એક એવો વ્યક્તિ જેને બે-બે પરમાણુ હુમલા પણ નુકશાન ન પહોંચાડી શકયા, જાણો આવી જ વધુ રોચક માહિતી

દુનિયાભરમાં એવી ઘણી રોચક માહિતીઓ છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. દાખલા તરીકે શું તમે એક એવા વ્યકિત વિશે જાણો છો જેને પરમાણુ બૉમ્બ પણ હાની ન પહોંચાડી શક્યો ?

image source

તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ થોડા રોચક તથ્યો વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે પણ કહી ઉઠશો કે આ તો અમને ખબર જ ન હતી. તો ચાલો જાણીએ થોડી જાણવા જેવી માહિતી

ફ્લોરિડાના સ્થાનિક કાયદાઓ મુજબ ત્યાંની સરકારે ભૂંડ જેવા જાનવર માટે પણ એક કાયદો ઘડ્યો છે જેના અનુસાર અહીં ગર્ભવતી સ્થિતિ ધરાવતા ભૂંડને પિંજરામાં રાખવું કાયદેસરનો ગુન્હો બને છે.

image source

નેપચ્યુન એક એવો ગ્રહ છે જેના વાયુમંડળમાં સંઘનીત કાર્બન હોવાથી અહીં હીરાઓનો વરસાદ થતો હોવાનું મનાય છે. જો કે માણસ આ ગ્રહ પર પહોંચી જાય તો પણ તે આ હીરાઓ લાવી શકે તેમ નથી કારણ કે અહીંનું વાતાવરણ એટલું ઠંડુ છે કે માણસ અહીં ઉતરતા જ જામી જાય.

image source

ગ્રીનલેન્ડમાં જોવા મળતી શાર્ક માછલીઓ દુનિયાના સૌથી પ્રાચીન જીવિત જીવોમાંથી એક છે. શોધકર્તાઓ અનુસાર ચાર વર્ષ પહેલાં અહીંથી પકડવામાં આવેલી એક ગ્રીનલેન્ડ શાર્કની કાર્બન ડેટિંગની તપાસ કરતા તે 392 વર્ષ જૂની હતી. જ્યારે તે માછલીની ઉંમર 512 વર્ષ આંકવામાં આવી હતી.

image source

જર્મની દુનિયાનો એકમાત્ર દેશ છે જયાંના લોકો દેડકાને રોડ ક્રોસ કરવામાં મદદ કરે છે. દેડકાને રોડ ક્રોસ કરતા સમયે નુકશાનથી બચાવવા અહીં કેટલાય સંગઠનોએ તંત્ર સાથે મળીને 800 થી રોડ સેફટી સાધનો લગાવ્યા છે.

image source

જેલીફિશ દુનિયાનું એકમાત્ર એવું જીવ છે જેનો જીવનકાળ લગભગ સૌથી વધુ છે અને તેનું મૃત્યુ બહુ લાંબા ગાળે થાય છે. જેલીફિશના જો બે ભાગમાં ટુકડા કરી દેવામાં આવે તો તે એક જેલીફિશ મટીને બે જેલીફિશ બની જાય છે.

image source

જાપાનના સુતોમુ યામાગુચી એક એવા વ્યક્તિ છે જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હીરોશીમા અને નાગાસાકી શહેરમાં થયેલા અણુ બૉમ્બ હુમલામાં આબાદ રીતે બચી ગયા હતા અને તેણે 93 વર્ષનું આયુષ્ય પણ ભોગવ્યું. છેલ્લે ચાર જાન્યુઆરી 2010 માં કેન્સરના કારણે તેમનું કુદરતી મૃત્યુ થયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ