લોકડાઉન સમયે ભૂખી વ્યક્તિની આંતરડી ઠારવા વડોદરાનુ તંત્ર કરે છે આ મહાન કામ, જાણો તમે પણ

આ વાત છે આપણા ગુજરાતનાં વડોદરા શહેરની જ્યાં અન્નસેવા પર પ્રતિબંધ મુકાયા પછી પણ રોજ ૨૦ હજાર લોકો માટે અહીંયા ઇન્ટરનેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ સાથેનું ભોજન બને છે.

image source

આવો જાણીએ વડોદરા શહેરની માનવતાભરી આ સેવા વિશે:-

• સેનેટાઈઝ કરેલા વાતાવરણમાં વડોદરામાં તંત્ર દ્વારા જમવાનું તૈયાર કરવામાં આવે છે.

• મકરપુરા GIDCની ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીના અત્યાધુનિક રસોડામાં ફૂડ પેકેટ તૈયાર થાય છે.

• ક્વોરન્ટીન કરેલા શ્રમજીવીઓને, ગરીબો, ફૂટપાથવાસીઓ અને ભિક્ષુકોને ભોજન પુરૂ પાડવામાં આવે છે.

image source

આવી સેવાભાવી સંસ્થાઓ ઉપર કે જે કોરોના વાઈરસના લોકડાઉનમાં ફૂડની સેવા આપે છે તેના ઉપર પ્રતિબંધ મુકાયા બાદ તંત્ર દ્વારા રોજના ૨૦ હજાર જરૂરીયાતમંદોને બે ટાઇમનું સેનેટાઈઝ વાતાવરણમાં બનેલું અને ઇન્ટરનેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ સાથેનું ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી છે. બે ટાઇમનું ભોજન તૈયાર કરવા માટે તંત્ર દ્વારા મકરપુરા GIDCની ફૂડ એક્સપોર્ટ કરતી એક કંપનીના અત્યાધુનિક રસોડામાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ સંસ્થા ગરીબો, ફૂટપાથવાસીઓ, ભિક્ષુકો અને ક્વોરન્ટીન કરેલા શ્રમજીવીઓને ભોજન પૂરું પાડે

image source

શું હજી પણ માણસાઇ જીવીત છે? જો હા,તો આ વાંચો. વડોદરા શહેરના નાગરવાડામાં રહેતા એક મુસ્લિમ વૃદ્ધએ લોકડાઉન દરમિયાન ફૂડ વિતરણની સેવા આપતા હતાં. આ દરમિયાન તેઓને કોરોના વાઇરસ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ફૂડ વિતરણ કરતી તમામ સેવાભાવી સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો હતો.

હવે તંત્ર દ્વારા જ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબો, ફૂટપાથવાસીઓ, ભિક્ષુકો અને ક્વોરન્ટીન કરવામાં આવેલા શ્રમજીવીઓને ભોજન પૂરું પાડવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. તે માટે મકરપુરા GIDCની ફૂડ એક્સપર્ટ કરતી કંપનીના અત્યાધુનિક રસોડામાં ફૂડ પેકેટ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. આ રસોડાની રાજ્યના અગ્ર સચિવ ડો. વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે ખાસ મુલાકાત લીધી હતી.

image source

બંને ટાઇમ અલગ-અલગ જમવાનું આપવાનું નક્કી કરાયું

લોકડાઉનનાં સમયમાં બે ટાઇમ જમવાનું મળે ખરૂં? એ પણ વિનામૂલ્યે. તદુપરાંત સારી ગુણવત્તાનું સવાર-સાંજ અલગ-અલગ પ્રકારનું?. રાજ્યના અગ્ર સચિવ ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, ઊંચી સેવા ભાવના સાથે કામ કરી રહેલી સંસ્થાઓનો અમે આદર કરીએ છે. પરંતુ આ સામાન્ય કુદરતી લડાઇ નથી. આ અદ્રશ્ય વાઈરસ સાથે લડવાનું છે. આ વાઈરસ અત્યારે લોકલ ટ્રાન્સમિશન સ્ટેજમાં પહોંચી ગયો છે. આવનારા દિવસોમાં કોમ્યુનિટી સ્ટેજમાં પહોંચે તેવી શક્યતાઓ છે.

image source

હવે ફૂડ હાઇજેનિક વાતાવરણમાં બને તેટલું જરૂરી નથી. પરંતુ ઝીરો સેનેટાઇઝઝ વાતાવરણમાં ફૂડ બને તે જરૂરી છે. તેટલા માટે ફૂડ એક્સપોર્ટ કરતી કંપની સાથે ટાઇઅપ કર્યું છે અને આ ફૂડ ઇન્ટરનેશનલ ક્વોલિટી સાથેનું લોકોને પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ બે ટાઇમ ૨૦ હજાર ફૂડ પેકેટ બનાવીને શહેરના ગરીબો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને બંને ટાઇમ અલગ-અલગ જમવાનું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

image source

મદદરૂપ થવા માંગતા હોય તો કીટ બનાવીને અમને પહોંચતી કરે

આ વિશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કાળજી રાખવામાં નહીં આવે તો આવનારા ૧૦ દિવસમાં એક હજાર જેટલા કેસો વધી જશે. કેટલીક સંસ્થાઓએ સરકારના નિર્ણયની ઉપરવટ જઇને રસોડા ચાલું રાખ્યા છે. પરંતુ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અમે વિનંતી કરીએ છે કે, તેઓ રસોડા બંધ કરે અને સરકારને મદદરૂપ થાય. જો તેઓ ખરરેખર સરકારને મદદરૂપ થવા માંગતા હોય તો કીટ બનાવીને અમને પહોંચતી કરે.

સવારે ૧૦ હજાર અને સાંજે ૧૦ હજાર લોકોને ફૂડ પેકેટ પહોંચતું કરવાનું આયોજન

image source

મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સામાજિક સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મુક્યા બાદ તંત્ર દ્વારા ફૂડ પહોંચતું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦ હજાર અને સાંજે ૧૦ હજાર લોકોને ફૂડ પેકેટ પહોંચતું કરવાનું આયોજન છે અને અઠવાડીયામાં ચાર દિવસ બે ટાઇમ અલગ-અલગ ભોજન મળે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ