ના હોય! આ દેશમાં મળે છે માત્ર 77 રૂપિયામાં ઘર, ખબર છે તમને?

જો તમે કોઈ સૌંદર્ય મજાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો આપના માટે આજે અમે એક દિલ ખુશ થઇ જાય તેવા સમાચાર લઈને આવ્યા છીએ.

image source

આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા દેશ વિષે જણાવવાના ચીજે જ્યાં ફક્ત 77 રૂપિયામાં એક સરસ મજાનું પોતાનું ઘર ખરીદી શકાય છે. જો કે એ માટે તમારે થોડી શરતોનું પાલન કરવું ફરજિયાત છે.

તો વિશ્વમાં કયો છે એવો દેશ અને કઈ છે તેની શરતો ? આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

વાત છે મોટા મોટા સિલીબ્રીટીનાં વેડિંગ ડેસ્ટિનેશન માટે પ્રખ્યાત એવા ઇટાલી દેશની. અહીં માત્ર એક યુરો એટલે કે લગભગ 77 રૂપિયામાં તમે એક આલીશાન ઘર વસાવી શકો છો.

જો કે તેના માટે શરત પણ છે. અને શરત એ કે મને જે ઘર સોંપવામાં આવે તેને રિનોવેટ કરાવવાની જવાબદારી તમારી અને તે ઘરમાં તમારે રિનોવેટનું કામ વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી કરાવી લેવું ફરજીયાત છે. જો કોઈ આ શરતનું પાલન ન કરે તો તેની પાસેથી ઘર પરત લઇ લેવામાં આવશે.

લોકો ગ્રામીણ વિસ્તાર છોડી રહ્યા છે

image source

ઈટાલીના મુસોમેલી શહેરમાં આવેલા અંદાજિત 100 જેટલા ઘરોને વેંચાણ અર્થે ઓનલાઇન જાહેરાતમાં મુકવામાં આવ્યા છે. ત્યારબાદ હજુ બીજા 400 જેટલા ઘરો પણ આ જ રીતે વેંચવા તૈયારી દર્શાવાઈ રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીંના લોકો ગ્રામ્ય પંથક છોડી શહેરી વિસ્તારમાં વસવાટ કરવા પલાયન કરી રહ્યા છે અને આ વિસ્તાર ખાલી થઇ રહ્યો છે. માટે આ વિસ્તારને ફરીથી ધમધમતો રાખવા આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.

મુસોમેલી શહેરનો છે આહલાદક નજારો

image source

ઉલ્લેખનીય છે કે ઈટાલીના મુસોમેલી શહેરમાં અનેક નાના નાના ઘરો આવેલા છે જેને દૂરથી જોતા આકર્ષક અને આહલાદક નજારો જોવા મળે છે. ઘરો ભલે નાના નાના હોય પણ તેની અંદર બેડરૂમ સહિતની વ્યવસ્થા પણ છે. એક અંદાજ મુજબ જો આ ઘરને રિનોવેટ કરવાનો ખર્ચ જોઈએ તો પ્રતિ સ્કવેર ફૂટ લગભગ 7 હજાર રૂપિયા જેટલો થાય છે.

77 રૂપિયામાં ઘર ખરું પણ…

 

image source

તમને અહીં 77 રૂપિયા એટલે કે એક યુરોમાં ઘર મળી જાય એ વાત સાચી પણ એ માટે તમારે સિક્યોરિટી મની તરીકે 5.5 લાખ જમા કરાવવા જરૂરી છે. એ સિવાય એડમીન કોસ્ટના 2.7 લાખ રૂપિયા પણ જમા કરાવવા જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મુસોમેલી શહેરમાં અનેક ઐતિહાસિક મહેલો, ચર્ચ અને ગુફાઓ આવેલી છે જેની રક્ષિત કરવા તથા શહેરને ફરી હર્યુંભર્યું કરવા સરકાર દ્વારા આ સ્કીમ રજૂ કરાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ