બહુ બધા ચપ્પુના ઘા માર્યા હોવા છતા કંઇ થતુ નથી આ પ્રાણીને, અધધધ..લોકોએ જોઇ લો આ વિડીયો અને તમે?

એક અજીબોગરીબ વિચિત્ર ‘પ્રાણી’ પથ્થર પર ફરતું જોવા મળ્યું, જેના પર ચાકુથી ઘા કરવામાં આવ્યા છતાં તે વિચિત્ર ‘પ્રાણી’ ને કાંઈ જ થયું નહિ. આ વીડિયોને 2 કરોડથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર આજકાલ વેનમ (Venom) જેવા દેખાતા એક વિચિત્ર પ્રાણીનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કરોડો લોકો આ વિડીયોને અત્યાર સુધી જોઈ પણ ચૂક્યા છે.

પથ્થર પર ફરતા આ વિચિત્ર ‘પ્રાણી’નો વિડીયો 2 કરોડથી વધુ વખત લોકો જોઈ ચુક્યા છે.

image source

માર્વેલ સુપરહીરો ફિલ્મમાં તમે જોયું જ હશે કે વિલેનને મારો કે બ્લેડથી કાપો, તે તરત મરતો હોતો નથી. માર્વેલની ઘણી સુપરહીરોવાળી ફિલ્મો છે, પરંતુ જો તમને વેનમનું પાત્ર યાદ છે તો આ ખબર વાંચ્યા પછી તમે એક ક્ષણ માટે ચોક્કસ ચોંકી જશો. આ ફિલ્મમાં, વેનમ નામનો એક વિલન હોય છે, જે દેખાવમાં કાળો (black) હોય છે અને જેના મોટા મોટા દાંત હોય છે, વેનમ પૃથ્વી પરનું પ્રાણી કે જીવ નહિ, પરંતુ બીજા કોઈ ગ્રહનું પ્રાણી કે એલિયન હોય એવું દેખાય છે. જો તમને એવી જાણ થાય કે માર્વેલ મૂવીનું ‘વેનમ’ પૃથ્વી પર પાછું આવી ગયું છે, તો તમે એ વિશે શું કહેશો?

image source

આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગશે, પરંતુ હાલના દિવસોમાં આ વિચિત્ર દેખાતા એક પ્રાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કરોડો લોકો આ વિડિઓને અત્યાર સુધી જોઈ પણ ચૂક્યા છે. અને આ વીડિયો જોયા પછી લોકોને એવી ખાતરી પણ થઈ ગઈ છે કે માર્વેલનો વિલન વેનમ આ ધરતી પર પાછો આવી ગયો છે.

આ વિડિઓ જોયા પછી, ઘણા લોકોએ એવી ટિપ્પણી પણ કરી કે આ વિચિત્ર પ્રાણી ‘વેનમ’ અને ‘સ્પાઇડર મેન 3’ ના વિલન એલિયન સીંબોટ જેવો દેખાય છે. ચાલો તમને એ જણાવી દઈએ કે આ 14 સેકન્ડના વીડિયોમાં એક વિચિત્ર કાળો રંગનો પીગળતો હોય એવો જીવ કે પ્રાણી ખડક કે ચટ્ટાન ઉપર દેખાય રહ્યો છે. આ વિડિઓમાં, તમે જોઈ શકો છો કે કેટલાક લોકો આ પ્રાણી પર બ્લેડનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ તે ફરીથી ખડક પર એ જ સ્થિતિમાં ચોંટેલો દેખાય રહ્યો છે. એક “ટ્વિટર વપરાશકર્તાઓ @sunnyarkade એ આ વિડીયો પોસ્ટ કરતાં પૂછ્યું છે કે, કોઈને ખબર છે કે આ શું છે?”

image source

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર આ વિડીયો શેર કર્યા બાદ, અત્યાર સુધી ટ્વિટર પર આ વીડિયોને 19.6 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. ઘણા લોકોએ આ વિડીયોને રીટ્વીટ કરી હતી અને તેના જવાબમાં વેનોમની જીઆઈએફ શેર કરીને લખ્યું હતું કે, તે વેનોમ હોઈ શકે છે. આ વીડિયોને ટ્વિટર સિવાય ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. ત્યાં પણ આ વિડીયોના મિલિયન વ્યુઝ થઈ ચૂક્યા છે. લોકોએ ટ્વિટર પર આ વીડિયોને પ્રતિક્રિયા પણ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ