સ્મૃતિ ઇરાનીએ શેર કર્યો વિડીયો, જેમાં છોકરી કરી રહી છે…

સ્મૃતિ ઈરાનીએ એક છોકરીને પુરુષોની હજામત કરતો વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો કહ્યું કે, ‘કેટલીક કહાનીઓ જુઓ …’ વીડિયો.

કેન્દ્રીય પ્રધાનમંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પાવરફુલ મેસેજ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. 2 મિનિટ 19 સેકન્ડના આ વીડિયોમાં એક યુવતીની કહાની કહેવામાં આવી છે, જેની ગયા વર્ષે ખૂબ ચર્ચા થઈ હતી.

image source

કેન્દ્રીય પ્રધાનમંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પાવરફુલ મેસેજ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. 2 મિનિટ 19 સેકન્ડના આ વીડિયોમાં એક યુવતીની કહાની કહેવામાં આવી છે, જેની ગયા વર્ષે ખૂબ ચર્ચા થઈ હતી. વીડિયો શેર કરતાં સ્મૃતિ ઈરાનીએ કેપ્શનમાં લખ્યું હતું કે, “કેટલીક કહાનીઓ વારંવાર કહેવાવી જોઈએ.”

ઉત્તર પ્રદેશના બનવારી ટોલામાં બે છોકરીઓ તેમના પિતાની દુકાનમાં બાર્બરનું કામ કરે છે. તે આ બાર્બરનું કામ કરીને સમાજમાં જે જૂની ધારણાઓ ચાલી રહી છે તેને સામો પડકાર આપી રહી છે. શેવિંગ બ્લેડ બનાવતી કંપની (નિર્માતા) જિલેટ (Gillette) ગત વર્ષે એક જાહેરાત દ્વારા તેમની કહાની સૌને કહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

પિતાની તબિયત લથડ્યા બાદ તેમણે તેમના પિતાનો ધંધો સંભાળી લેવાનું શરૂ કર્યું. આ બંને યુવતીઓના નામ નેહા અને જ્યોતિ છે. આ દુકાનનું નામ બંનેના યુવતીઓના નામ પર જ છે. તેઓ આ કામ તેમના પિતાની સારવાર માટે અને પોતાના અભ્યાસ માટે કરી રહી છે. તેઓ પુરુષોની શેવિંગ કરવાથી લઈને મસાજ (ચંપી) પણ કરી આપે છે. આ વીડિયો વાયરલ થયા પછી તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, હવે સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો ફરી એકવાર શેર કર્યો છે અને બંને યુવતીઓ ફરી ચર્ચામાં આવી ગઈ છે.

સ્મૃતિ ઈરાનીની ખાસ મિત્ર અને નિર્માતા એકતા કપૂરે પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યો છે.

image source

જાહેરખબરમાં એવું બતાવવામાં આવ્યું છે કે, પિતાનો વ્યવસાય પુત્રને વારસામાં મળે છે. પરંતુ છોકરીઓને ગૃહસ્થી, રસોડું અને ઘરની જવાબદારીઓ વારસામાં મળતી હોય છે. આ પછી, એક પિતા પોતાના દીકરા સાથે બાર્બરની દુકાન પર જાય છે. જ્યાં આ બંને છોકરીઓ આવીને પૂછે છે- “કાકા દાઢી બનાવી દઉં?”

image source

ત્યારે સાથે આવેલો એ કાકાનો દીકરો તેમને પૂછે છે કે,“પાપા આ એક છોકરી થઈને અસ્તરો ચલાવશે?” પિતા પોતાના દીકરાને ખૂબ સરસ જવાબ આપે છે, “ બેટા, અસ્તરા ને ક્યાં એવી ખબર કે તેને ચલાવનાર પુરુષ છે કે સ્ત્રી..?” પછી આ સાંભળી એ યુવતી શેવિંગ કરવા લાગી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ