તમારા બાળકને છે વધારે ટીવી જોવાની આદત? તો આજથી ચેતી જજો કારણકે…

માતા-પિતા ચેતી જજો ! મેદસ્વીતાનો સીધો જ સંબંધ છે ટીવી જોતાં બાળકો સાથે

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે મોટાઓ કે નાના બન્ને માટે એકધારું ટીવી જોવું અથવા તો અમુક સમય કરતાં વધારે ટીવી જોવું તે યોગ્ય નથી.

તે તમારા શરીરને શારીરિક પ્રવૃત્તિ કરતું અટકાવે છે તમારી ઉંઘના સમયને પણ ઘટાડે છે અને તેનાથી તમને અસ્વસ્થ ખોરાક લેવાની પણ આદત પડે છે.

જે કુટુંબના લગભગ દરેક સભ્યને ખાતા-ખાતા ટીવી જોવાની આદત રહેલી છે

image source

જેના કારણે તેઓ પોતાના ખોરાક પર ધ્યાન નથી આપી શકતાં કાં તો તેઓ ઓછું ખાય છે અથવા તો ટીવી જોતાં જોતાં તેમને એ ખ્યાલ જ નથી રહેતો કે તેમણે કેટલું બધું ખાઈ લીધું છે.

આ ઉપરાંત હવે લોકોને તેમજ બાળકોને ટીવી જોતાં જોતાં કંઈને કંઈ જંક ફૂડ કે પછી તીખો, સ્પાઇસી, તળેલો ખોરાક ખાવાની આદત પડી ગઈ છે.

એક સંશોધન દર્શાવે છે કે મેદસ્વીતાનો સીધો જ સંબંધ ટીવી જોવા સાથે છે. આ સંશોધન ખાસ કરીને બાળકો પર કરવામાં આવ્યું છે.

image source

તેમાં કેટલીક ટેવોને ઓળખવામાં આવેલી છે જેને જીવનના શરૂઆતના વર્ષોમાં મેદસ્વીતા તેમજ શરીરના વધારે પડતાં વજન સાથે સાંકળવામાં આવ્યું છે.

અને આ જ લીંક વહેલી વેળાએ યુવાનીમાં થતાં કાર્ડિયોવાસ્ક્યુલર અને મેટાબોલિક ડિસિઝ સામે ચેતવવામાં મદદરૂપ થાય છે.

આ સંશોધન હેઠળ સંશોધકે એવી પાંચ જીવન શૈલીની આદતોનું નિરિક્ષણ કર્યું છે જેમાં શારીરિક પ્રવૃત્તિઓ, ઉંઘવાનો સમય, ટીવી જોવાનો સમય, શાકભાજી આધારિત ખોરાક અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું સેવન.

image source

જે બાળકો ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે એટલે કે ઓછા સક્રીય હોય છે અને વધારે સમય ટીવીની સામે પસાર કરે છે તેઓ માત્ર ચાર વર્ષની ઉંમરે મેદસ્વીતાના જોખમનો શિકાર બને છે અને સાત વર્ષે મેટાબોલિક સિન્ડ્રોમનો ભોગ બની શકે છે.

આ સિવાય સંશોધકોએ બાળકો અન્ય પ્રવૃત્તિઓ પાછળ કેટલો સમય આપે છે તેની પણ નોંધ લીધી હતી. જેમાં વાંચન, ચિત્રકામ, અને પઝલની રમતનો પણ સાવેશ કરવામાં આવ્યો હતો.

અને તેમને આ સંશોધન દ્વારા જાણવા મળ્યું કે આ પ્રવૃત્તિઓથી બાળકોના વજન પર કોઈ જ ખરાબ અસર નહોતી જોવા મળી.

image source

પણ જ્યારે બાળકો ટીવી જુએ છે, ત્યારે તેઓ તેના પર આવતી અનહેલ્ધી ફૂડની જાહેરાતો પણ જુએ છે. ત્યારે તે તેમને તે ખોરાક ખાવા માટે પણ પ્રેરે છે.

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જેવા કે પેસ્ટ્રી, કેક તેમજ રિફાઈન્ડ અનાજના ઉત્પાદનો તેમજ જે ખોરાકમાં ખાંડનું પ્રમાણ વધારે હોય, મીઠાનું પ્રમાણ વધારે હોય સેચ્યુરેટેટ ફેટ ભરપુર હોય અને ન્યુટ્રિશનલ મૂલ્યો સાવજ ઓછા હોય તેની અસર બાળકો પર ખુબ જ ખરાબ થાય છે.

image source

અભ્યાસ દર્શાવે છે કે ચાર વર્ષની ઉંમરમાં આ પ્રકારનો ખોરાક ખાવાથી બાળક જ્યારે સાત વર્ષનું થાય ત્યારે તેમાં BMIનું પ્રમાણ વધી જાય છે.

આ ઉપરાંત ટેલીવિઝન જોવાના કારણે તેઓ બીજી કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવા પણ પ્રેરાતા નથી તેમજ તેમની ઉંઘ પણ ડીસ્ટર્બ થાય છે.

image source

સંશોધનો દર્શાવે છે કે શરૂઆતના બાળપણના વર્ષોમાં પુરતી ઉંઘ બાળકના વિકાસ માટે ખૂબ જરૂરી છે. અને અભ્યાસ એ પણ દર્શાવે છે કે વયસ્કનું સ્વાસ્થ્ય તેમના બાળપણની સ્વસ્થ આદતો તેમજ જીવનશૈલી પર આધારિત હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ