ફ્લાઈંગ ઢોંસા બાદ હવે ફ્લાઈંગ વડાપાવ, આ દુકાનદારની હવામાં વડાપાવ ઉછાળવાની સ્ટાઇલ જોઈ મોંમા પાણી આવી જશે

ભારતના લોકો નવા નવા અને અજીબ જુગાડ કરવામાં માહેર છે. દુનિયાભરના લોકો ભારતીયોના જુગાડના દીવાના છે. આવા જ જુગાડના વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા હોય છે. હાલ એવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

image source

આ વિશે વાત કરીએ તો દુકાનદાર વડાપાવને બનાવતા સમયે હવામાં વડાને ચમચીથી ઉછાળે છે અને વડાપાવ તૈયાર કરે છે. લોકો તેની આ શૈલીથી ખુબ પ્રભાવિત થઈ રહ્યા છે. આ અગાઉ પણ દક્ષિણ મુંબઈના ફ્લાઈંગ ઢોસાએ ઇન્ટરનેટ પર ધૂમ માચાવી હતી. ઢોસાની અનોખી શૈલી જોઇને લોકો તેની સ્ટાઈલના ચાહક બની ગયા હતા.

image source

હાલના દિવસોમાં ફ્લાઇંગ વડાપાવના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ઢોસાની જેમ લોકો આ વડાપાવની શૈલીથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યા છે. આ વાત છે મુંબઈની. અહીં વડાપાવ વેચનાર આ વ્યક્તિનું નામ રઘુ છે. મળતી માહિતી મુજબ તેની મુંબઈમાં વડાપાવની 60 વર્ષ જુની દુકાન છે. તેની દુકાનની અલગ ઓળખ એ જ છે કે જે તેને અન્યથી અલગ કરે છે તે તેની વડાપાવ બનાવાની સ્ટાઇલ છે.

image source

વાયરલ થયેલા આ વીડિયો વિશે વાત કરીએ તો જોઈ શકાય છે કે કેવી રીતે આ વ્યક્તિ થાળીમાં મૂકવામાં આવેલા વડાને ચમચીની મદદથી ઉછાળે છે અને પછી તેને બીજા હાથથી પકડે છે. આ પછી જોઈ શકાય છે કે તે તવામા ફ્રાય કરે છે. વડાપાવ બનાવવાની આ કળાના લોકો ચાહકો બની ગયા છે. અમ્ચી મુંબઇ નામની યુ ટ્યુબ ચેનલ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ દુકાનદારના વડાપાવ બનાવાની સ્ટાઇલ જ માત્ર અનોખી નથી. વીડિયોમા જોઈ શકાય છે કે તેની વડાપાવને સજાવટ કરવાની રીત પણ ઘણી વિશેષ છે. તેના કારણે લોકોને તેનો વડાપાવ ખાવાનો પણ ખૂબ શોખ છે. કહેવાય કે વડાપાવ એ મુંબઈના લોકો માટે ફેવરીટ ખાવાની ચીજ છે અને તેમા પણ જો કઈ નવી કારીગરી મળી જાય તો વધારે મોજ પડી જાય.

આ અગાઉ દક્ષિણ મુંબઈના મંગલદાસ માર્કેટની શ્રી બાલાજી ઢોસા સેન્ટરના ફ્લાઇંગ ઢોંસાનો વીડિયો વાયરલ થયો હતો. તેની ખાસ વાત એ હતી કે આ ઢોસા સીધા જ તવા પરથી પ્લેટમાં ઉડાન ભરે છે. ઢોસા બનાવનાર આ વ્યક્તિનો વીડિયો ખુબ જ આશ્ચર્ય પામાડનારો હતો. આ વીડિયોને ફેસબુક પર 101.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

image source

આ વીડિયોને વાત કરીએ તો આ જુગાડ કોઈ ટેક્નીકથી નહીં પરંતુ ઢોસા બનાવનારો એક વ્યક્તિ કરી રહ્યો છે. જે પહેલા ઢોસા બનાવતા જોવા મળે છે અને ઢોસો બની ગયા બાદ તેને કાપી અને હવામાં ઉડાડીને ગ્રાહકની પ્લેટ સુધી પહોંચાડી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ