આ વાંદરો 100ની સ્પિડમાં કાપી રહ્યો શાકભાજી, બે વાર વિડીયો જોશો તો પણ નહિં આવે આંખે વિશ્વાસ

આમ તો આપણા ઘર આંગણે ઘણા પાલતુ જાનવરો આવતા જતા હોય છે જેમાં મોટાભાગના જાનવરોએ ખોરાક પણ ખાય છે જે આપણે ખાઈએ છીએ અને લોકો પણ પોતાના આહારમાંથી આ જાનવરોને પણ આપે છે જેના કારણે માનવ અને પશુ વચ્ચે એક અદ્રશ્ય લાગણી પ્રાચીન સમયથી અનુભવાય છે.

આ જાનવરોમાં ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, બકરી વગેરેનો સમાવેશ તો થાય જ છે અને ક્યારેક ક્યારેક વાંદરા પણ માનવ વસાહતમાં આવી ચડે છે. સામાન્ય રીતે વાંદરાઓ પોતાની હરકતોને કારણે લોકોને હેરાન કરતા હોય છે. પરંતુ તાજેતરમાં એક એવો બનાવ પણ સામે આવ્યો છે જેમાં એક વાંદરો મહિલાની સાથે શાકભાજી સુધારી રહ્યો છે અને આમ કરવામાં તેને કોઈ મુશ્કેલી પણ નથી પડી રહી.

image source

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાંદરો એક મહિલાને શાકભાજી કાપવામાં મદદ કરતો નજરે પડે છે. આઈઆરએસ અમન પ્રીતે આ વિડીયો શેયર કર્યો હતો જેના વિવરણમાં તેણે એમ લખ્યું હતું કે જો અમે કઇંક નક્કી કરી લઈએ તો માણસોથી લઈને વાંદરા સુધી બધા પાસે કામ કરાવી લઈએ છીએ… નારી શક્તિ.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરો મોજથી પોતાના કામમાં વ્યસ્ત છે અને એક મહિલા તેને ધીમે ધીમે શાકભાજીના ટુકડાઓ આપી રહી છે અને તે વાંદરો આ શાકભાજીના ટુકડાને બે ટુકડામાં કાપી રહ્યો છે. એટલું જ નહીં પણ વાંદરાની શાકભાજી કાપવાની ઝડપ પણ નોંધપાત્ર રીતે ઝડપી છે. વિડીયો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે વાંદરાને તેના કામ કરવામાં કેટલો રસ છે અને તે કામ પણ મહેનત પૂર્વક કરી રહ્યો છે.

image source

સોશ્યલ મીડિયા પર આ વીડિયો આવતાવેંત જ વાયરલ થઈ ગયો હતો. છેલ્લી માહિતી મુજબ આ વીડિયો 10,000 થી વધુ વખત જોવાઈ ચુક્યો છે અને સોશ્યલ મીડિયા યુઝર્સ આ વીડિયોને પસંદ પણ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે એવી કોમેન્ટ કરી હતી કે તે સ્ત્રી છે અને કંઈપણ કરાવી શકે છે. ઘણા ખરા લોકો વીડિયોને પ્રાચીન કાળથી જોડી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે પ્રાચીનકાળના વાંદરાઓને પણ આ રીતે પ્રશિક્ષિત કરી રામસેતુ બાંધવામાં આવ્યો હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ