સાવધાન રહેજો! ક્યાંક કેન્ડલ લાઈટ ડિનર ન બની જાય તમારા મૃત્યુનું કારણ

સાવધાન રહેજો ક્યાંક કેન્ડલ લાઈટ ડિનર ન બની જાય તમારા મૃત્યુનું કારણ

image source

ગર્લફ્રેન્ડ કે લાઈફ પાર્ટનર સાથે કેન્ડલ લાઈટ ડિનરની મજા માણવાની ઈચ્છા કોને ન હોય?

હોટલનો એકાંત અને તેમાં કેન્ડલ લાઈટ ડિનર માટેની ખાસ વ્યવસ્થા પ્રેમી પંખીડાના મૂડને સાતમા આસમાને પહોંચાડી દે છે અને પ્રિયપાત્ર એકબીજાના સાથને મન ભરીને માણે છે.

પરંતુ શું તમે જાણો છો કે કેન્ડલ લાઈટ ડિનર સ્વાસ્થ્ય માટે જોખમી છે ? જી હાં ઘરમાં પણ અજવાળુ કરવા તેમજ બેડરૂમમાં રોમેન્ટિક વાતાવરણ ઊભું કરવા માટે મીણબત્તીનો ઉપયોગ કરતાં હોય છે.

image source

કેન્ડલ લાઈટ ડિનરનો કોન્સેપ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રચલિત થયો છે. લોકો જન્મદિવસ કે એનિવર્સિરી પર પ્રિયપાત્ર સાથે એકાંત માણવા માટે કેન્ડલ લાઈટ ડીનર પર જવાનું પસંદ કરે છે.

પરંતુ આ ડીનર ડેટ જીવનું જોખમ ઊભું કરે છે. આ વાત એક સંશોધન બાદ જાણવા મળી છે.

એક રિસર્ચમાં શોધકર્તાઓએ જાણ્યું કે મીણબત્તીમાંથી નીકળતો ધુમાડો માણસના સ્વાસ્થ્ય માટે જોખમી છે. શોધકર્તાઓનો દાવો છે કે સિગરેટમાંથી નીકળતા ધુમાડા જેવા જ કેટલાક ટોક્સિન મીણબત્તીના ધુમાડામાંથી નીકળે છે.

image source

સાઉથ કૈરોલાઈન સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ પણ મીણબત્તીના ધુમાડાનો ટેસ્ટ કર્યો હતો. તેમનું માનવું છે કે પૈરાફીનની મીણબત્તીઓમાંથી નીકળતા હાનિકારક ધુમાડાથી ફેંફસાનું કેન્સર અને દમ જેવી બીમારીઓનું કારણ બની શકે છે.

મીણબત્તીનો ધૂમાડો ધીરે ધીરે વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર કરે છે. એટલા માટે મીણબત્તીના પ્રકાશમાં રોમાન્સની મજા માણતા કપલ્સએ સાવધાન પણ રહેવું જોઈએ.

image source

વૈજ્ઞાનિકોનો દાવો છે કે બંધ રુમમાં કરેલી મીણબત્તીનો ધુમાડો વધારે ઘાતક સાબિત થાય છે. રુમ બંધ રાખી અને કેન્ડલ્સ કરવાથી ધુમાડાના કેમિકલ્સ ખરાબ વેંટિલેશનના કારણે ઈંડોર પોલ્યૂશન ફેલાવે છે. આ ધુમાડા રુમમાં રહેલા વ્યક્તિના શ્વાસમાં ભળી જાય છે અને શરીરમાં જાય છે.

આ ધુમાડો કેન્સરનું કારણ પણ બની શકે છે. તેનાથી લોકોને અસ્થમા, એગ્જિમા જેવી ત્વચા સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.

image source

બ્રિટનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ધૂમ્રપાન, સ્થૂળતા અને દારુનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. જો કે કેન્ડલ લાઈટને નિયમિત રીતે ન ફેસ કરતાં લોકોને તેનાથી વધારે જોખમ નથી હોતું.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મધપૂડામાંથી કાઢવામાં આવેલું મીણ કે સોયાથી બનેલી મીણબત્તીનો ઉપયોગ કરવાથી વધારે જોખમ નથી રહેતું.

image source

એટલા માટે વૈજ્ઞાનિકો આ પ્રકારની મીણબત્તીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

આ સિવાય કેમિકલયુક્ત અને વિવિધ ફ્લેવરવાળી તેમજ સુગંધીત મીણબત્તીનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ