દુનિયાથી આટલા બધા વર્ષ પાછળ ચાલે છે આ દેશ, પુરાવા તરીકે જોઇ લો કેલેન્ડર

એકબાજુ જ્યાં દુનિયાભરમાં વર્ષ 2020 ચાલી રહ્યું છે ત્યારે એક દેશ એવો પણ છે જ્યાં હજુ 2012 નું વર્ષ જ ચાલી રહ્યું છે. તમને કદાચ આ વાત પર વિશ્વાસ ન આવે પણ આ હકીકત છે. અને દુનિયયથી સાત વર્ષ પાછળ જ નહિ પરંતુ આ દેશના એક વર્ષમાં 12 મહિના નહિ પણ 13 મહિના હોય છે. તો આવો જાણીએ આ દેશ વિષે.

image source

આ દેશનું નામ ઇથોપિયા છે. આફ્રિકા ખંડના સૌથી વધુ જનસંખ્યા ધરાવતા બીજા નંબરના દેશ તરીકે ઓળખાતા ઇથોપિયા દેશનું કેલેન્ડર દુનિયાના કેલેન્ડર કરતા સાત વર્ષ અને ત્રણ મહિના પાછળ ચાલે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં નવું વર્ષ પહેલી જાન્યુઆરીએ નહિ પણ 11 સપ્ટેમ્બરે મનાવાય છે.

અસલમાં દુનિયાભરમાં જે કેલેન્ડર વપરાય છે તે ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત વર્ષ 1582 માં થઇ હતી. એ પહેલા જુલિયન કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ ગ્રેગોરિયન કેલેન્ડરના આવ્યા બાદ કેથોલિક ચર્ચમાં માનનારા કેટલાય દેશોએ નવા કેલેન્ડરનો સ્વીકાર કરી લીધો. જયારે અમુક દેશોએ તેનો વિરોધ પણ કર્યો અને આ દેશો પૈકી ઇથોપિયા પણ એક દેશ હતો. આ જ કારણ છે કે અહીં ઇથોપિયામાં આજે 2020 માં પણ 2012 નું જ વર્ષ ચાલે છે.

image source

સામાન્ય રીતે એક વર્ષના 12 મહિના હોય છે. પરંતુ ઈથોપિયાના કેલેન્ડરમાં એક વર્ષની ગણતરી 12 નહિ પણ 13 મહિના તરીકે થાય છે. અને તેમાં પણ 12 મહિનામાં 30 દિવસ હોય છે જયારે અંતિમ મહિના એટલે કે 13 માં મહિનામાં માત્ર પાંચ કે છ દિવસ જ હોય છે. સ્થાનિક ભાષામાં આ છેલ્લા 13 માં મહિનાને પાગયુમે કહેવામાં આવે છે.

તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે ઇથોપિયા આફ્રિકા ખાંડનો એકમાત્ર દેશ છે જેની પાસે પોતાની સ્વતંત્ર લિપિ છે. જયારે બાકીના અન્ય દેશો પોતાની ભાષા લખવા માટે રોમન લિપિનો ઉપયોગ કરે છે. ઇથોપિયામાં જે લિપિનો ઉપયોગ કરાય છે તેને ગિઇજ લિપિ કહેવામાં આવે છે.

image source

ઇથોપિયા પર ઈટાલીના પાંચ વર્ષના એક નાનકડા ઉપનિવેશ કાળને ન ગણીએ તો આ દેશ પર ક્યારેય કોઈ ઉપનિવેશક શાશનનું રાજ રહ્યું નથી. આ જ કારણ છે કે અહીંની સ્થાનિક લોક સંસ્કૃતિ આજના સમયમાં પણ જીવંત છે.

image source

મોટાભાગના લોકોને કદાચ આ નહિ ખબર હોય કે વિશ્વ વિખ્યાત સંસ્થા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટના લિસ્ટમાં સૌથી વધુ જગ્યાઓ આ ઇથોપિયા દેશની છે. એ ઉપરાંત દુનિયાની સાથી ગરમ જગ્યાઓ પૈકી એક એવી ડલોલ પણ ઇથોપિયામાં જ આવેલી છે જાય્ન હંમેશા 41 ડિગ્રી જેટલું ઊંચું તાપના રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ