‘લગ્ન કરવાં એટલે કરવાં જ’: દુલ્હનનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવતાં PPE કિટ પહેરીને કર્યા લગ્ન, VIDEO જોઈને કહેશો…હશે ભાઈ હશે

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને ભલભલા લોકોને ઝાટકો લાગી શકે છે, કારણ કે આ વીડિયો જોઈને તમે એવું તો પાક્કુ કહેશો કે લગ્ન કરવા એને કોરોના તો શું કંઈ ન નડે. આ વાત કોરોના કાળમાં થઇ રહેલાં લગ્નો વિશેની છે કે જ્યાં મહેમાનોની સંખ્યાને લઇ સરકારની તરફથી સતત દિશા-નિર્દેશ આવતા રહે છે. ત્યાં આ બધાની વચ્ચે એક એવા લગ્ન યોજાયા જેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજા-દુલ્હન સહિત વિધિ કરાવનાર પંડિત અને કન્યાદાન કરાવનાર માતા-પિતા એ પણ PPE કિટ પહેરી છે. આ વીડિયો રાજસ્થાનના બારાં જિલ્લામાં યોજાયેલા લગ્નનો છે.

image soucre

જો વિગતે વાત કરવામાં આવે તો આ લગ્ન જિલ્લાના શાહબાદમાં આવેલા કેલવાડા ગામના કોવિડ કેયર સેન્ટરમાં સંપન્ન થયેલા લગ્નનો છે. વાત એમ છે કે લગ્નના દિવસે જ દુલ્હનનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ પરિવારવાળાઓએ કંઇક આ રીતે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે આસમાની રંગની PPE કિટ પહેરીને વરરાજા અને દુલ્હન મંડપમાં બેસે છે. બાજુમાં કન્યાદાન કરવા માટે દુલ્હનના માતા-પિતા સફેદ રંગની PPE કિટ પહેરેની બેસે છે અને થોડાંક અંતર પર પંડિતજી મંત્રોચ્ચાર કરાવી રહ્યા છે. વીડિયોમાં ઘણા અંતર સુધી કોઇ બીજી કોઇ વ્યક્તિ દેખાતી નથી. આ આખા લગ્ન સમારંભને સરકારે કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આયોજીત કરાવ્યા હતા.

હાલમાં દેશમાં કોરોનાની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડ પર પહોંચવાની છે અને રસીનું ટ્રાયલ હજી ચાલુ છે. એવામાં સરકાર સમય-સમય પર લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવાનું, માસ્ક પહેરવાનું અને વારંવાર સાબુથી હાથ ધોવાનું કહે છે લગ્ન સમારંભ માટે પણ લોકોની સંખ્યા નક્કી કરી છે. એ જ રીતે ગુજરાતમાં પણ હાલમાં કોરોનાની હાલત ભારે કફોડી છે અને દિવસે ને દિવસે કેસમાં જોરદાર વધારો થઈ રહ્યો છે.

image soucre

ગુજરાતની વાત કરીએ તો હાલમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1380 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,20,168એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4095એ પહોંચ્યો છે. જ્યારે 1568 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.56 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 68,868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

એ જ રીતે છેલ્લા 24 કલાકમાં જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 189, સુરત કોર્પોરેશન 191, વડોદરા કોર્પોરેશન 135, રાજકોટ કોર્પોરેશન 89, પાટણ 58, મહેસાણા 54, ગાંધીનગર 44, વડોદરા 42, બનાસકાંઠા 39, રાજકોટ 39, સુરત 31, જામનગર કોર્પોરેશન 30, સુરેન્દ્રનગર 29, ગાંધીનગર કોર્પોરેશન 27, કચ્છ 26, મોરબી 22, ભાવનગર કોર્પોરેશન 21, ખેડા 20, સાબરકાંઠા 19, પંચમહાલ 18, અમદાવાદ 17, અમરેલી 14, ભરૂચ 12, ભાવનગર 11, જુનાગઢ કોર્પોરેશન 11, નર્મદા 11, ગીર સોમનાથ 10, દાહોદ 9, મહીસાગર 9, આણાંદ 8, જુનાગઢ 8, અરવલ્લી 7, જામનગર 7, છોટા ઉદેપુર 5, ડાંગ 5, દેવભૂમિ દ્વારકા 4, પોરબાંદર 4, નવસારી 2, બોટાદ 1, તાપી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ