આ નાનકડો શેફ રસોઇ બનાવે છે એકદમ ટેસ્ટી-ટેસ્ટી, જોઇ લો વિડીયોમાં તમે પણ

માસુમ સા નન્હા મુન્ના સેફ, જેનું ભોજન ખાઈને વિચાર કરતા રહી જશો.

કોરોના મહામારીના કારણે અત્યારે જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતપોતાના ઘરમાં ભરાયેલા છે. સમય પસાર અક્રવા માટે લોકો રમતથી લઈને જમવામાં કઈક અવનવું કરવાની પરોજણમાં રહે છે. રસોઈમાં એકથી મોટા એક શેફ તમે જોયા હશે અથવા એમના વિશે સાંભળ્યું હશે. પણ આજે અમે કઈક નવું જ આપની માટે લાવ્યા છીએ. અમે આપને એક એવા શેફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ન તો તમે સાંભળ્યું હશે, ન સાંભળ્યા પછી પણ તમે તમારા વાંચ્યા પર વિશ્વાસ કરી શકશો. એ શેફનું નામ છે કોબે…

સોશિયલ મીડિયામાં શેફ કોબેનો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમને વિશ્વાસ નહી આવે કે ન તો આ શેફ કોઈ મહિલા છે કે ન કોઈ પુરુષ. આ શેફ છે એક નાનકડું બાળક. લોકડાઉનમાં જ્યારે મોટા મોટા લોકો રસોડામાં અવનવી વાનગીઓ બનાવતા શીખી રહ્યા છે. ત્યારે આ નાના શેફ લોકોને વિવિધ વાનગીઓ બનાવતા શીખવાડી રહ્યા છે. આ નાના શેફ કોબેને સોશિયલ મીડિયામાં ચારે તરફથી અદભુત વાહવાયી મળી રહી છે. વાયરલ થયેલા વિડીયોમાં કોબે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે.

કોણ છે આ નાનકડો શેફ ?

 

View this post on Instagram

 

A post shared by KOBE EATS (@kobe_yn) on

મૂળ અમેરિકાના રહેવાસી અને નાનકડા આ શેફનું નામ છે કોબે. કોબે અન્ય શેફથી અલગ ટ્રેનર છે, તેઓ પોતાના મસ્તીભર્યા અંદાઝમાં લોકોને પિત્ઝાથી લઈને ચીકન સુધીની વાનગીઓ બનાવતા શીખવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામથી લઈને યુટ્યુબ સુધીના દરેક સોશીય્લ્લ મીડિયા પ્લેટફોર્મ પર શેફ કોબે ભોજન બનાવવાના કારણે બહુ ફેમસ થઈ રહ્યો છે. જો કે ઘણા લોકો તો એની આ કળાને ઈશ્વરનું વરદાન ગણાવી રહ્યા છે.

સામાન્ય બાળકમાંથી શેફ બનવાની આ કળા કોબેમાં ક્યાંથી આવી ?

 

View this post on Instagram

 

A post shared by KOBE EATS (@kobe_yn) on

એક વર્ષનું નાનું બાળક, જેને આપણે રસોડાથી પણ દુર રાખીએ છીએ એવા બાળકમાં શેફ બનવાની હુનર આવી ક્યાંથી? આ પ્રશ્ન દરેક માટે રહસ્ય જેવો છે. જો કે કોબેની અંદર શેફ બનવાની આ કળા ક્યાંથી વિકસી એ પાછળ પણ એક રસપ્રદ સ્ટોરી છે. મા એ બાળકનો પ્રથમ ગુરુ હોય છે, કોબેના જીવનમાં પણ એ જ થયું. કોબેની માતા એશ્લે એક દિવસે કિચનમાં કામ કરી રહી હતી અને કોબે તેની નકલ કરતો હતો. પહેલા તો એશ્લેએ તેના પર ધ્યાન ન આપ્યું. પણ જ્યારે વારંવાર આમ થવા લાગ્યું તો તેણે કોબેને કિચનમાં કંઈ પણ બનાવવાની ખુલ્લી છુટ આપી દીધી. આ રીતે કોબે પણ માની જેમ એક શેફ બની ગયો.

શેફ કોબે દુનિયાભરમાં ફેમસ કેવી રીતે થયો ?

 

View this post on Instagram

 

A post shared by KOBE EATS (@kobe_yn) on

નાનકડા શેફ કોબેને દુનિયાભરમાં ફેમસ કરવાનો શ્રેય પણ તેની માતા એશ્લેને જ જાય છે. એશ્લે જ કોબેના ભોજન બનાવતા વીડિયોને શૂટ કરે છે અને પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈન્સ્ટાગ્રામ પર કોબેના નવ લાખથી પણ વધારે ફોલોવર્સ છે. અહીં સુધી કે કરણ જોહર, આથિયા શેટ્ટી, પ્રાચી દેસાઈ, રિત્વિક ધનજાની અને કવિતા કૌશિક જેવા બોલિવુડ સ્ટાર્સ પણ આ નાનકડા શેફ કોબેને ફોલો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ