જાણી લો કઈ તારીખે કઈ ટ્રેનને સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે..

રાજકોટ શહેરમાં રેલવે દ્વારા ડબલ ટ્રેકની કામગીરી ચાલી રહી હોવાના કારણે ૨૧ તારીખ સુધી કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. ડબલ ટ્રેક ની કામગીરીના કારણે લગ્નગાળામાં જ ટ્રેનોને રદ્દ કરતા મુસાફરોને પડી શકે છે, પરંતુ આપે આપનુ શેડ્યૂલ વ્યવસ્થિત ગોઠવી શકો તેમજ જો કોઈને વેલેન્ટાઇન ડે પર ખાસ મળવા જવાના હોવ તો પણ એકવાર ટ્રેનનું ટાઈમ ટેબલ જરૂરથી વાંચી લેવું. જેથી કરીને આપને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે.

image source

રાજકોટ ડિવિઝનના દીગસર થી ચમારજ વચ્ચે ડબલ્ ટ્રેકની કામગીરી ચાલી રહી હોવાથી ૨૧ તારીખ સુધી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આ ટ્રેનોમાં કઈ ટ્રેન કયા સમયે રદ્દ કરવામાં આવી છે આ રદ્દ કરાયેલ ટ્રેનોમાં કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ્દ કરાઈ છે જ્યારે કેટલીક ટ્રેનોને આંશિકપણે રદ્દ કરવામાં આવી છે. તેના વિષે જાણકારી આપીશું જેથી આ ટ્રેનોમાં દરરોજ અપડાઉન કરતાં વ્યક્તિઓ તેમજ લગ્નગાળા દરમિયાન અને વેલેન્ટાઇન વીકના દિવસોમાં આપને ખ્યાલ આવી શકે કે કયા સમયે કઈ ટ્રેન નહિ મળી શકે. જેથી આપને મુસાફરી કરવામાં વધારે તકલીફોનો સામનો કરવો પડે નહિ.

image source

કઈ તારીખે કઈ ટ્રેનને સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે તેવી વિષે જાણીશું.:

-અમદાવાદ-સોમનાથ ઇન્ટરસીટી તા. ૧૦ થી તા. ૨૦ સુધી રદ્દ કરવામાં આવી છે.

-સોમનાથ-અમદાવાદ ઇન્ટરસીટી તા.૧૧ થી તા.૨૧ સુધી રદ્દ કરવામાં આવી છે.

image source

– અમદાવાદ-રાજકોટ લોકલ તા. ૧૧ થી તા. ૨૦ સુધી રદ્દ કરવામાં આવી છે.

-રાજકોટ-અમદાવાદ લોકલ તા. ૧૧ થી તા.૨૦ સુધી રદ્દ કરવામાં આવી છે.

-બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ નીચે મુજબની તારીખે રદ્દ કરવામાં આવી છે.:

તા.૧૧, ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯ અને ૨૦ તારીખે રદ્દ કરવામાં આવી છે.

-રાજકોટ-દિલ્હી-સરાઈ-રોહિલા એક્સપ્રેસ તા. ૧૩ અને તા.૨૦ ના રોજ રદ્દ કરવામાં આવી છે.

-દિલ્હી-સરાઈ-રોહિલા એક્સપ્રેસ તા.૧૪ અને તા.૨૧ ના રોજ રદ્દ કરવામાં આવી છે.

-ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ તા.૧૫ ના રોજ રદ્દ કરવામાં આવી છે.

-નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ તા.૧૬ના રોજ રદ્દ કરવામાં આવી છે.

-રાજકોટ-રીવા એક્સપ્રેસ તા.૧૬ના રોજ રદ્દ કરવામાં આવી છે.

-રીવા-રાજકોટ એક્સપ્રેસ તા.૧૭ ના રોજ રદ્દ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ