આ નાનકડી છોકરીના અક્ષર છે અતિ સુંદર, તસવીરો જોઇને તમે બોલી ઉઠશો WOW!

આ દીકરીના અક્ષર જોઈ તમને વિશ્વાસ નહીં થાય કે તે કંપ્યુટરની પ્રિન્ટઆઉટ છે કે પછી હાથે લખેલા છે

તમે જ્યારે ક્યારેય પણ તમારું હોમવર્ક કરતાં હોવ અથવા તો કંઈ લખતા હોવ તો તમારા હેન્ડરાઇટીંગને તરત જ જજ કરવામાં આવે છે. જો તમારા અક્ષર સુંદર હોય તો તેના ખુબ વખાણ કરવામાં આવે છે અને જો ખરાબ હોય તો તમને ટકોર કરવામાં આવે છે. અને જો તમારા માથા પર તમારી માતા ઉભી હોય અને તમે કંઈ લખતા હોવ તો એકાદ બે ટપલી તો તમને તમારા ખરાબ અક્ષર માટે પડી જ જતી હોય છે. તમે પણ તમારા બાળકોને અવારનવાર તેમના હેન્ડરાઇટીંગ માટે ટકોર કરતાં હશો. અને જો આપણા બાળકના અક્ષર સુંદર હોય તો આપણને તેનો ખુબ ગર્વ થતો હોય છે.

image source

પણ જ્યારે તમે કોઈ એવા અક્ષર જુઓ જેને જોઈને તમને વિશ્વાસ જ નથાય કે તે ખરેખર કોઈના હાથે લખેલા છે કે પછી કંપ્યુટરની કોઈ પ્રિન્ટઆઉટ છે. અમને નથી લાગતું કે તમે આવા અક્ષર ક્યારેય પણ જોયા હોય. કારણ કે એવા લોકો ઘણા ઓછા જોવા મળે છે જેના અક્ષરો જાણે કોમ્પ્યુટર પર કોઈ સ્પેશિયલ ફોન્ટને પસંદ કરીને ટાઇપ કર્યા હોય તેવા હોય.

image source

આજે તો લોકો પોતાના કે પછી પોતાના બાળકોના હેન્ડરાઇટીંગ પર એટલું ધ્યાન નથી આપતા જેટલું આપવું જોઈએ કારણ કે હવે લોકો લખવાની જહેમત નથી ઉઠાવતા પણ કમ્પ્યુટર દ્વારા ટાઇપ કરાવીને સીધી જ પ્રીન્ટઆઉટ લઈ લે છે. શાળાઓમાં તો હજુ હાથે જ લખાવવામાં આવે છે પણ કોલેજમાં તો હવે કોઈ પણ પ્રોજેક્ટ સીધા કંપ્યુટરના કોઈ સોફ્ટવેરથી ટાઇપ કરાવવાનો જ આગ્રહ રાખવામાં આવે છે.

image source

પણ આ નેપાળી દીકરીના હસ્તાક્ષરો જોઈ તમે તેને વારંવાર જોવાનું પસંદ કરશો અને બે ત્રણવાર તમારી આંખો પણ ચોળી લેશો કે કે તે ખરેખર હાથે જ લખેલા છે કે પછી ટાઇપ કરવામાં આવ્યા છે. આ હેન્ડરાઇટીંગ નેપાળની એકનાનકડી દીકરીના છે. તેણીનું નામ છે પ્રકૃતિ મલ્લા.

image source

પ્રકૃતિ મલ્લા નેપાળની સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેના હેન્ડરાઇટીંગ જોઈ તેના શિક્ષકો તેમજ તેના સહપાઠીઓ તેમજ તેના માતાપિતા અને મિત્રો પણ તેના પર વારી જાય છે. અને તેની આ જ હેન્ડરાઇટીંગ સ્કિલના કારણે તેણી માત્ર નેપાળમાં જ નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે.

image source

શાળા કે કોલેજમાં પરિક્ષા આપતી વખતે જો તમારા અક્ષર સુઘડ અને સુવાચ્ય હોય તો શિક્ષકને તેને વાંચવાની મજા આવે છે. પણ જો તમારા હેન્ડરાઇટીંગ ઉકલે તેવા ન હોય વ્યવસ્થિત રીતે લખાયેલા ન હોય તેમાં જરા પણ ડીસીપ્લીન ન દેખાતી હોય તો પેપર તપાસનાર વ્યક્તિનું મગજ ભમી જાય છે. અને તે તમે સાચું લખ્યું હોય તો પણ તમારી ખરાબ હેન્ડ રાઇટીંગના કારણે 4-5 માર્ક્સ તો કાપી જ લે છે.

image source

આજે સુંદર હસ્તલીપી એટલે કે હેન્ડરાઇટીંગની જે કળા છે તે લગભગ મરી જ પરવારી છે અને પ્રકૃતિ જેવી છોકરીએ તેને જીવંત રાખી રહી છે.

પ્રકૃતિને તેની આ કળા માટે નેપાળની સરકાર તરફથી એક અવોર્ડ પણ આપવામાં આવ્યો છે અને સોશિયેલ મિડિયાના પ્લેટફોર્મ દ્વારા તેને દેશ વિદેશથી તેના સુંદર હસ્તાક્ષરો માટે બીરદાવવામાં પણ આવી રહી છે.

image source

પ્રકૃતિ મલ્લાના હેન્ડરાઇટીંગને વિશ્વના સૌથી સુંદર હસ્તાક્ષરો માનવામાં આવે છે. હજારો લોકોએ સોશિયલ મિડિયા પર તેણીના અદ્ભુત હેન્ડરાઇટીંગની તસ્વીરો શેર કરી છે. કેટલાકે તો માઇક્રોસોફ્ટને ભલામણ પણ કરી છે કે તેઓ પ્રકૃતિના હેન્ડરાઇટીંગના ઓફિશિયલ કંપ્યુટર ફોન્ટ પણ બનાવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ