લાખ્ખો રૂપિયા પણ ના બચાવી શક્યા આ બાપ-દિકરાનો જીવ, અને થયુ કરૂણ મોત

લાખો રૂપિયા પણ ના બચાવી શક્યા આ બાપ-દિકરાનો જીવ, થયું કરુણ મોત, બેંકમાં લાખો રૂપિયા હોવા છતાં બિમારીનો ઇલાજ ન થયો અને પિતા-પુત્રનું કરુણ મોત થયું, જાણો શું થયું હતું તેમની સાથે ?

વાત થઈ રહી છે ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના હલ્કાપીર મદન વિસ્તારની જ્યાં થોડા દિવસ પહેલાં સવારે એક આધેડ પુરુષનો મૃતદેહ ખાટલામાં પડેલો મળ્યો. બીજી બાજુ તેનો જ દીકરો ગંભીર રીતે બીજા ખાટલા પર અર્ધ બેભાનઅવસ્થામાં પડ્યો હતો. દીકરાએ પોતાના પાડોશીને ફોન કર્યો. પાડોશી આવ્યા ત્યારે તેમણે જોયું કે આધેડનું મૃત્યુ થઈ ગયું હતું અને દીકરો ગંભીર રીતે બિમાર થઈને ખાટલા પર પડ્યો હતો.

image source

પાડોશીઓએ તરત જ પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે આવતાં જ ગંભીર હાલત ધરાવતા દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો. પણ દીકરો બચી ન શક્યો. હોસ્પિટલમાં દાખલ થયાના માત્ર એક જ કલાકમાં તેનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું. યુવાનના કુટુંબીજનોને તેની ખબર આપવામાં આવી. પોલીસને પુછપરછ દ્વારા જાણવા મળ્યું કે પિતા-પુત્ર બન્ને જ તે ઘરમાં સાથે રહેતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી બન્ને બિમાર હતા. પણ લાખો રૂપિયા ખાતામાં જમાં હોવા છતાં ઇલાજ ન થઈ શક્યો અને તેઓ બિમારીની હાલતમાં જ ઘરે જ મૃત્યુ પામ્યા.

વાસ્તવમાં શું થયું હતું આ પિતા-પુત્ર સાથે

આગરાના હલ્કા પીરે મદન નામના વિસ્તારમાં 65 વર્ષિય પિતા હેતચંદ પોતાના 24 વર્ષિય દીકરા સોનુ સાથે રહેતા હતા. 20 વર્ષથી હેત ચંદની પત્ની તેમને છોડીને ચાલી ગઈ હતી. કુટુંબમાં બીજું કોઈ હોય તો પણ તેમની કોઈને કંઈ જ ખબર નહોતી. પિતા-પુત્ર દોરા તેમજ પોલી બેગનું કામ કરીને પોતાનું પેટિયુ રળતા હતા.

image source

અચાનક બુધવારે સવારે સોનુ નો પોતાના પાડોશિ પર ફોન આવ્યો. પાડોશી તેના ઘરે પહોંચ્યો તો તેણે જોયું કે હેતચંદ મૃત્યુ પામ્યા હતા અને સોનુંની હાલત ખુબ જ ગંભીર હતી. પાડોશીએ 112 નંબર પર કોલ કરીને પોલીસને બેલાવી. પોલીસ સ્ટેશનેથી અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે હેતચંદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધો જ્યારે સોનુને તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો. ત્યાં માત્ર એક જ કલાકની અંદર સોનુનું પણ મૃત્યુ થઈ ગયું.

પાડોશિએ જણાવ્યું કે જો સોનુંને ફોન સવારે ચા માટે ન આવ્યો હોત તો તેમના મૃતદેહ કોણ જાણે કેટલા દિવસ સુધી ત્યાં જ પડ્યા પડ્યા સડી જાત. પાડોશીનું કહેવું હતું કે આ પિતા-પુત્ર ક્યારેય પોતાના ઘરે તાળુ પણ નહોતા લગાવતા અને હેતચંદ તો છેલ્લા કેટલાક સમયથી ઘરની બહાર પણ નહોતા નીકળ્યા.

પાડોશી દ્વારા કેટલીક દુઃખદ હકીકતો પણ સાંભળવા મળી

image source

પાડોશીના જણાવ્યા પ્રમાણે બાપ-દીકરો બન્ને કેટલાએ લાંબા સમય સુધી ભુખ્યા જ રહેતા હતા. ક્યારેક બહારથી નાનો સરખો નાશ્તો, કચોરી-સમોસા વિગેરે મંગાવીને ખાઈ લેતા અને ત્યાર બાદ કેટલાએ દિવસ સુધી ભુખ્યા જ રહેતા. અને તેના કારણે શરીર નબળુ પડી ગયું હતું અને તેઓ ગંભીર બિમારીમાં પટકાઈ પડ્યા હતા. તેમના ઘરમાં સગડી પણ હતી પણ તેનો ઉપયોગ તેઓ ક્યારેય કરતા હોય તેવું નહોતું લાગતું.

રૂપિયાની કોઈ જ કમી નહોતી છતાં ભૂખ્યે મર્યા પિતા-પુત્ર

image source

એવું નહોતું કે પિતા પુત્રને પૈસાની કોઈ કમી હોય અને તેઓને મજબૂરીથી ભુખ્યા રહેવુ પડતું હતું. તેઓ એટલું તો કમાઈ જ લેતા હતા કે તેઓ પોતાનું પેટ પાળી શકે. આ સિવાય પોલીસે જ્યારે ઘરની તપાસ કરી તો તેમને ત્યાંથી બે હજાર રૂપિયા જેટલી જુની ચલણી નોટો પણ મળી.

પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું કે તેમના ખાતામાં પૈસાની પણ કોઈ કમી નહોતી. તેમના બેંકના ખાતામાં પાંચ લાખ રૂપિયાની એફડી પણ હતી, પણ તેમણે ક્યારેય પોતાની બિમારીની સારવાર કરાવવાનું નહોતું વિચાર્યું.

image source

સંભાળ રાખવા માટે કોઈ જ નહોતું બચ્યું

હેતચંદ પોતાના વીસ વર્ષિય દીકરા સાથે બે માળના મકાનમાં રહેતો હતો. નીચેના માળે તે રહેતા હતા જ્યારે ઉપરના માળે તેનો નાનો ભાઈ પત્ની અને દીકરી સાથે રહેતો હતો. પણ થોડા વર્ષો પહેલાં તેના ભાઈનું પણ મૃત્યુ થઈ ગયું હતું અને ત્યાર બાદ ભત્રીજીના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. અને તેના ભાઈની પત્ની તેની દીકરી પાસે રહેવા જતી રહી હતી. આમ બાપ-દીકરો એકલા રહી ગયા હતા. તેમનું ધ્યાન રાખવાવાળુ પણ કોઈ નહોતું.

image source

પોસ્ટમોર્ટમ દ્વારા જાણવા મળ્યું કે હેતચંદનું મૃત્યુ લાંબી બીમારીના કારણે અને સોનુંનુ મૃત્યુ હૃદય રોગના હૂમલાથી થયું હતું. તેના હૃદયની નળીઓમાં લોહી જામી ગયું હતું. હેતચંદે મૃત્યુ પહેલાંના ચાર પાંચ કલાક પહેલાં કશું જ નહોતું ખાધું તેમનાં આંતરડા પણ સંકોચાઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ