આ લગ્ન વિશે સાંભળીને આખું ભારત ગોટે ચડ્યું, એક જ મંડપમાં પિતા-પુત્ર, સસરા-જમાઈ, બહેન-બનેવીએ કર્યા લગ્ન

આપણે લિવઈનમાં રહેતા ઘણા લોકો જોયા છે અને હવે તો એક અલગ જ ટ્રેન્ડ આવ્યો છે. વિદેશી કલ્ચરની જેમ હવે ભારતમાં પણ લોકો લિવઈનમાં રહીને લગ્ન કરવાનું પસંદ કરે છે. પણ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે એમાં તો કંઈક અલગ જ ઘટના સામે આવી છે અને એક જ ઘરમાં એક કરતા વધારે સભ્યોની એકસાથે જાન નીકળી હતી.

image source

આ વાત છે ઝારખંડની. આ એવું રાજ્ય છે કે જ્યાં સેંકડો યુગલો એવા છે કે જેણે સત્તાવાર લગ્ન કર્યા નથી પણ એ વગર જ એકબીજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. આવા જ 55 યુગલોના સામુહિક લગ્ન સમારંભ મંગળવારે બસીયાના સરના મેદાનમાં સંપન્ન થયો હતો.

આ લગ્નના દિવસ માટે પણ વસંત પંચમી જેવો શુભ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. જો વિગતે વાત કરીએ તો આ લગ્ન સ્વયંસેવી સંસ્થાએ માનવતાનો ધર્મ નિભાવતા- ચાલો કોઈનું ઘર વસાવીએ તે હેતુથી સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 55 એવાસ યુગલો હતા કે જે લિવઇન રિલેશનશિપમાં રહી રહ્યા હતા, હવે પોત-પોતાના ધર્મના રીત-રિવાજ મુજબ લગ્ન કરીને એક તાંતણે બંધાઈ ગયા છે.

image source

આ લગ્ન મંડપમાં સૌથી મોટા લગ્ન 62 વર્ષના પિતા પાકો જોરાના થયા હતા, જે 40 વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં બાદ સોમેરી દેવી સાથે લગ્ન કર્યા હતા.

આ અવસર પર સામાજિક સંસ્થાના સચિવ નિકિતા સિંહાએ જણાવ્યુ હતું કે ઝારખંડના ગામોમાં હજારો યુગલો રહે છે જેમણે સતાવાર લગ્ન કર્યા નથી હોતા. આ યુગલો ખરાબ આર્થિક પરિસ્થિતી તેમજ કોઈ અન્ય કારણોસર લગ્ન કરી શકતા નથી. જ્યારે અનેક યુગલો લગ્નના આયોજનનો ખર્ચ પણ ઉઠાવી શકે તેમ સક્ષમ નથી હોતા.

image source

જો એમાં પણ આપણે વિગતે વાત કરીએ તો હિન્દી યુગલોના લગ્ન પંડિત બદ્રીનાથ દાસે, ઈસાઈ યુગલના લગ્ન પાદરી અનિલ કુમાર લકડા અને સરના દંપતીના સામૂહિક લગ્ન પહાન જતરુ ભગત અને ચંદ્રમણી દેવી દ્વારા સંપન્ન કરાવવામાં આવ્યા હતા. પણ આ બધાની વચ્ચે એક જોવા જેવી વાત એ છે કે આમાં એક જ પરિવારના ઘણા સભ્યો લગ્નના બંધનમાં બંધાયા છે.

એક જ મંડપમાં પિતા, પુત્ર, સસરા, જમાઈ, ભાઇ અને બહેન તમામના લગ્નના થયા હતા. આ જ મંડપમાં પાકો જોરાના પુત્ર જીતેન્દ્રએ પણ લગ્ન કર્યા વિના પૂજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં 12 વર્ષ વિતાવ્યા અને ત્યાર બાદ તેણે લગ્ન કર્યા હતા એ પણ ચર્ચાનો વિષય છે.

image source

એ જ રીતે વાત કરીએ તો એ જ મંડપમાં એ જ પરિવારમાં બહેનનાં લગ્ન પણ કોઈ બીજા સાથે થયાં હતાં. જોરાએ જણાવ્યું કે તેમના બાળકો પણ છે અને આજ સુધી તેઓ લગ્ન વિના સાથે રહી રહ્યા હતા. અમે આજે ખુશ છીએ કે આજે રિવાજો સાથે લગ્ન કર્યા બાદ સત્તાવાર પતિ-પત્નીનો દરજ્જો મળ્યો છે.

આ સિવાય આ માહોલમાં જોવા જેવી વાત એ પણ છે કે લોકોએ વર-કન્યાને ભેટ અને સુખી દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. અને હવે આ વાત ચારેકોર વાયરલ થવા લાગી છે. તો વળી આ એક જ ઘરના આટલા સભ્યોના લગ્ન એક જ મંડપ નીચે જોઈને લોકો વિચારમાં પડી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!