વેલેન્ટાઇન ડેનું કાઉન્ટડાઉન શરૂ: આજે રોઝ-ડે

પ્રેમ અને રોમાન્સનો વેલેન્ટાઇન વીક આજ(૭ ફેબ્રુઆરી)થી શરૂ થઈ ગયું છે. આખી દુનિયાના લવર્સ માટે આ અઠવાડિયુ ૧૪ ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ વેલેન્ટાઇન અઠવાડિયાની શરૂઆત ૭ ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી થાય છે અને આ અઠવાડિયાની સમાપ્તિ ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇનના દિવસે થાય છે.

image source

રોઝ ડેથી આ વીકની શરૂઆત એટલા માટે પણ કરવામાં આવે છે કેમકે રોઝ પોતાનામાં જ એક પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે કપલ એકબીજાને લાલ ગુલાબનું ફૂલ આપીને તેને પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. લાલ ગુલાબની સાથે જ કેટલાક પ્રેમભર્યા મેસેજ પણ મોકલે છે.

image source

પ્રેમની શરૂઆત ગુલાબના ફૂલ આપીને કરવા પાછળ એમ પણ માનવામાં આવે છે કે વિક્ટોરિયાઈ લોકો પ્રાચીનકાળમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે એકબીજાને ગુલાબનું ફૂલ આપતા હતા. ગુલાબના આ ફૂલ ઘણા રંગોમાં મળી આવે છે જેમાંથી લાલ રંગના ગુલાબનો ઉપયોગ સૌથી વધારે પ્રેમના ઇઝહાર માટે કરવામાં આવે છે.

પરંતુ કેટલાક લોકોના મનમાં એ પણ દુવિધા હોય છે કે તેઓ પોતાના પ્રેમીને કયા રંગનું ગુલાબ ભેટ તરીકે આપવું જોઈએ? તો ચાલો હવે જાણીશું કયા રંગના ગુલાબનું શું મહત્વ ધરાવે છે?:

રેડ રોઝ :

image source

આ રંગ પ્રેમનો અને કોઈના પ્રત્યે આકર્ષણ અને પોતાના મનના આવેગોનો ઇઝહાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે કોઈને ‘આઈ લવ યુ’ બોલવું છે તો આપ આ રેડ રોઝ આપીને જ બોલી શકો છો.

પિન્ક રોઝ:

image source

પિન્ક રોઝ કોઇની કૃપા કે કોઈના મહત્વને માનવના રૂપમાં આપવામાં આવે છે. આ એક ખુશીનો ઇઝહાર પણ કરી શકાય છે.

યેલો રોઝ:

image source

યેલો રોઝ એટલે કે પીળા રંગના ગુલાબને દોસ્તીનું પ્રતિક હોય છે. આ પીળા ગુલાબનો ઉપયોગ આપ ફ્રેંડશિપ જાળવવા માટે કે દોસ્તી કાયમ રાખવાના ઇઝહારના રૂપમાં આપવામાં આવે છે.

વાઇટ રોઝ:

image source

સફેદ રંગના ગુલાબ શાંતિ અને એકતાનું પ્રતિક છે. પશ્ચિમી દેશોમાં મોટાભાગના લગ્ન સમારંભમાં સફેદ રંગના ગુલાબનો જ ઉપયોગ કરાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ