કોરોના કાળમાં ‘સિંઘમ’ની જોરદાર મદદ, શરૂ કર્યુ મિશન ધારાવી, જાણો કેટલા પરિવારોની ઉઠાવી જવાબદારી

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી છે ત્યારે આમાં સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્રમાં પણ મુંબઈ શહેર ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. મુંબઈમાં ધારાવી હવે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે બોલીવુડના ઘણા બધા સેલેબ્સ એક પછી એક ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ માટે આગળ આવી રહ્યા છે.

image source

થોડાક સમય પહેલા ફિલ્મ ‘દબંગ’- ૧ ના વિલનની ભૂમિકા નિભાવનાર સોનુ સુદએ હાલમાં જ પ્રવાસી મજુરોને પોતાના રાજ્યમાં પહોચાડવા માટે બંને રાજ્યના અધિકારીઓ સાથે વાતચીત કરીને વતન પરત મોકલ્યા હતા. ત્યાર પછી સોનુ સુદ બધા લોકોના જવાબ ટ્વીટર પર રીપ્લાય આપી રહ્યા છે. બોલીવુડના મહાનાયક એવા અમિતાભ બચ્ચન પણ રોજ હજારો પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરે છે.

image source

આવા સમયમાં બોલીવુડના સિંઘમ દ્વારા એક ઝુંબેશ શરુ કરવામાં આવી છે. અજય દેવગણએ હવે કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધારે અસર પામેલ વિસ્તાર ધારાવીમાં રહેતા લોકોની મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. આજની પરિસ્થિતિમાં દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય અને મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત દરદીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે હવે ધારાવી પણ કોરોના વાયરસ સંક્રમણનું કેન્દ્ર બની ગયું છે. આ બાબતને લઈને અજય દેવગણએ ટ્વીટ કરીને જણાવે છે કે, ‘હું હાલમાં ધારાવીમાં રહેતા વ્યક્તિઓની મદદ કરી રહ્યો છું અને બીજા બધાને પણ મારી મદદ કરવા માટે અપીલ કરું છું.’ અજય દેવગણની આ ટ્વીટને પણ લોકોનો પ્રતિભાવ આપી રહ્યા છે.

image source

કોરોના વાયરસ સંક્રમણની આ લડતમાં અત્યાર સુધી બોલીવુડ સેલેબ્સ આર્થિક રીતે અને જરૂરીયાતમંદ વ્યક્તિઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે આગળ આવ્યા છે તેઓ હવે વધારે મદદ કરવા માટે પણ આગળ આવી રહ્યા છે. અજય દેવગણએ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સમયમાં પીએમ કેર ફંડમાં ૧.૧૦ કરોડ રૂપિયાનું દાન આપી દીધું છે ત્યારે હવે ફરીથી અજય દેવગણ ધારાવી વિસ્તારની ઝુંપડીઓમાં વસવાટ કરતા ૭૦૦ પરિવારની મદદ કરવા માટે આગળ આવ્યા છે. અજય દેવગણએ ટ્વીટ કરીને અન્ય વ્યક્તિઓને પણ મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

image source

અજય દેવગણ આ બાબતે ટ્વીટ કરતા કહે છે કે, ‘ધારાવી કોવિડ- 19ના સંક્રમણની મહામારીનું એક મોટું કેન્દ્ર બની ગયું છે. ધારાવી વિસ્તારમાં વધારેમાં વધારે વ્યક્તિઓ એમસીજીએમની મદદ મેળવીને રાત- દિવસ એક રીને કામ કરી રહ્યા છે. ઉપરાંત કેટલીક એનજીઓ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ખાદ્યસામગ્રી અને હાઈઝીન કીટ પહોચાડી રહી છે. અમે હાલમાં ધારાવીના ૭૦૦ પરિવારને મદદ કરી રહ્યા છીએ. આપને સર્વને અપીલ કરું છું કે આપ પણ યથાયોગ્ય દાન કરવા માટે આવો.’ અજય દેવગણએ ટ્વીટર પર આવી રીતે અપીલ કરી છે.

આપને જણાવીએ કે, મુંબઈ શહેર આખા દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે સૌથી વધારે પ્રભાવિત થઈ ગયું છે. ઉપરાંત મુંબઈના ધારાવી વિસ્તારમાં જ્યાં મોટાભાગે લોકો ઝુંપડીઓમાં રહે છે તે હવે કોરોના વાયરસ સંક્રમણનું કેન્દ્ર બની ગયું છે. આવા કારણોના લીધે કેટલીક NGO અને બોલીવુડ સેલેબ્રીટીસ પણ ધારાવી વિસ્તારમાં રહેતા ૭૦૦ પરિવારને મદદ કરવા માટે આગળ આવ્યા છે. આવા સમયે બોલીવુડના સિંઘમ અજય દેવગણએ ધારાવીના લોકોની મદદ કરવાની સાથે જ અન્ય વ્યક્તિઓને પણ મદદ કરવા માટે અપીલ કરી છે.

હાલમાં જ અજય દેવગણએ સોનુ સુદએ પ્રવાસી મજુરોને પોતાના માદરે વતન મોકલવા માટેનું જે કાર્ય કર્યું હતું તેની પ્રસંશા કરી હતી. સોનુ સુદના આ પ્રસંશનીય કામ માટે ટ્વીટ કરતા કહે છે કે, ‘પ્રવાસી મજુરોને સુરક્ષિત તેમના વતન પરત મોકલવાના સંવેદનશીલ કામ કરીને એક ઉદાહરણ આપ્યું છે. આપને હજી વધારે હિમત મળે સોનુ.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ