ગુજરાતના આ ગામના રસ્તાઓના નામ છે ગામની તેજસ્વી દીકરીઓ પરથી, આ અભિયાનથી લોકો પોતાની દીકરીઓને ભણાવવા લાગ્યા આગળ

ગુજરાતના આ ગામમાં રસ્તાના નામ શિક્ષિત દીકરીઓના નામે રાખવામાં આવે છે.

સરકાર દીકરીઓને ભણાવવા માટેના ઘણા પ્રયાસો કરે છે. લોકો દીકરીઓને અભ્યાસ કરાવે તેવી લોક જાગૃતિ માટે અનેક સામાજિક સંસ્થાઓ ઘણા અભિયાન પણ ચલાવી રહી છે, ત્યારે ગુજરાતના એક ગામની પંચાયતે એવો નિર્ણય કર્યો હતો કે, જેનાથી ગામના લોકો અપોઆપ તેમની દીકરીઓને અભ્યાસ કરાવે છે.

image source

ગ્રામ પંચાયત દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે, ગામના રસ્તાઓના નામ ગામની શિક્ષિત તેજસ્વી દીકરીઓના નામે રાખવામાં આવે. આ ઠરાવના કારણે ગામમાં દોઢ વર્ષમાં સમયમાં 16 રસ્તાઓને ગામની તેજસ્વી દીકરીઓના નામથી ઓળખવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ ગામડાંઓની શેરીઓના નામ તેજસ્વી દીકરીઓના નામ પર રાખવાનું 8 ઓક્ટોબર, 2018ના રોજ ઠરાવ્યું હતું.

image source

રાજ્ય સરકારના આ કાયદા પહેલા જ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા કુકમાં ગામના સરપંચ કંકુબેન વણકરે 25 સપ્ટેમ્બર, 2018ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી આ ઠરાવ પ્રસાર કર્યો હતો અને ત્યારથી ગામના રસ્તાના નામ તેજસ્વી દીકરીઓના નામથી રાખવાની શરૂઆત થઇ ગઈ હતી. ઠરાવ પાસ થયાના છેલ્લા દોઢ વર્ષના સમયમાં ગામના 16 રસ્તાઓના નામ ગામની શિક્ષિત અને તેજસ્વી દીકરીના નામે રાખ્યા છે.

આ બાબતે સરપંચ કંકુબેનનું કહેવું છે કે, અમારા ગામમાં એક વિશાળ મેદાન હતું. આ મેદાનની સારસંભાળ નહીં રાખવામાં આવતા ગામના લોકો ત્યાં કચરો ફેંકતા હતા. જેથી આ મેદાનને સાફ કરીને તેની ચારેય બાજુને દીવાલ ચણાવીને દેશના પ્રથમ મહિલા શિક્ષિકા જ્યોતિબ ફૂલે ચોક નામ આપ્યું છે. હવે મેદાનમાં ગૌસેવા, સત્સંગ અને મહિલા ઉત્થાનના કાર્ય થાય છે.

આ ગામમાં હાલ 18 દીકરીના નામે રસ્તાના નામ આપવામાં આવ્યા છે. આ કાર્ય થવાથી બધાને પોતાની દીકરીનું નામ અમર રહે એવું જ ઇચ્છતા હોય છે જે હવે કુકમાં માં સાર્થક થઈ રહ્યું છે. કુકમાં ભુજ જિલ્લા ની એકદમ નજીક નું ગામ છે ભુજથી ફક્ત 14 km દૂર રહેલ ગામમાં હાલ ખૂબ સુંદર છે.

image source

ગામમાં હાલ લોકો સ્વયં સ્વચ્છતા રાખતા થઈ ગયા છે. ગામ ના પહેલા મહિલા સરપંચ કંકુબેને આવીને સૌથી પહેલા દીકરીને ભણાવવી જોઈએ એજ સંદેશ આપ્યો હતો અને હાલ ગામની દરેક દીકરીનું સ્વપ્ન છે કે ભણીને ગામનું નામ રોશન કરવું.

ગામમાં દરેક રસ્તા પણ એકદમ ચોખ્ખા છે જે દર્શાવે છે કે કંકુબેનની મહેનત ખરેખર કાબિલે દાદ છે. કંકુબેનનો ગામ પ્રેમ આ બધી બાબત પરથી સ્પષ્ટ દેખાય આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ