ મુકો અને ઉપર ચીઝ ભભરાવી ને મિક્સ હર્બસ લગાવો.

તૈયાર છે તમારા પાપડી પિઝા આમ જ સર્વે કરો અથવા 2 મિનિટ માટે ગ્રીલ કરી ને સર્વ કરો.

નોંધ:- તમે જુદા જુદા મનગમતા ટોપિંગ બનાવી શકો છો. ટોમેટો કેચઅપ પણ ઘરે બનાવેલો અથવા પીઝા સોસ લઇ શકાય. એક કલર ના કેપ્સિકમ લો તો પણ ચાલે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)