શૂન્યમાંથી સર્જન કરનાર વાંચો આ વ્યક્તિ વિશે, જે આજે છે 100 કરોડનો માલિક

image source

આઈ.ડી ફ્રેશ આજે સમસ્ત દક્ષિણ ભારતમાં ઘ ઘરનું જાણીતું નામ બની ગયું છે. આઈ ડી ફ્રેશ છે ઢોંસા ઇડલીનું ખીરું બનાવતી કંપની, થોડા સમયથી તેઓ જાત જાતની ચટણીઓ પણ બનાવી લોકોને સ્વાદના ચટાકા કરાવી રહ્યા છે.. તેઓ રોજનું પચાસ હજાર કિલો ખીરું બનાવે છે. કંપની બેંગલોર, મૈસુર, મંગલુરુ, ચેન્નાઈ, મુંબઇ, હૈદરાબાદ, પુણે અને શારજાહ સહિત કુલ આઠ શહેરોમાં તેના ઉત્પાદનો વેચે છે.

image source

ભારતના સાત શહેરોમાં 200 ટ્રેનો પોતાનો માલ પહોંચાડે છે. આ કંપની એક હજાર લોકોને રોજગારી આપે છે, જે દરરોજ 10,000 સ્ટોર્સ સાથે સંપર્કમાં રહે છે. વર્ષ 2020ના અંત સુધીમાં 1 હજાર કરોડની કંપની તરીકે પોતાને સ્થાપિત કરવાનો અમારો હેતુ છે. આજે તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ છે. આઈ. ડી ફ્રેશ કંપની ખીરું બનાવતી કંપનીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે, આ સ્થાન જાળવી રાખવા તે ખૂબ મક્કમ છે. આજે આ લેખમાં જાણો યઅ કપની કોણે અને કેવી રીતે બનાવી.

image source

યઅ કપની શરૂ કરનાર પીસી મુસ્તફા કેરળના વયનાડ ગામનો એક કુલીનો પુત્ર છે. તેની માતા ક્યારેય શાળાએ નહોતી ગઈ, ધોરણ છમાં નિષ્ફળ થયા પછી, મુસ્તફાએ કંઈક મોટું કરવાનું નક્કી કર્યું તેણે ફરીથી છઠ્ઠાની પરીક્ષા પાસ કર્યા બાદ પૂરી મહેનતથી તેણે 12 મા સુધી અભ્યાસ કર્યો. 12 પછી, પીસી મુસ્તફા કોઝિકોડના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી (એનઆઈટી) ના એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો. ભણતર પૂર્ણ કર્યા પછી મોબાઇલ કંપની મોટોરોલામાં પ્રથમ નોકરી મળી. બેંગલુરુમાં જોડા્યા પછી, કંપનીએ તેમને લાંબા ગાળાના પ્રોજેક્ટ પર યુનાઈટેડ કિંગડમ મોકલ્યો. પરંતુ મુસ્તફાનું ત્યાં મન લાગ્યું નહીં અને પાછો આવી ગયો.

image source

પણ નસીબ બોલાવતું હશે કે મુસ્તફા કામ અર્થે દુબઈ જવા રવાના થયો. તેણે સિટીબેંકના ટેકનોલોજી વિભાગમાં કામ કર્યું. આ માટે તેણે સાત વર્ષ દુબઈ અને રિયાધમાં વિતાવ્યા. ફરી તે નોકરી છોડીને પાછો આવ્યો. તેણે આઈઆઈએમ બેંગલુરુથી એમબીએ કર્યું. અભ્યાસ કરવાની સાથે મુસ્તફા તેના ઓળખીતાની કરિયાણાની દુકાનમાં બેસતો. જો કે, ત્યાં બેસી તેને બજારનો ખ્યાલ આવ્યો. દુકાન પર બેઠેલા મુસ્તફાએ જોયું કે કેટલીક મહિલાઓ ઇડલી અને ડોસા માટે બૈટર ખરીદતી હતી.

image source

અહીંથી તેને નોકરીના બદલે પેકેજ્ડ ફૂડનો વ્યવસાય કરવાનો વિચાર આવ્યો. મુસ્તફા અગાઉની નોકરીથી બચાવેલ 14 લાખ રૂપિયા સાથે આ બિઝનેસ શરૂ કર્યો. તેના કઝિન ભાઈઓએ પણ આ કાર્યમાં મદદ કરી.તેઓએ સાથે મળીને ખીરું બનાવવાના અને પેકિંગ કરવાના કેટલાક મશીનો ખરીદ્યા. આમ આઈડી ફ્રેશનો પાયો રચાયો. તેઓ દરરોજ સવારના પાંચ વાગ્યા અગાઉ તાજું ખીરું બનાવી પેક કરી મોટા સ્ટોર્સમાં પહોંચાડે છે,

image source

આમ છઠ્ઠા ધોરણમાં એક વાર નાપાસ થયેલ છોકરો આકરી મહેનતથી પોતાના સપના સાકાર કરવામાં સફળ થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ