બાળક મોટાપાનો શિકાર થતા જ માતા-પિતા મુકાઇ જાય છે ટેન્શનમાં, પણ આ ટિપ્સથી કરી દો તેને દૂર…

આ 4 ટિપ્સથી જાણો બાળકોને કેવી રીતે મોટાપાથી હંમેશ માટે દૂર રાખી શકાય

image source

બાળકોમાં મોટાપાની સમસ્યા ઘણી બધી બીમારીઓનું કારણ બની જાય છે.

એલ .એ હેલ્થ કેરના ડો રિચાર્ડ સિડ્મન પીડિયાટ્રિશિયન અને ચીફ મેડિકલ ઓફિસર મત મુજબ બાળકોમાં મોટપાને કારણે હાઇ બ્લડ પ્રેશર અને હાઇ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારી થવાનું જોખમ વધી જાય છે.

જોઇએ તો આવી બધી બીમારીઓ મોટી ઉમરમાં જ દેખાય છે. આવા બાળકોને શ્વાસ લેવામાં કે જોઇંટ્સની સમસ્યાનો ખતરો પણ ખૂબ જ વધી જાય છે.

image source

જેકોબ્સ સ્કૂલ ઓફ મેડિસિન અને બાયોમેડિકલ સાયન્સના પ્રોફેસર અને અભ્યાસના સહ લેખક કાઇ લિંગ કાંગ અને એમની ટીમના મત મુજબ એવી મહિલાઓ જે પ્રેગનેન્સીના સમયે સિગારેટ પીવે, દારૂ પીવે અથવા ડ્રગ્સનું સેવન કરે એ મહિલાઓને બરોબર ન્યુટ્રીસીયન નથી મળી શકતું જેને કારણે બાળકોમાં મોટાપાનો ખતરો વધી જાય છે જેથી કરીને વધતી ઉંમરની સાથે બાળકોને બીમારીઓનો સામનો પણ કરવો પડે છે.

એક અભ્યાસ મુજબ 40% બાળકો 7 વર્ષની ઉમંરમાં જ મોટાપાનો શિકાર બની ગયા. જે મહિલાઓ વધુ પડતી લાગણીશીલ હોય છે એમના બાળકોને પણ આનો ભય રહે છે. આવા બાળકોમાં જલ્દીથી વજન વધવા લાગે છે.

image source

એક અહેવાલ મુજબ બાળકોમાં મોટાપાનો ભય દૂર કરવા માટે કામ લાગશે અને બાળકોના પરિવાજનોંને પણ શીખ મળશે કે બાળકોમાં મોટાપા કેવી રીતે રોકીએ.

હેલેન દેવૌસ ચિલ્ડ્રન હોસ્પિટલના સાયકોલોજિસ્ટ લૂસી સ્મિથના મત મુજબ માતા પિતા બાળકોને આપતા ડ્રિંક્સને સારી રીતે જોઈ તપાસીને આપે કારણકે ડ્રિંક્સમાં કેટલા પ્રમાણમાં ન્યુટ્રિસિયન છે એ તપાસો.

સૌથી જરૂરી એવા એપલ જ્યૂસ અને ઓરેંજ જ્યૂસમાં જ ઘણી બધી માત્રમાં સુગર (ખાંડ)નું પ્રમાણ હોય છે એટલે બને એટલી કોશિશ કરો કે એને વધુ પ્રમાણમાં પાણી કે દૂધની સાથે આપી શકાય.

બાળકોની ખાનપાનનું ધ્યાન રાખો

image source

બાળકોની ખાવાપીવાની વસ્તુઓ પર માતા-પિતાનું ધ્યાન ખૂબ જરૂરી છે. માતા-પિતા બાળકોને ફૂડ આપતા પહેલા તપાસો કે એ જે ખાઈ રહ્યું છે એ એના માટે ફાયદાકારક છે કે નહીં.

એ જે વસ્તુ ખાય એનાથી એનું વજન તો નહીં વધેને. બાળકોને સ્કૂલના લંચ માટે આપતી ચીજોનું પણ ધ્યાન રાખો કે તે એને પસંદ છે કે નહીં.

image source

બાળકોને એમની પસંદનો જ લંચ બનાવીને આપો કે જે સ્વસ્થ હોય અને અનેક પ્રકારના વિટામિન્સથી ભરેલો હોય.

આની સાથે જ સવારે આપતો બ્રેક ફાસ્ટ પણ પૌષ્ટિક અને એમની પસંદ હોય એવો બનાવી આપો.

બાળકોને શાકભાજી અને ફળ ખવડાવો

image source

બાળકોને દરરોજ લીલા શાકભાજી અને ફળ ખવડાવો.

એમને એના પ્રત્યે આકર્ષિત કરો જેના કારણે બાળક ખાવા માટે વિચારે. એને માત્ર એક કે બે વાર ખવડાવવાની કોશિશ ના કરો.

બાળકને લીલા શાકભાજી અને ફળની આદત પડી જાય એવું કરો,

બાળકોને ફાસ્ટ ફૂડ ના આપો

image source

બાળકોને ફાસ્ટ ફૂડ ઘણું પસંદ હોય છે. આના માટે દરેક બાળક હમેંશા પરિવારજનોં પાસે માંગણી કરે જ છે પણ આને અટકાવવું જરૂરી છે.

ફાસ્ટ ફૂડ સ્વાસ્થ માટે સારું તો નથી જ પણ ન્યુટ્રિસિયનની દ્રષ્ટિએ પણ ખરાબ છે. ફાસ્ટ ફૂડ કરતાં તો ઘરનું બનાવેલું ફૂડ બાળકોને આપવું સારું.

image source

બાળકને ભરોસો આપો તમે એના કરતાં પણ સારું ફૂડ ઘરે જ બનાવી આપશો.

રમવા માટે પ્રેરિત કરો

બાળકોને રમવા અને શારીરિક કસરત કરવા માટે પ્રેરણા આપો. શારીરિક કસરત અને રમતના ફાયદા બતાવો.

image source

બાળકોને ઇન્ડોર રમત રમતા રોકો જેથી કરીને ઘરની બહાર જાય અને શારીરિક પ્રવૃતિ કરે. આની સાથે એને પણ જાણકારી આપો કે એ કેવી રીતે એક્ટિવ રહી શકે.

માતા-પિતા પોતે પણ શારીરિક પ્રવૃતિમાં ભાગ લઈને બાળકને પણ પ્રવૃતિ માટે પ્રેરિત કરો. બાળકોને દિવસમાં ઓછામાં ઓછા એક કલાક ઘરની બહાર રમવા મોકલો. જેનાથી બાળકનો વિકાસ સારી રીતે થાય.

image source

શોધકર્તાના જણાવ્યા પ્રમાણે એક વર્ષ પહેલા જ એની સાથે શારીરિક પ્રવૃતિ કરવાની કોશિશ કરો જેથી એનામાં મોટાપાનો ખતરો ઓછો થાય.

આ સાથે જ બાળકનું ડાયટ સારું હોવું જોઇએ અને શારીરિક પ્રવૃતિ જે તમારા બાળકના વજનને મેન્ટેન રાખે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ