જાણો ઘરના દરવાજા અને ભાગ્ય વચ્ચે શું છે ખાસ સંબંધ

તમારા ભાગ્ય અને ઘરના દરવાજા વચ્ચે છે ખાસ સંબંધ, જાણો છો ?

image source

તમારા ઘરના મુખ્ય દરવાજાની દિશા તમારા આખા ઘરને અસર કરે છે. એટલું જ નહીં તમારા ઘરના દરવાજાની દિશા તમારી કુંડળી અને ભાગ્યોદય માટે પણ મહત્વપૂર્ણ બની જાય છે. જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારો ચહેરો જે દિશામાં રહે છે તે તમારા દરવાજાની દિશા ગણાય છે. ઘરના દરવાજાની આ દિશાથી કોઈ ચોક્કસ ગ્રહ ઘરને પ્રભાવિત કરવાનું શરૂ કરે છે.

image source

જો તે ગ્રહ તમારા માટે અનુકૂળ છે તો ઘરનો મુખ્ય દરવાજો તમારા માટે ફાયદાકારક બને છે. પરંતુ જો તે ગ્રહ તમારા માટે પ્રતિકૂળ હશે તો જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી જ રહેશે. તો ચાલો આજે તમને જણાવીએ કે ભાગ્ય અને ઘરના દરવાજો કેવી રીતે લાભ કે નુકસાન કરે છે.

જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં હોય તો

image source

– પૂર્વ દિશાનો દરવાજો શ્રેષ્ઠ દરવાજો માનવામાં આવે છે.

– જો મંગળ ગ્રહ દૂષિત હોય તો આ દરવાજાના કારણે કરજ વધે છે.

જો ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ દિશામાં હોય તો

image source

– આવા દરવાજા ઘરમાં પૈસાના આગમન માટે ખૂબ જ શુભ છે.

– પરંતુ જો કુંડળીમાં બુધ શુભ નહીં હોય તો તેના કારણે ઘરમાં બરકત સમાપ્ત થાય છે.

જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર દિશામાં હોય તો

image source

– આવા દરવાજા ઘરની પ્રગતિ માટે ખૂબ સારા હોય છે.

– પરંતુ જો ઘરના દરવાજાની સામે વેધ હોય તો આવા દરવાજા જીવનમાં ગરીબી લાવે છે.

જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં હોય તો

image source

– આ દરવાજા સામાન્ય રીતે જીવનમાં સંઘર્ષને વધારે છે.

– જો કુંડળીમાં શનિ મંગળની સ્થિતિ શુભ હશે તો આ દ્વાર ખૂબ જ શુભ બની જાય છે.

જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર અગ્નિ ખૂણામાં હોય તો

image source

– આ દરવાજો જીવનમાં વૈભવ અને સમૃદ્ધિ લાવે છે.

– પરંતુ જો કુંડળીમાં અગ્નિ તત્વોનું પ્રમાણ વધારે હોય તો પછી આ દરવાજો જીવનમાં અકસ્માત વધારે છે.

જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર ઇશાન દિશામાં હોય તો

image source

– ઘરનો મુખ્ય દરવાજો ઉત્તરપૂર્વમાં હોય તો તે શુભ છે.

– જો ગુરુ કુંડળીમાં સારો ન હોય તો આ દિશાના દરવાજાથી ગંભીર રોગો થવાનું જોખમ વધે છે.

જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં હોય

image source

– આ દિશામાં ઘરનો મુખ્ય દરવાજો જીવનમાં ઉતાર-ચઢાવ લાવે છે.

– જો રાહુ કેતુ કુંડળીમાં યોગ્ય ન હોય તો આ દિશાનો દરવાજો જીવનમાં મુશ્કેલીઓ વધારી દે છે અને જીવનમાં અસ્થિરતા રહે છે.

જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર વાયવ્યમાં હોય તો

image source

– ઘરનો મુખ્ય દરવાજો આ ખૂણામાં શુભ મનાય છે.

– જો કુંડળીનો શનિ દૂષિત હોય તો આ દરવાજાના કારણે મિત્રો પણ શત્રુ બની જાય છે. ખાસ કરીને પડોશીઓ સાથે વિવાદ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ