કેન્સરથી લઇને આ અનેક મોટી બીમારીઓથી બચવા દિવસમાં રાખો બસ આટલુ ધ્યાન

આરોગ્ય પરત્વે થોડી કાળજી કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવી શકે છે.

આપણે સૌ જાણીએ છીએ કે કેટલીક બીમારીઓ એવી છે જેને જીવનશૈલીમાં થોડા ઘણા બદલાવ કરવાથી નિયંત્રણમાં રાખી શકાય છે.બ્લડપ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ મેદસ્વિતા અને હાલમાં થયેલા સંશોધન મુજબ કેન્સર જેવી બીમારીઓ પણ દૈનિક શૈલીમાં થોડો ઘણો બદલાવ લાવવાથી તેમજ પોષક આહાર અને હળવી કસરત નો જીવનચર્યામાં ઉમેરો કરવાથી દૂર રાખી શકાય છે.

image source

આત્મનતન વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર મનોજ કોઠારી ના જણાવ્યા મુજબ સમતોલ આહાર અને પૂરતી નિદ્રા દ્વારા ઘણી બધી બીમારીઓને નિયંત્રિત કરી શકાય છે. ડોક્ટર મનોજ કોઠારી જણાવે છે કે ઘણી બધી બીમારી એવી છે જેની સારવાર દવાઓ દ્વારા કરવી એક લાંબી પ્રક્રિયા સાબિત થાય છે. ઉપરાંત દવાઓનું લાંબું લિસ્ટ શરીરમાં અન્ય આડઅસરો પણ ઊભી કરી શકે છે. પરંતુ લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ લાવવાથી જટિલ બીમારીઓથી બચી શકાય છે અને રોગમુક્ત સ્વસ્થ જીવન જીવી શકાય છે.

image source

લાઇફ સ્ટાઇલમાં કરેલું પરિવર્તન મન શરીર અને આત્મા ત્રણે માટે સુખદાયક નીવડે છે.

કેન્સર જેવી ભયાનક બિમારીને પણ દિનચર્યામાં પરિવર્તન લાવવાથી અટકાવી શકાય છે. કેન્સર એક જટિલ રોગ છે. યુએને દર્શાવેલા આંકડા મુજબ પ્રતિદિન ચારમાંથી એક મૃત્યુ કેન્સરના કારણે થાય છે.કેન્સરને રોકવા ના ઉપાયો માં પૌષ્ટિક આહાર વધુ કારગત નીવડે છે કારણ તે શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. જંકફૂડ થી શરીરમાં જમા થતા ટોકસિકથી શરીરને બચાવે છે. શુગરની માત્રાને પણ નિયંત્રણમાં રાખે છે.

image source

અનિયમિત જીવનશૈલી, આહારમાં વધુ પડતા શું કરવા વાળા તેમજ ચરબી યુક્ત પદાર્થો ઉપરાંત અતિ પ્રદૂષિત વાતાવરણ તેમજ તમાકુ અને આલ્કોહોલ જેવી કુટેવ કેન્સર ઉત્પન્ન કરતા મુખ્ય પરિબળ છે.તાજા શાકભાજી અને ફળોમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો કેન્સર સામે ખાસ સુરક્ષા પૂરી પાડે છે. ખાસ કરીને એવાકાડો ફળ કેમોથેરાપી થી થતી સાઈડ ઇફેક્ટને દૂર કરવા ઉપયોગી છે.

image source

જવારાનો રસ પણ તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ તેમજ પોષક તત્વોને કારણે રેડિએશન અને કેમોથેરાપીથી ઉત્પન્ન થતી આડ અસરોને ઓછી કરે છે તેમ જ શરીરને ઠંડક તથા પોષણ પૂરું પાડે છે. અળસી પણ કેન્સરના કોષોને ફેલાતા અટકાવવામાં મદદરૂપ છે. કોલેસ્ટ્રોલને કારણે થતા કેન્સર ની માત્રા ઓછી કરવામાં રેશાયુક્ત એટલે કે ફાઇબર વાળો આહાર ઉપયોગી છે. લસણ , ઓલિવ, હળદર ,આદુ તેમજ માછલી જેવા પદાર્થો પણ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.

image source

ડાયાબિટીસ એ પણ વૈશ્વિક રીતે સારો એવો ફેલાવો કર્યો છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જે માણસને ધીરે ધીરે અંદરથી કોરી ખાય છે. ડાયાબિટીસ માણસના અન્ય અવયવો પર પણ ઘાતક અસર કરે છે. ડાયાબિટીસ થતો રોકવા માટે આહાર નિયંત્રણ અત્યંત જરૂરી છે. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે ઉપરાંત રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેડ ,વધુ પડતા ગળ્યા પદાર્થો અને પ્રોસેસ્ડ ફૂડ તથા આલ્કોહોલ પણ ડાયાબિટીસ માટે કારણભૂત બને છે.

image source

રેશાયુક્ત ફળ, શાકભાજી ખાસ કરીને પાંદડાવાળી ભાજીઓ ડાયાબિટીસ રોકવામાં અસરકારક પરિણામ આપે છે. પૂરતા પ્રમાણમાં લીધેલી ઊંઘ પણ લોહીમાં માત્રાને નિયંત્રિત કરે છે. ઓછામાં ઓછી છ કલાક ઊંઘ લેવાથી ડાયાબિટીસનું જોખમ ટાળી શકાય છે.

સીલીએક રોગ

image source

સીલીએક રોગનું મુખ્ય કારણ ગ્લુટેન છે. ગ્લુટેન ફ્રી ડાયેટ તેમજ તાજા શાકભાજી ,ફળ તથા સૂકા મેવા ઉપરાંત પ્રોટીનયુક્ત પદાર્થોનો ખોરાકમાં સમાવેશ કરવાથી આ રોગને રોકી શકાય છે. સીલીએક રોગની ખબર પડ્યા બાદ પણ હેલ્ધી ડાયટ ફોલો કરવી જરૂરી હોય છે.

ઓટીઝમ

image source

ઓટીઝમ મગજ સાથે જોડાયેલી બીમારી છે. એક પ્રકારનું માનસિક અસંતુલન કહી શકાય જે બાળકોમાં વિશેષ જોવા મળે છે. ખોરાકમાં આયર્ન ,મેગ્નેશિયમ જેવા પોષક તત્વો વિશેષ માત્રામાં લેવાથી બાળકોના મગજનો વિકાસ થઈ શકે છે અને ઓટીઝમનુ જોખમ ઘટે છે. બાળકોના આહારમાં fatty fish તેમજ nuts સામેલ કરવાથી પણ ઓટીઝમનું પ્રમાણ ઘટે છે.

હૃદયરોગ

image source

અનિયમીત આહાર ઉપરાંત આહારમાં વિશેષ ચરબીના સમાવેશથી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધે છે, જે હૃદયની નળીઓમાં બ્લોકેજ થવાનું જોખમ વધારે છે. ખોરાકમાં માછલી તેમજ ઓમેગા થ્રી ફેટી એસિડના સમાવેશથી હૃદય સંબંધી વિકારો અને બીમારીઓનું જોખમ ટાળી શકાય છે . સંતુલિત આહાર અને હળવી કસરત પણ લોહીમાં ચરબીનું પ્રમાણ ઘટાડે છે જેને કારણે કોલોસ્ટ્રોલ નિયંત્રિત રહે છે અને હૃદયરોગના ખતરાથી બચી શકાય છે.

પૌષ્ટિક અને સમતોલ આહાર, કસરત અને પૂરતી ઊંઘ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ