જુલાઇ પહેલા ફરી લો ઓછા પૈસામાં આ દેશ, નહિં તો પછી વધી જશે તમારુ બજેટ

શહેરની ભાગદોડ ભરેલી જિંદગીમાં શાંતિ મેળવવા ઈચ્છો તો યાત્રાઓ એક ખૂબ સારો વિકલ્પ છે.

image source

પરંતુ ફક્ત દેશની કોઈ દૂર જગ્યાની, પરંતુ વિદેશની યાત્રા કરો તો પણ આપણને એક આગલગ જ અનુભવ આપે છે. મોટાભાગના લોકો એવું મને છે કહે વિદેશ યાત્રા કરવી ખિસ્સા પર ભારે પડી શકે છે, પરંતુ આ ખોટું છે. જરૂરી નથી કે દરેક વખતે વિદેશ યાત્રા મોંઘી જ હોય.

image source

આજે અમે જણાવી રહ્યા છીએ એક એવા ખૂબસુરત અને ખુશહાલ દેશ વિષે જયાંની યાત્રા આપે જુલાઇ મહિના પહેલા કરી લેવી જોઈએ. કારણ કે આ દેશની યાત્રાનો ખર્ચ જુલાઇ મહિનાથી વધવાનો છે. તો આ વિષે હવે વિસ્તારથી જાણીશું.

image source

અમે વાત કરી રહ્યા છીએ, ભારત અને ચીનની વચ્ચે હિમાલયના ખોળામાં વસેલો દેશ ભુતાનની. આ દેશ ભલે ખૂબ જ નાનો છે, પરંતુ ખુશહાલીની બાબતમાં ભૂતાન દેશ એશિયામાં પહેલા સ્થાન પર છે. ભુતાનની સુંદરતા જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે.

image source

પ્રકૃતિની હસીન વાદીઓ વચ્ચે અહિયાં આવીને પ્રવાસીઓ ખૂબ આનંદિત થઈ જાય છે. જો આપ પણ ભૂતાન ફરવા જવા ઈચ્છો છો, તો જુલાઇ મહિના પહેલાની પ્લાનિંગ કરી રાખો. આવું એટલા માટે, કેમકે ભૂતાન જવાવાળા ભારતીયોને જુલાઈથી સતત વિકાસ શુલ્ક તરીકે રૂ.૧૨૦૦ આપવા પડશે.

image source

ભૂતાનમાં પહેલા ભારતીય પર્યટકોનો પ્રવેશ નિ:શુલ્ક હતો, પરંતુ હવે માલદીવ અને બાંગ્લાદેશિયોની સાથે ભારતીયોને પણ જુલાઇ થી વધારાનું ભાડું આપવું પડશે. જો કે અન્ય દેશોના પર્યટકોની તુલનામાં ભારતીયો પર લગાવવામાં આવેલ વધારાનો શુલ્ક ઓછો જ છે. કેટલાક અન્ય દેશોના પર્યટકોને ૨૫૦ ડોલર વધારાના આપવા પડે છે.

image source

નવી ટુરિઝમ પોલિસી હેઠળ ૫ વર્ષ થી ઓછી ઉમરના બાળકોને આ ફીસથી છૂટ આપવામાં આવી છે, પરંતુ ૬ થી ૧૨ વર્ષના બાળકો માટે ૬૦૦ રૂપિયા પ્રતિદિન સુધી ચાર્જ કરવામાં આવશે.

ભૂતાન પર્યટન નિગમે આ પર્યટકોને સારો અનુભવ આપવાની દિશામાં એક સકારાત્મક પગલું જણાવ્યું છે. ભૂતાન ટુરિઝમ કાઉન્સિલના નિર્દેશક દોરજી ધારદુલ મુજબ નવી વ્યવસ્થાથી યાત્રીઓને વધારે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એનાથી તેમની યાત્રાનો અનુભવ પણ વધારે સારો થશે.

image source

આપ ઈચ્છો તો આઈઆરસીટીસી ટુરિઝમની આધિકારિક વેબસાઇટ irctctourism. com પર જઈને ભૂતાન માટે આગામી ટુર પેકેજની પણ બુકિંગ કરી શકો છો. આઈઆરસીટીસીની આ ટુર પેકેજનું નામ છે.- અદભૂત ભૂતાન એક્સ દિલ્લી (adbhut bhutan ex delhi)છે, જેની શરૂઆત આગામી ૨૫ માર્ચ,૨૦૨૦ ના રોજ થશે. આ ટુર પેકેજ હેઠળ પ્રવાસી ફ્લાઇટમાં ઈકોનોમી ક્લાસથી મુસાફરી કરી શકશે. ખર્ચની વાત કરી તો આ વધારે મોંઘું નથી.

image source

જો આપ આપના પાર્ટનરની સાથે આ ટુરની મજા માણવા ઇચ્છતા હોવ તો માત્ર ૪૭ હજાર ૪૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવાનો રહેશે, ત્યાં જ ત્રણ વ્યક્તિઓની આ યાત્રા માટે પ્રતિ વ્યક્તિ ખર્ચ ફક્ત ૪૨ હજાર ૩૫૦ રૂપિયા લાગશે. જ્યારે આપ એકલા આ યાત્રા કરવાના ઇચ્છુક હોવ તો પ્રતિ વ્યક્તિ ૫૨ હજાર ૬૦૦ રૂપિયા ખર્ચ આવી શકે છે.

image source

૫ રાત અને ૬ દિવસોનું આ ટુર પેકેજ દરમિયાન પ્રવાસીઓને ભૂતાનના પારો, થિમ્પુ અને પુનાખા જેવી જગ્યાઓ પર ફરવાનો અવસર મળશે. આ ટુરની શરૂઆત દિલ્લી થી થશે. પ્રવાસીઓને ફ્લાઇટથી ભૂતાન લઈ જવામાં આવશે. આ પેકેજ હેઠળ પ્રવાસીઓની હવાઈ યાત્રા, ફાઇવ સ્ટાર હોટલમાં રોકાણ, નાસ્તો અને રાતનું ડિનર ઉપરાંત દર્શનીય સ્થળોના પ્રવેશ શુલ્ક વગેરે જોડવામાં આવેલ છે.

image source

આ ટુર પેકેજમાં રૂમ સર્વિસ, વ્યક્તિગત જરૂરિયાતની વસ્તુઓ કે વધારાના દર્શનીય સ્થળો પર જવા માટે અને શોપિંગ માટે આપે અલગ થી પૈસા ખર્ચ કરવા પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ