મકાનને કરાવ્યો કલર, અને મકાન માલિકે રૂપિયા ના આપતા કર્યુ કંઇક એવુ કે..

ઇંગ્લેન્ડના ડર્બીશાયર શહેરમાં એક ઘરની દીવાલો પર લખેલું લખાણ હમણાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે.

image source

લોકો આ ઘરની તસવીરો સાથે ઘરની દીવાલો પર લખેલું લખાણ વાંચી નવાઈ પામી રહ્યા છે અને જે વ્યક્તિએ આ લખાણ લખ્યું છે તેના વખાણ પણ કરી રહ્યા છે. તો કોણે લખ્યું છે આ લખાણ શા માટે લખ્યું છે ? આવો જરા વિસ્તારથી જાણીએ.

વાત જાણે એમ છે કે ઈંગ્લેન્ડના ડર્બીશાયર ખાતે એક મકાનમાં મકાન માલિકે પેન્ટિંગ કામ કરાવ્યું હતું. પરંતુ જે કારીગર પાસે તેણે પેન્ટિંગ કામ કરાવ્યું તેને કામના પૈસા ન ચૂકવ્યા. આથી કારીગરે એક યુક્તિ વાપરી અને મકાનની દીવાલો પર એક ખાસ મેસેજ આપતું લખાણ મોટા અક્ષરે લખી નાખ્યું.

image source

જે કારીગરે આ મકાનનું પેન્ટિંગ કર્યું તેનું નામ ડિન રિવ્સ છે. અને જેનું મકાન પેન્ટિંગ કર્યું તે મકાન માલિકીનું નામ ટેરી છે. ટેરીના મકાન પર ડિન રિવ્સએ જે લખાણ લખ્યું તેનો ગુજરાતી અનુવાદ કઈંક આવો છે. ” જો તમારે તમારું ઘર પેન્ટિંગ કરાવવું હોય તો ટેરી (મકાન માલિકનું નામ) જેવા ન બનતા, ચુકવણું જરૂર કરજો, અને હવે તમે ચુકવણું કરશો જ. ”

image source

ડિન રિવ્સનું કહેવું છે કે થોડા સમય પહેલા જયારે તેને ડર્બિશયારના બોલ્સ ઓવરમાં નોર્થ સ્ટાર ક્લબની દીવાલો પેન્ટિંગ કરવાનું કામ મળ્યું હતું ત્યારે મકાન માલીક ટેરીએ કામ પૂરું થાય ત્યારે 500 પાઉન્ડ (એટલે કે લગભગ 46023 ભારતીય રૂપિયા) નું ચુકવણું આપવાનું નક્કી કર્યું હતું. પેન્ટિંગના કામ દરમિયાન પણ ટેરીએ એમ જણાવ્યું હતું કે પેન્ટિંગ કરવાના પૈસા તમને ત્યારે જ મળશે જયારે કામ પૂરું થઇ જાય.

image source

માટે ડિને એક સપ્તાહ સુધી લંચ બ્રેક લીધા વિના સતત કામ કર્યું. પરંતુ જેવું કામ પૂરું થયું કે ટેરીએ પૈસા આપવામાં ગલ્લા તલ્લાં કરવાનું શરુ કર્યું. ડિન જયારે પણ તેની પાસેથી પૈસા માંગતો ત્યારે ટેરી કોઈને કોઈ બહાનું બનાવી લેતો. માટે ડિન રિવ્સએ પોતાના પૈસા કઢાવવા માટે આ કામ કર્યું. ”

બીજી બાજુ ટેરીનું એવું કહેવું છે કે તેનો ઈરાદો એવો નહોતો કે ડિન રિવ્સના પૈસા પોતાની પાસે રોકી રાખે, અને વાયદા મુજબ તે કામ પૂરું થયું એટલે પૈસા આપવાનો જ હતો.

આ મામલે હવે ડિન રિવ્સના આ કામથી મકાન માલીક ટેરી ગુસ્સે ભરાયો છે અને હવે તે ડિન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ