આ દેશમાં વસે છે 50 લાખની વસ્તી, તેમ છતા તમે નહિં જાણતા હોવ આ દેશનું નામ

ઉત્તર કોરિયા વિશે તો મોટાભાગના લોકો જાણે છે કે ત્યાંના શાસક કિમ જોંગને કારણે આ દેશ વિશ્વના અનેક દેશોથી સાવ અલજ જ પડી ગયો છે. પરંતુ એ સિવાય પણ એક દેશ એવો છે જે વિશ્વથી કપાયેલો છે.

image source

આ દેશનું નામ તુર્કમેનિસ્તાન છે. જોયુને દેશનું નામ વાંચીને જ નવાઈ લાગી ને ? ઘણા ખરા વાંચકો માટે તો આ પહેલી વખત જ હશે કે તેમણે આ દેશનું નામ સાંભળ્યું હોય.

આગળ વધીએ, મધ્ય એશિયામાં આવેલો આ તુર્કમેનિસ્તાન દેશ છેલ્લા લગભગ 28 વર્ષથી વિશ્વથી કપાયેલો છે. તેનું અન્ય એક નામ તુર્કમેનિયા પણ છે. વર્ષ 1991 સુધી આ દેશ સોવિયત સંઘનું એક ઘટક ગણતંત્ર હતું ત્યારબાદ સોવિયત યુનિયનથી અલગ પડતા આ દેશનું શાસન સપરમારુત નિયાજોવના હાથમાં આવ્યું હતું.

શાસનમાં અતિશયોક્તિ

image source

એવું કહેવાય છે કે તુર્કમેનિસ્તાનની સત્તા જ્યારે સપરમારુત નિયાજોવના હાથમાં આવી તો તેણે લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાને બદલે અલગ અલગ પ્રકારના તુખધલી આદેશો આપી પ્રજાને બાનમાં લઈ લીધી હતી.

વાયકાઓ અનુસાર સપરમારુત નિયાજોવના સત્તાના સમયે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પર પણ મુશ્કેલી વેઠવી પડતી. એ સિવાય તેના અધિકારો માટે સરકાર સામે અવાજ પણ ઉઠાવી શકાતો નહોતો. હાલ અહીં લગભગ અનેક સ્થળોએ રાષ્ટ્રપતિના ફોટાના પોસ્ટર લગાવેલા જોવા મળે છે.

સરકાર સંવેદનશીલ પણ છે.

image source

આ દેશની વિચિત્રતા એ છે કે એક બાજુ જ્યાં સરકાર દ્વારા પ્રજા પર દબાણ કરાતું હોવાનું ચિત્ર ઊભું થાય છે ત્યાં બીજી બાજુ સરકાર પોતે પ્રજા માટે સંવેદનશીલ છે તેવું પણ જોવા મળે છે. અહીં સ્થાનિક લોકોને મફત પ્રાકૃતિક ગેસ સહિતની અનેક સુવિધાઓ સરકાર તરફથી મળે છે.

તુર્કમેનિસ્તાનની વસ્તી 50 લાખની

image source

67 ટકા જેટલા તુર્કીશ લોકોની બહુમતી ધરાવતા આ તુર્કમેનિસ્તાન દેશની વસ્તી અંદાજીત 50 લાખની છે અને તેમનો મુખ્ય વ્યવસાય કૃષિ આધારિત છે. આ દેશ અન્ય દુનિયા માટે બહુ ઓછો જાણીતો છે તેમ છતાં અહીં ફરવાના શોખીન પર્યટકો રજાઓ ગાળવા અહીં આવે છે.

image source

જો કે અહીંના સ્થાનિક નાગરિકોને સીમિત અધિકારો હોવાને કારણે આ દેશને લોકોની ટીકાનો ભોગ બનવું પડે છે. ભારતની હિન્દી ભાષાનું પણ અહીં સારું એવું જોર છે. આપણી બૉલીવુડ ફિલ્મો પણ અહીં પ્રસારિત કરાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ