વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મોટી પહેલ, દરેક દીકરીના 41 હજારમાં કરાવી આપશે લગ્ન, સાથે આટલી મોટી ભેટો પણ ખરી

હાલમાં કોરોનાનો કાળ ચાલી રહ્યો છે અને લોકોની નોકરી તેમજ ધંધા ચાલી રહ્યા છે. ત્યારે એવા સમયમાં લગ્ન પણ આવી રહ્યા છે અને લોકોને લગ્નમાં લાખોનો ખર્ચ થયો હોય છે. ત્યારે હવે આ ખર્ચને બચાવવા માટે એક સંસ્થા આગળ આવી છે અને તેની ચારેકોર તેની વાહવાહી થઈ રહી છે.

આ કામ કરી રહી છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. જો વિગતે વાત કરીએ તો આ સંસ્થાના પાર્ટી પ્લોટ, હોલ, ફાર્મ હાઉસ તેમજ ઘરે બંધાતા મંડપને બદલે જાસપુર ખાતે આવેલા ઉમિયા માતાના મંદિરમાં જ લગ્નવિધિ સંપન્ન કરવા પહેલ કરી છે.

સારી વાત કરીએ તો ફાયદો એ છે કે ઉમિયા ફાઉન્ડેશન લગ્નોમાં થતા લાખોના ખર્ચાને બદલે માત્ર 41 હજારમાં લગ્ન કરાવી આપશે. ફાઉન્ડેશન કન્યાને 7 હજારનું પાનેતર, લગ્નમાં આવેલા જાનૈયા સહિતના મહેમાનો માટે તમામ પ્રકારની સુવિધા ઊભી કરશે.

આ સમારંભમાં વરવધૂ પક્ષના થઈ માત્ર 100 લોકો હાજરી આપી શકશે. ઉમિયા માતાના મંદિરમાં સોમવારે પાટીદાર સમાજના પ્રથમ લગ્ન થયા. મહેસાણાના જગુદણના ખેડૂત જયંતીભાઈ પટેલની દીકરી મયૂરીના લગ્ન અમદાવાદના ભાવિક પટેલ સાથે થયા હતા.

લગ્ન પ્રસંગે વરપક્ષ તરફથી સંસ્થાને 4 લાખ ભેટ આપી હતી. આ કામ વિશે વાત કરતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે લગ્નમાં કન્યાપક્ષને ચોરી તેમજ કન્યાને 7 હજારના પાનેતરની ભેટ અપાશે. મંડપ તેમજ ભોજન સહિતનો તમામ ખર્ચ સંસ્થા ઉઠાવશે.

આગળ વાત કરતાં જણાવ્યું કે, સમૂહ લગ્નની પરંપરા જીવંત રાખવા રાજ્યના કોઈપણ ખૂણાની દીકરી હશે તોપણ 41 હજારમાં લગ્ન કરી અપાશે. 100 મહેમાનો માટે રૂ.300ની ડિશનો ખર્ચ પણ સંસ્થા ઉઠાવશે.

આ ઉપરાંત તમામ મહેમાનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ સંસ્થા તરફથી કરવામાં આવશે. ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલના જણાવ્યા મુજબ, દરેક પાટીદાર યુવક-યુવતી ઉમિયા માતા સમક્ષ જ લગ્ન કરે એવો અમારો હેતુ છે. તો હાલમાં સંસ્થાના આ કામની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે અને લોકોને પ્રેરણા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ફ્રેબુઆરીમાં એવા સમાચાર આવ્યા હતા કે અમદાવાદ શહેરના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મા ઉમિયાનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મા ઉમિયા ધામનો આગામી 29મી ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો. તેવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે જાહેરાત કરી હતી. આ પ્રસંગે 5 લાખ લિટર ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો.

મહત્ત્વનું છે કે, શિલાન્યાસના દિવસે 108 શીલાઓ મૂકવામાં આવી. આ કાર્યક્રમ માટે દેશના વડા પ્રધાન પણ હાજર રહ્યા હતા. મા ઉમિયાની મંદિર શિલાન્યાસ સમારોહમાં શ્રી શ્રી રવિશંકર,મહંત સ્વામી સહિતના દેશભરના 21 સાધુ-સંતો – મહંતો – ધર્માચાર્યો મહામંડલેશ્વર અને કથાકાર હાજર રહ્યા હતા.

૧૦૦ વિધા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે સામાજિક પ્રોજેક્ટ તૈયાર થનાર છે, જેમાં 431 ફૂટ ઊંચા ભવ્ય મંદિરનો શિલાન્યાસ થયો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ