આ છે આપણા દેશની પહેલી મહિલા વકીલ કે, જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતુ હશે…

મિત્રો, આજનો સમય ઘણો બદલાઈ ગયો છે. લોકો તેમની પુત્રીઓને આગળ લાવવા અને તેમના સારા ભવિષ્ય માટે તેમને સંપૂર્ણ ટેકો આપે છે પરંતુ, જૂના સમયમા છોકરી માટે પોતાના પગ પર ઊભા રહેવુ એટલું સરળ નહોતું. એક તરફ તેમણે પરિવારની વાત સાંભળવી પડતી અને બીજી તરફ તેમણે સમાજના રિવાજો અપનાવવા ના હતા. આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવી રહ્યા છીએ, જે ભારતની પહેલી મહિલા વકીલ છે પરંતુ, તેના માટે આ મુકામ મેળવવુ જરાપણ સરળ નહોતુ.

image source

અમે જે મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ, તેનુ નામ કોર્નેલિયા સોરાબજી છે. આ સ્ત્રીએ દેશનુ નામ ઉજ્જવળ કર્યુ હતુ પરંતુ, તેણે આ માટે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પડદાની પ્રથાથી લઈને પુરુષોના અત્યાચાર સુધી તેણે બધું સહન કરવુ પડ્યુ. તેણે પોતાનુ નામ તો ઉજ્જવળ કર્યુ અને સાથે જ બાકીની મહિલાઓ માટે એક નવા જીવનનો માર્ગ ખોલ્યો.

સ્ત્રીઓને અપાવ્યો ન્યાય :

તેઓ કહે છે કે, જો તમારે જીવનમાં કંઈક મેળવવું હોય તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પછી જ તમને સફળતા મળે છે. કોર્નેલિયા સોરાબજી સાથે આવુ કંઈક બન્યું. તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ, બધી મહિલાઓ માટે લડ્યા હતા. આ કામ માટે તેમને કોઈ સરકારી મદદ મળી ના હતી અને તે એકલા જ યુદ્ધ લડ્યા હતા અને પોતાનો જીવ જોખમમાં મૂકવાનુ જોખમ માંડ્યુ હતુ. તો ચાલો તમને જણાવીએ કે કોર્નેલિયા સોરાબજી કોણ છે?

બોમ્બે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર પ્રથમ મહિલા બની :

image source

કોર્નેલિયાનો જન્મ નાસિકમાં થયો હતો. બાળપણથી જ કોર્નેલિયા અભ્યાસમા નિપૂણ હતી. કોર્નેલિયાના માતા-પિતા પારસી હતા પરંતુ, પાછળથી તેઓએ ખ્રિસ્તી ધર્મ ધારણ કર્યો. તે સમયે બ્રિટિશ રાજ હતુ એટલું જ નહીં, કોર્નેલિયા બોમ્બે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર પ્રથમ મહિલા હતી.

પુરુષો સાથે બેસીને પરીક્ષા દેવા માટે ના મળી મંજુરી :

image source

કોર્નેલિયાએ યુ.કે.મા તેનો આગળનો અભ્યાસ કર્યો હતો અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરવાવાળી તે પ્રથમ મહિલા હતી પરંતુ, સમસ્યા એ મુદ્દા પર આવી કે તેમને અંતિમ કસોટીમાં પુરુષો સાથે ના જવા દેવામા આવ્યા પરંતુ, તે અહી અટક્યા નહીં અને આ માટે લડ્યા. આખરે યુનિવર્સિટીએ તેના નિયમો બદલ્યા અને તેમને પરીક્ષા આપવાની મંજૂરી આપી. એ જ રીતે બ્રિટનમાં બેચલર ઓફ સિવિલ લોની પરીક્ષામાં ભાગ લઈ શકે તેવી તે પ્રથમ મહિલા બની હતી.

આવી રીતે બની વકીલ :

image source

સખત અને સતત સંઘર્ષ બાદ આખરે બ્રિટને વર્ષ ૧૯૧૯માં કાયદો બદલ્યો હતો અને મહિલાઓને કાયદાના ક્ષેત્રમાં આવવાની મંજૂરી આપી હતી. આ પરવાનગી બાદ મહિલાઓ માટે વકીલ અને જજ બનવાનો રસ્તો પણ સાફ થઈ ગયો હતો. જ્યારે નિયમો બદલવામાં આવ્યા ત્યારે કોર્નેલિયાનો માર્ગ પણ સાફ થઈ ગયો હતો અને આ રીતે તે ભારતની પ્રથમ મહિલા વકીલ બની હતી.

વકીલ બન્યા પછી પણ સમસ્યાનો અંત આવ્યો નહી :

image source

વકીલ બન્યા પછી પણ કોર્નેલિયાની સમસ્યાનો અંત આવ્યો નહીં. કોર્નેલિયા મહિલાઓના અધિકારો માટે લડી હોવા છતાં વકીલ બન્યા પછી પણ તેનો માર્ગ સરળ ન હતો. તે સમયે મહિલાઓનું સન્માન કરવામા આવતુ ના હતુ અને કોર્નેલિયા સાથે એવુ જ બન્યુ હતુ. એક મહિલા હોવાના કારણે ન્યાયાધીશે દલીલો સાંભળી ન હતી. એક વખત જજે તેમને એમ પણ કહ્યુ હતુ કે, તેમને અંગ્રેજી બોલવા સિવાય કઈ જ આવડતુ નથી.

image source

તેમના જીવનમાં કોર્નેલિયાએ સ્ત્રીઓ માટે સખત મહેનત કરી હતી. તેમને વકીલાતના ક્ષેત્રમાં પ્રવેશ પણ આપવામાં આવ્યો હતો અને તેમના કારણે અન્ય મહિલાઓને પણ વકીલાતમા પ્રવેશ મળ્યો. તમને જણાવી દઈએ કે, કોર્નેલિયાએ વકીલાતમાંથી નિવૃત્તિ લીધી હતી અને પછી લંડન ગયા હતા અને ત્યારબાદ ૮૮ વર્ષની વયે નિધન થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત