જાણી લો કોણ છે દત્તાત્રેય ભગવાન અને કઈ રીતે થયો એમનો જન્મ…

માગશર મહિનાની શુક્લ પક્ષની પૂનમે ભગવાન દત્તાત્રેયની જયંતિ મનાવવામાં આવે છે. દત્તાત્રેય ભક્તોના સ્મરણ કરવા માત્રથી એમની મદદ કરવા ઉપસ્થિત થઈ જાય છે. એમને ત્રણેય દેવોનો અવતાર માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ ત્રણેય દેવોની શક્તિઓ ભગવાન દત્તાત્રેયમાં સમયેલી છે, એમના છ હાથ અને ત્રણ મોઢા છે. એમના પિતા ઋષિ અત્રી અને માતા અનસૂયા છે. ભગવાન દત્તાત્રેયની જયંતિ પર મંદિરોમાં વિશેષ પૂજા થાય છે. તો ચાલો જાણી લઈએ એમનો જન્મ કેવી રીતે થયો.

image soucre

એકવાર નારદ મુનિ માતા પાર્વતી પાસે પહોંચ્યા અને અત્રી ઋષિની પત્ની દેવી અનસૂયાના પતિવ્રત ધર્મના ગુણગાન કરવા લાગ્યા. નારદ મુનિ દેવીઓના ગર્વને તોડવા વારાફરતી ત્રણેય દેવીઓ પાસે ગયા અને દેવી અનસૂયા પતિવ્રતના ગુણગાન કરવા લાગ્યા. ત્રણેય દેવીઓને સતી અનસૂયાના વખાણ જરાય ગમ્યા નહિ. અહંકારમાં આવીને એ સતી અનસૂયાની ઈર્ષ્યા કરવા લાગ્યા. જ્યારે નારદજી ત્યાંથી જતા રહ્યા તો દેવીઓ સતી અનસૂયાના પતિવ્રત ધર્મનો ભંગ કરવાની વાત કરવા લાગી. એમને તેમના પતિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને અનસૂયાના પતિવ્રતને તોડવાનું કહ્યું. છેલ્લે ત્રણેય દેવોએ પોતાની પત્નીઓ સામે હાર માની લીધી. એ પછી એ ત્રણેય દેવી અનસૂયાની ઝુંપડી સામે એક સાથે ભિક્ષુક વેશ ધારણ કરીને ગયા.

image soucre

પોતાના દ્વાર પર ભિક્ષુક જોઈને દેવી અનસૂયા એમને ભિક્ષા આપવા લાગી. ભિક્ષુક વેશ ધારણ કરેલા દેવોએ ભિક્ષા લેવાની ના પાડી દીધી. એમને ભોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. દેવી અનસૂયાએ અતિથિ સત્કારને પોતાનો ધર્મ સમજીને એમની વાત માની લીધી અને એમના માટે પ્રેમથી ભોજનની થાળી પીરસી લાવ્યા. ત્યારે એમના પતિધર્મની પરીક્ષા લેવા માટે ત્રણેય દેવોએ ભોજન કરવાની ના પાડી દેતા કહ્યું કે જ્યાં સુધી તમે નગ્ન થઈને ભોજન નહિ પીરસો ત્યાં સુધી અમે ભોજન નહિ કરીએ. દેવી અનસૂયા આ સાંભળતા પહેલા તો સ્તબ્ધ થઈ ગઈ અને અત્યંત ગુસ્સે થઈ ગયા.

image source

પણ પોતાના પતિવ્રત ધર્મના જોરે એમને ત્રણેયની ઈચ્છા જાણી લીધી. એ પછી દેવીએ એમના પતિ ઋષિ અત્રીના ચરણોના જળને ત્રણેય દેવો પર છાંટયું. પાણી છાંટતા જ ત્રણેય બાળરૂપમાં આવી ગયા. ત્રણેય દેવો બાળક બની ગયા એ પછી દેવી અનસૂયાએ એમને ભરપેટ ભોજન કરાવ્યું. એ પછી એ એમને પારણામાં સુવડાવી પોતાના પ્રેમ અને વાત્સલથઈ5 માતાની જેમ એમનું પાલન કરવા લાગી. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. જ્યારે ઘણા દિવસો પછી પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઘરે ન આવ્યા ત્યારે ત્રણેય દેવીઓને પોતાના પતિની ચિંતા થવા લાગી.

image soucre

ત્રણેય દેવીઓને પોતાની ભૂલનો અહેસાસ થયો એ પછી એ ત્રણેય માતા અનસૂયા પાસે આવી અને પોતાની ભૂલ બદલ માફી માંગી તેમજ એમના પતિવ્રતને પ્રણામ કર્યું પણ માતા અનસૂયાએ કહ્યું કે આ ત્રણેય દેવોએ મારુ દૂધ પીધું છે એટલે એમને બાળસ્વરૂપમાં જ રહેવું પડશે. આ સાંભળ્યા પછી ત્રણેય દેવોએ પોતપોતાના અંશને મેળવીને એક નવો અંશ પેદા કર્યા. જેનું નામ દત્તાત્રેય રાખવામાં આવ્યું. એમના ત્રણ માથા અને છ હાથ હતા. ત્રણેય દેવોને એકસાથે બાળરૂપમાં દત્તાત્રેયના અંશમાં મેળવ્યા પછી માતા અનસૂયાએ પોતાના પતિ અત્રી ઋષિના ચરણોનું જળ ત્રણેય દેવો પર છાંટયું અને એમને પહેલા જેવા બનાવી દીધા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ