જાણો કેવી રીતે આ 8 વર્ષનો ટેણીયો કમાણી બાબતે નિકળી ગયો બધા કરતા આગળ, અને બીજા રહી ગયા પાછળ

મોટાભાગના લોકો પોતપોતાના ક્ષેત્રમાં દિવસભર મહેનત કરી ક્ષમતા મુજબનું કમાવવા પ્રયત્નશીલ રહેતા હોય છે. વ્યવસાયની દુનિયા એવી છે કે તેમાં અમુક લોકો રોજે રોજનું કમાઈ રોજે રોજ ખાઈ માંડ બે છેડા ભેગા કરતા હોય છે જ્યારે અમુક લોકો થોડા દિવસો કે વર્ષની મહેનત કરીને 5 કે 7 પેઢી સુધી ચાલે એટલું કમાઈ લે છે.

આ બાબતે ઉંમરનું પણ એટલું મહત્વ છે ક્યારેક 70 વર્ષના વેપારી એટલું નથી કમાઈ શકતા જેટલું 25 વર્ષનો યુવાન કમાઈ લેતો હોય.

image source

આજના આ આર્ટિકલમાં અમે આપને એક એવા બાળક વિશે વાત કરવાના છીએ જેણે 2019 ના વર્ષમાં 1,84,80,28000 રૂપિયાની કમાણી કરી છે.

કોણ છે આ બાળક અને કયો છે તેનો વ્યવસાય ? આવો વિગતવાર જાણીએ.

માત્ર 8 વર્ષના રાયન નામના બાળકે આગામી બે સપ્તાહમાં પુરા થઈ રહેલા વર્ષ 2019 માં કુલ 26 બિલિયન યુએસ ડોલરની કમાણી કરી છે. તેને જો ભારતીય રૂપિયા સાથે મુલવવામાં આવે તો તે 2019 ના વર્ષમાં 1,84,80,28000 રૂપિયા કમાયો છે.

image source

તમને થશે કે માત્ર 8 વર્ષની ઉંમરમાં વળી આ બાળક એવો કયો વ્યવસાય કરતો હશે કે આટલા બધા મબલખ રૂપિયા કમાઈ શકે છે?

તો તેની હકીકત એવી છે કે આજથી 4 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2015 માં રયાને તેના મમ્મીને પૂછ્યું કે કેટલાય બાળકો રમકડાના રીવ્યુ આપી તેના વિડીયો શૂટ કરે છે અને તે વિડીયો યુટ્યુબ પર અપલોડ કરી રૂપિયા કમાય છે તો હું કેમ આવું ન કરી શકું?

image source

હાલમાં 8 વર્ષનો પરંતુ એ સમયે 4 વર્ષની ઉંમર ધરાવતા રયાનની આ વાત તેના મમ્મીએ બહુ ગંભીરતાથી લીધી. અને પોતાના દીકરાને જે ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા હતી તેમાં સંપૂર્ણ સહકાર આપવાનું નક્કી કર્યું.

ત્યારે તેણી હાઈસ્કૂલમાં કેમીસ્ટ્રી ટીચરની નોકરી પણ કરતા હતા. પરંતુ પોતાના દીકરા માટે રયાનના મમ્મીએ એ નોકરી છોડી દીધી અને રયાનની યુટ્યુબ ચેનલ “રયાન’ઝ વર્લ્ડ” ક્રિએટ કરી તેમાં રયાનના વિડીયો અપલોડ કરવા શરૂ કર્યા.

image source

આજે “રયાન’ઝ વર્લ્ડ” યુટ્યુબ ચેનલને ચાર વર્ષનો સમયગાળો વીતવા આવ્યો છે. આ દરમિયાન આ ચેનલને 23 મિલિયન યુટ્યુબ યુઝરો સબ્સ્ક્રાઇબ કરી ચુક્યા છે.

રયાનની આ ચેનલમાં તે વિવિધ રમકડાઓના રીવ્યુ, ફની વિડીયો, સાયન્સ એક્સપેરિમેન્ટ, ડુ ઇટ યોરસેલ્ફ (DIY) ક્રાફટ તથા બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પડે તેવા વિડીયો મુકતો રહે છે.

image source

ઉપરાંત રયાન જે રમકડાનો રીવ્યુ કરી લે તે રમકડાઓ તે સ્થાનિક ચેરીટીને દાન પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ