સાળંગપુર હનુમાનજીના મંદિરમાં બની જોરદાર ઘટના, વાંચી લો જલદી તમે પણ

સાળંગપુર હનુમાન

આખી દુનિયામાં ચાલી રહેલ મહામારી માંથી ભારત દેશ પણ બાકાત રહી શક્યું નથી ત્યારે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાના પ્રથમ સ્ટેજથી તકેદારીના ભાગ રૂપે સરકાર તરફથી આખા દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન ગત ૮ એપ્રિલ, ૨૦૨૦ના રોજ હનુમાન જયંતીના અવસર નિમિત્તે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ અનોખી રીતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

image source

કોઈ મંદિરમાં હનુમાનજીને ભોગની સાથે માસ્ક અને હેંડ સેનેટાઈઝર અર્પણ કરીને તો કોઈ સામાજિક સંસ્થા દ્વારા લોકડાઉનમાં ફસાઈ ગયેલ વ્યક્તિઓ, ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓ માટે ભોજનમાં લાડવા, પૂરી, શાક જેવું ખાસ ભોજન જમાડીને, તો ક્યાંક અબોલ પશુઓ માટે ગૌશાળામાં ચારાનું દાન આપીને પણ ઉજવણી કરવામાં આવી હતી.

image source

આવા સમયે ગુજરાત રાજ્યના બોટાદમાં આવેલ પ્રખ્યાત સાળંગપુર હનુમાન મંદિરમાં પણ હનુમાન જયંતી નિમિત્તે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર હનુમાન મંદિરમાં લોકડાઉન લાગુ હોવાના કારણે મંદિરના પુજારીઓ દ્વારા એકબીજાથી યોગ્ય અંતર જાળવીને હનુમાનજીની આરતી કરવામાં આવી હતી. સાળંગપુર હનુમાન મંદિરની સ્થાપના આશરે ૧૭૨ વર્ષ પહેલા થઈ હતી ત્યારથી લઈને આજ દિન સુધી સાળંગપુર હનુમાન મંદિરમાં આવી ઘટના પહેલીવાર ઘટી છે.

image source

સાળંગપુરના હનુમાન મંદિરને હવે ૧૭૨ વર્ષ થઈ ગયા છે. આ વર્ષે દેશમાં કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હોવાથી હનુમાન જયંતી નિમિત્તે વર્ષોથી ચાલતી આવી રહેલ પરંપરા અનુસાર હનુમાનજીની મહાપૂજા, આરતી અને શ્રુંગાર પણ કરવામાં આવ્યો હતો. સાળંગપુરના હનુમાન મંદિરમાં પહેલીવાર હનુમાન જયંતીની ઉજવણી ભક્તો સિવાય કરવી પડી હતી. સાળંગપુર હનુમાન મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને અનુસરતા આ વર્ષે પણ વહેલી સવારે જ મંદિરમાં પૂજા શરુ કરાઈ હતી. ત્યાર પછી કષ્ટભંજન દેવનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો.

image source

સાળંગપુર હનુમાન મંદિરમાં આમ તો દર વર્ષે યજ્ઞનું મોટાપાયે આયોજન કરવામાં આવે છે જેમાં ૭૦૦ પાટલાની વ્યવસ્થા કરવામાં આવે છે. પણ આ વર્ષે દેશમાં કોરોના વાયરસ નામની મહામારીને નાથવા માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉનનું પાલન કરીને આ વર્ષે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું નહી. તેમજ સમૂહ પૂજા પણ બંધ રાખવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ