વિશ્વની આ પાંચ અજબ-ગજબ સજા જાણીને તમે પણ મુકાઇ જશો આશ્ચર્યમાં

જો સભ્ય સમાજમાં કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવુતિ કરે તો તે ગુનેગારને સજા મેળવી જ જોઈએ. જો ગુનેગારને સજા ન મળે તો સમાજમાં તેની વિપરીત અસર થાય અને ગુનાખોરી અને ગુન્હેગારો બંને વધતા જ જાય. અલગ અલગ ગુનાઓ માટેની સજા પણ અલગ અલગ હોવી જોઈએ. અંધેર નગરી અને ગંડુ રાજાની જેમ નહિ.

image source

આપણે ત્યાં કયારેક ક્યારેક ગુન્હેગારોને સબક શીખવાડતી કડક સજા તરત આપે જાય છે તો ક્યારેક નાના એવા ગુન્હાની સજા પણ અનેક વર્ષો સુધી નથી મળતી અને કેસ ચાલ્યે જ રાખે છે, ચાલ્યે જ રાખે છે…

ખેર, આજે ગુન્હા અને તેની સજા વિષે વાત નીકળી છે તો આપણે વિશ્વમાં અમુક ગુન્હેગારોને અપાયેલી અને નવાઈ પમાડે તેવી સજાઓ વિષે વાત કરીશું.

image source

અમેરિકાના મિસૌરીના રહીશ ડેવિડ બેરી નામના એક શખ્સે અનેક હરણોના શિકાર કાર્ય હતા. ૨૦૧૮ માં સ્થાનિક કોર્ટે તેને આ ગુન્હામાં દોષિત જાહેર કરી એક વર્ષ સુધીની જેલમાં ધકેલી દીધો હતો. પરંતુ તેને જેલમાં રહેવાની સાથે સાથે દરરોજ એક વખત ડિઝનીનું બામ્બી કાર્ટૂન જોવાની સજા આપવામાં આવી હતી.

image source

સ્પેનના એંડાલુસિયા ખાતે રહેતા એક 25 વર્ષના યુવકને તેના માતાપિતાએ પોકેટ મની આપવાનું બંધ કરી દીધું. તો તેણે પોતાના જ માતાપિતા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો. જો કે કોર્ટે તેને જ સજા આપતા 30 દિવસની અંદર જ તેના માતાપિતાનું ઘર છોડવા અને પોતાની મહેનતે પગભર થવા ફરમાન કર્યું હતું.

image source

વર્ષ 2008 માં એન્ડ્રુ વેક્ટર નામના વ્યક્તિ પર પોતાની ગાડીમાં અતિ ઊંચા સ્વરે સંગીત સાંભળવા પર 120 પાઉન્ડ દંડ ભારરવાનો કેસ થયો હતો. જો કે બાદમાં કોર્ટે તેનો દંડ ઘટાડી 30 પાઉન્ડ કરી દીધો હતો પરંતુ સાથે એ શરત પણ હતી કે એન્ડ્રુને 20 કલાક સુધી બિથોવન, બાખ, શોપેન અને શાસ્ત્રીય સંગીત પણ સંભળાવવામાં આવે.

image source

2008 માં અમેરિકાના શિકાગો ખાતે બે યુવકોએ એક ક્રિસ્મસની સાંજે ચર્ચમાં જઈ મૂર્તિની ચોરી કરી લીધી હતી અને તેને ક્ષતિગ્રસ્ત કરી નાખી હતી. આ ગુન્હામાં બન્નેને દોષિત માની કોર્ટે તેને 45 દિવસ જેલમાં રહેવા અને પોતાના શહેરમાં જ એક ગધેડા સાથે માર્ચ એટલે કે રેલી કાઢવની સજા આપી હતી.

image source

અમેરિકાના ઓક્લાહોમા ખાતે રહેતા અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 17 વર્ષીય ટાઇલર એલરેડ નામના વિદ્યાર્થીએ દારૂના નશામાં ગાડી ચલાવી હતી જેમાં તેના જ એક મિત્રનું મૃત્યુ થઇ ગયું હતું. તે સમયે તે સગીર વયનો હોવાથી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હોવાથી કોર્ટે તેને ગ્રેજ્યુએશન પૂરું કરવા, વર્ષ દરમિયાન ડ્રગ, શરાબ અને નિકોટિનના નિયમિત ટેસ્ટ કરાવતા રહેવા અને 10 વર્ષ સુધી ચર્ચમાં હાજરી આપવાની સજા આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ