કોરોનાની આવી સાઈડ ઈફેક્ટ જોઈ દર્દીઓ થરથરી ઉઠ્યાં, કોરોના મટી ગયા બાદ દાંત અને જડબું થઈ જાય આવા

હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કથળતી જાય છે. ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1380 પોઝિટિવ કેસ આવ્યા છે.

image source

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,20,168એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4095એ પહોંચ્યો છે. પણ એનાથી પણ ભયંકર વાત એ સામે આવી કે કોરોનામાંથી સાજા થયેલા દર્દીના દાંત હલવા માંડતા હોય કે જડબાના હાડકા નરમ પડી રહ્યાં હોય. શહેરમાં એક મહિના પહેલા આવા બે કેસો આવ્યાં છે.

image source

જો આ બન્નેઆ બંનેની વય અનુક્રમે 56 અને 39 વર્ષની છે. કોરોનામાંથી સાજા થયા બાદ એકાદ બે મહિનામાં આવા કોઇ લક્ષણો આવે તો તુરંત જ યોગ્ય તબીબનો સંપર્ક કરીને સારવાર શરૂ કરાવવી જોઇએ. વિગતે વાત કરીએ તો કોરોનાના દર્દીઓને સારવારમાં સ્ટીરોઇડ અપાતા રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેના પગલે દાતની આસપાસ તેની અસર દેખાય છે. ફૂગ થઇ જાય છે અને ફંગલ ઓસ્ટિયોમાયોસિસ થતાં દાંતમાં દુ:ખાવો અને જડબાના હાડકા નબળા પડવા માંડીને ઓગળવા માંડે છે.

image source

આ સિવાય વાત કરવામાં આવો તો કોરોના વાઇરસને લીધે રક્તવાહિનીઓમાં ખૂન જામી જાય છે. જેને પગલે જ્યારે સ્ટિરોઇડની અસર થાય છે ત્યારે આવું કેટલાક દર્દીઓમાં આવું બનતું હોય છે. આ ઉપરાંત સ્ટીરોઇડની અસરથી લોહીમાં ખાંડનું પ્રમાણ પણ અનિયંત્રિત થતાં ડાયાબીટિસનું પ્રમાણ વધ્યું હોય તેવા કિસ્સા પણ બન્યાં છે. તેમાંના જ એક કિસ્સાની વાત કરીએ તો વડોદરા નજીકના ગામના 56 વર્ષીય દર્દી મોમાંથી સતત દુર્ગંધ આવે છે અને દુ:ખાવો કે સોજો નથી એવી ફરિયાદ કરી હતી. તેનો રિપોર્ટ કઢાવતાં કોરોનાની આડઅસરને લીધે આ થયું હોવાનું જણાયું હતું.

image source

એ જ રીતે બીજો એક કિસ્સો પણ સામે આવ્યો છે એના વિશે વાત કરવામાં આવે તો મંજુસર જીઆઇડીસીના 39 વર્ષીય યુવાનના દાંત અચાનક હલવા માંડ્યા હતા. તેને કોઇ દુ:ખાવો થતો ન હતો. તેણે તબીબને જણાવ્યું કે, કોરોના મટ્યા બાદ મહિનામાં આ તકલીફ શરૂ થઇ હતી.

image source

આવા બનાવો શા માટે બને છે એના વિશે વાત કરતાં પેરિઓડોન્ટિસ્ ડો. રાહુલ દવે કહે છે કે, આ બાબતો કોરોનામાંથી ઉભરેલા દર્દી બે કારણસર નથી સમજી શકતા. પહેલું કારણ એ છે કે, દાત કે જડબા સાથે આવું બને છે ત્યારે કોઇ સોજો આવતો નથી. બીજું કારણ એ છે કે, તેમાં કોઇ દુ:ખાવો થતો નથી. દર્દી મોડેથી તબીબ પાસે જતાં ગંભીરતા વધે છે.

image source

સરકારી ચોપડે થતી વાતો મુજબ જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,01,580 નાગરીકો સાજા થઈ ગયા છે. 4095ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,493 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 81 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,412 સ્ટેબલ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 14 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 9 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 3, અમરેલી 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4095એ પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ