વાળને સુંદર બનાવવા માટે હેર કલરનો ઉપયોગ કરો છો, તો એકવાર હેર કલરના ઉપયોગથી થતા નુકસાન વિશે જાણી લો

ઘણી સ્ત્રીઓ તેમના વાળનો રંગ બદલવા અથવા વાળને ચમકદાર બનાવવા માટે વાળ પર બ્લીચ કરે છે. પરંતુ તેઓ જાણતા નથી કે ખોટા બ્લીચના કારણે તેઓ વાળને નુકસાન પોંહચાડે છે. તેથી, વાળને બ્લીચ કરતા પહેલાં કેટલીક બાબતોની કાળજી લેવી જરૂરી છે.

image source

એકવાર તમે તમારા વાળ બ્લીચ કરો, તે તેમાં ભેજ અને પ્રોટીન સંતુલન જાળવવામાં નિષ્ફળ જાય છે. પરિણામે, વાળ ખરવા અને બેમોવાળા વાળની સમસ્યા વધે છે.

બ્લીચ વાળનો રંગ બદલવામાં વધુ સમય નથી લેતો તેવી જ રીતે તે વાળના મૂળને ખરાબ રીતે અસર કરે છે. તેથી તમે તમારા વાળ રંગ કર્યા પછી તમારા માથા ઉપરની ચામડી પર થોડી બળતરા અનુભવી શકો છો. આ બ્લીચમાં રહેલા મજબૂત કેમીકલના કારણે છે.

image source

વાળના બ્લીચ ઘણા પ્રકારના હોય છે, જેમ કે ક્રીમ, તેલ, પ્રવાહી અને પાવડર. તમે તમારી પસંદગી પ્રમાણે બ્લીચનો ઉપયોગ કરી શકો છો. બધા વાળ બ્લીચ સમાનરૂપે કાર્ય કરે છે. હેર બ્લીચ હંમેશા વાળની ટોચ પર લગાવો. આ રીતે દરેક વાળમાં બ્લીચ સારી રીતે અપ્લાઇ થઈ જશે.

બ્લીચ લગાવ્યા પછી તમારા વાળમાં ખુબ જ બળતરા થાય છે તો તરત જ બ્લીચને દૂર કરો. તમને બ્લીચથી એલર્જી થઈ શકે છે, જે તમારા માટે યોગ્ય નથી. હકીકતમાં, બ્લીચ એ એક મજબૂત કેમિકલ છે.

image source

તમારા વાળની સમસ્યા દૂર કરવા અને તમારા વાળમાં ચમક લાવવા માટે તમે ઘરેલુ હેર-પેકનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ એ ઘરેલુ હેર પેક બનાવવાની રીત –

હિના મેહંદી, લીમડાના પાંદડા અને તલનું તેલ

image source

વાળને કાળો રંગ કરવા માટે માટે આ એક ખૂબ જ અસરકારક રીત છે. આ માટે લીમડાના પાંદડા તલના તેલમાં નાંખો અને તેને ઉકાળો અને આ મિશ્રણને એક થી બે દિવસ રાખો. વાળમાં મહેંદી લગાવતી વખતે પહેલા આ મિશ્રણને મેંદીમાં મિક્સ કરો અને ગરમ કરો અને બે કલાક વાળ પર રાખો. ત્યારબાદ શિકાકાઈ અથવા શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો. આ ઉપાયથી તમારા વાળ કુદરતી રીતે કાળા બનશે અને કોઈ આડઅસર પણ નહીં થાય.

કોફી પાવડર સાથે મહેંદી

image source

વાળને બ્રાઉન રંગ આપવાની આ એક સરસ રીત છે. આ માટે જયારે તમે વાળ પર મહેંદી લગાવવા માટે મહેંદી પલાળો છો ત્યારે તેમાં અડધી ચમચી કોફી પાવડર નાખો. ત્યારબાદ આ મિક્ષણ તમારા વાળ પર લગાવો. આ વાળના રંગની કોફી બ્રાઉન કરશે.

કપૂર તેલ સાથે મહેંદી

image source

લોખંડના વાસણમાં કપૂર તેલ ગરમ કરો. તેમાં મહેંદી મિક્સ કરો અને તેને એક કે બે દિવસ માટે રહેવા દો. તેને લગાવતી વખતે પહેલા તેમાં ગરમ પાણી મિક્સ કરી લો અને પછી લગાવો. આ મિક્ષણથી વાળનો રંગ તો કાળો થશે જ સાથે તમારા વાળની દરેક સમસ્યા દૂર થશે અને વાળ વધુ મજબૂત થશે.

બીટરૂટનો રસ અને મહેંદી

image source

મહેંદીમાં બીટરૂટનો રસ મિક્સ કરીને વાળ પર લગાવવાતી વાળનો રંગ બર્ગન્ડી થાય છે. આ સિવાય તે વાળ માટે બેસ્ટ કન્ડિશનર પણ છે.

મહેંદી, દહીં અને લીમડાના પાંદડા

image source

વાળને રેડીશ બ્રાઉન રંગ આપવા માટે આ એક સરસ ઉપાય છે. આ માટે મહેંદીમાં દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને તેને પાણીમાં ઉકાળો અને ત્યારબાદ તેમાં થોડી ચા પત્તી ઉમેરો. હવે આ મિક્ષણને આખા વાળ પર લગાવો અને બે કલાક સુધી રહેવા દો. બે કલાક પછી તમારા વાળ માત્ર પાણીથી ધોઈ લો. જયારે વાળ સુકાઈ જાય ત્યારે વાળ પર તેલ લગાવી અને બીજા દિવસે શેમ્પૂ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ