તારક મહેતા..માં આવશે જોરદાર ટ્વિસ્ટ, જાણો કોણ બનશે જેઠાલાલના વેવાણ

ટેલિવિઝનની લોકપ્રિય અને ખૂબ જ લાંબા સમયથી લોકોનું મનોરંજન કરવામાં સફળ રહેલ કોમેડી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’. આ સિરિયલમાં મોટાભાગના કિરદારોને તકલીફની સાથે હસતાં બતાવવામાં આવે છે. આ સિરિયલની ગુજરાતી ફેમિલી એટલે કે ગડા ફેમિલીના જેઠલાલ ગડાના જીવનમાં કેટલીક વિચિત્ર ઘટનાઓ બની રહી છે.

image source

એમ લાગે છે કે જાણે જેઠાલાલની કિસ્મત ચમકી ગઈ હોય અને ભગવાનની કૃપા વરસી રહી છે. હવે આ સિરિયલમાં જેઠલાલ ગડા સાથે એવું કઈક થવા જઈ રહ્યું છે જે આજ સુધી ક્યારેય થયું નથી. જેઠલાલ હવે વેવાઈ બનવા જઈ રહ્યા છે એટલે કે ટપુ ઉર્ફ ટીપેન્દ્ર ગડાના લગ્ન થવા જઈ રહ્યા છે.

image source

અત્યારે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ચમત્કારી અંગૂઠીની આસપાસ આ શો ચાલી રહ્યો છે. આ વીટી જેઠાલાલને બાઘાએ અપાવી છે જેના લીધે જેઠાલાલની કિસ્મત ખૂલવા લાગી છે. ગુરુવારના એપિસોડમાં બતાવવામાં આવ્યું કે ટપુ સેના સોસાઇટી કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમી રહી છે.

image source

એ જ સમયે જેઠલાલ કમ્પાઉન્ડમાં પહોંચે છે. કમ્પાઉન્ડમાં પહોંચીને જેઠલાલ ટપુને હેલિકોપ્ટર શૉટ મારવાનું કહે છે. તેમજ જેઠાલાલની વાત માનીને ટપુ હેલિકોપ્ટર શૉટ મારે છે. ટપુના હેલિકોપ્ટર શૉટ મારવાના કારણે ગોકુલધામ સોસાઇટીના એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડેના ઘરની બારીનો કાચ તૂટી જાય છે.

image source

આત્મારામ ભીડેએ માંગ્યો ટપુનો હાથ

એકમેવ સેક્રેટરી આત્મારામ પોતાની ઘરની બારીનો કાચ તૂટેલો જોઇને ખૂબ ગુસ્સે થાય છે પરંતુ જેઠાલાલને જોઈને ભીડેનો ગુસ્સો શાંત થઈ જાય છે. ઉપરાંત ટપુના વખાણ કરવા લાગે છે. ત્યારપછી આત્મારામ ભીડે જેઠાલાલ પાસે પોતાની દીકરી સોનું માટે ટપુનો હાથ માંગે છે.

image source

બસ પછી તો શું હતું આ વાત સાંભળીને જેઠાલાલ ખૂબ ખુશ થઈ જાય છે અને ખુશીથી ઝૂમી ઉઠે છે. ત્યારપછી આત્મારામ જેઠાલાલને કહે છે કે આ બંનેનો સંબંધ હવે પાક્કો કરીએ છીએ. અત્યારે બંને નાના છે પણ મોટા થતાં જ આપણે બંનેના લગ્ન કરાવી દઇશું.

કઈક ગડબડ ચાલી રહી હોય તેવું છે.

image source

જો કે આ વાત પછી જેઠાલાલના જીવનમાં ઘણું બધુ થઈ જાય છે. જેવું જેઠાલાલે વિચાર્યું પણ ના હતું. ટપુ અને સોનુના લગ્નને લઈને શું કોઈ ગડબડ ચાલી રહી છે, કે આ બધુ ચમત્કારી વીટીના કારણે થાય છે કે પછી ફક્ત જેઠાલાલનું એક સપનું? જોઈએ આગળ શું થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ