સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો, ખાસ ધ્યાન રાખો તમારા બાળકનું, વાંચી લો સુરતમાં બની એવી ઘટના કે…

સુરતમાં એક એવી ઘટના બની છે જે ફક્ત સુરત જ નહિ પણ દરેક માતાપિતા માટે લાલબતી સમાન બનાવ સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચાર મહિનાની બાળકીને માતાપિતાએ ડેન્ગ્યુ અને મેલેરિયાની દવા પીવડાવી હતી. ત્યારબાદ રાતે બાળકી ખૂબ રડવા લાગી હતી. બાળકીને રડતાં જોઈને માતાએ બાળકીને સ્તનપાન કરાવીને સુવડાવી દીધી હતી. રાતે બાળકી સૂઈ ગઈ તે પછી બાળકી સવારે પણ ઉઠી જ નહિ.

image source

ત્યાર પછી માતાપિતા બાળકીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ હોસ્પિટલમાં જ્યારે બાળકીને તપાસ્યા પછી ડોક્ટરે તે બાળકીને મૃત જાહેર કરી હતી. પરંતુ જ્યારે માતાપિતાને પૂછવામાં આવ્યું કે બાળકીને છેલ્લે કઈ વસ્તુ આપવામાં આવી હતી? તો આ વાતનો માતાપિતાએ જે જવાબ આપ્યો તે સાંભળીને ખુદ ડૉક્ટર પણ ચોંકી ગયા હતા. માતાપિતા તેમની એકની એક દીકરીને ગુમાવતાં હોસ્પિટલમાં જ ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

image source

આ ઘટનાની વિસ્તારમાં વાત જાણીએ તો, મૂળ મહારાષ્ટ્રના નિવાસી મુકેશ પાટિલ લિંબાયત વિસ્તારના સંજય નગર પાસે રહે છે અને મિલેનિયમ માર્કેટમાં એક સેલ્સમેન તરીકે જોબ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ગઇકાલ બપોરે તેમની સોસાઇટીમાં કોઈ અજાણી વ્યક્તિ સરકારી કર્મચારી બનીને આવી હતી. આ વ્યક્તિએ રૂપિયા ૧૨૦ માં ડેન્ગ્યુ અને મેલેરિયાની દવા આપી હતી.

આ દવા બાળકીને પીવડાવવમાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ડોકટરો મૃતક બાળકીના માતપિતાનું આવું નિવેદન સાંભળીને નવાઈ પામી ગયા હતા. ત્યાર બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ આવી કોઈપણ રસી કે ટીપા પીવડાવવાના કોઈ પૈસા લેવાતા નથી.

image source

હાલમાં બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. પીએમ થયા પછી જ બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે. આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે આ ઘટના દરેક માતાપિતા માટે એક લાલબતી સમાન છે. એક ઝોલાછાપ વ્યક્તિ પાસેથી દવાઓ લઈને આપને આપના વ્હાલસોયા બાળકોનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

ત્યારે પરિવારની એકની એક દીકરીનું આમ શંકાસ્પદ મૃત્યુ થતાં માતાપિતા શોકમગ્ન થઈ ગયા છે. તેમજ ખૂબ જ રડી રહ્યા છે આ જોઈને કેટલાય લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ